Author: devarshi

(જી.એન.એસ) તા. 4 બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’ નું ટીઝર રીલીઝ થઈ ગયુ છે, જે એક હાઈ-સ્ટેક નેટફ્લિક્સ થ્રિલર છે, આ ટીઝરમાં સૈફ અલી ખાન સાથે જયદીપ અહલાવત પણ જોવા મળે છે. સૈફ અલી ખાન એક ચોરની ભૂમિકામાં છે જેને આફ્રિકન રેડ સન ડાયમંડ ચોરવા માટે ભાડે રાખવામાં આવે છે, પરંતુ તેની લૂંટ એક ભયંકર વળાંક લે છે. હીરા મેળવવા માટે રમત જીવલેણ બની જાય છે અને બધાની નજર તેના પર હોય છે. આ થ્રિલર ફિલ્મના ટીઝરમાં જણાવાયું છે કે એક ખતરનાક ગુનાખોર બોસ દ્વારા વિશ્વના દુર્લભ હીરા, આફ્રિકન રેડ સન ચોરી કરવા માટે એક…

Read More

(જી.એન.એસ) તા. 4 ફતેહપુર, ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સવારના સમયે એક ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો. રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું. આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત મંગળવાર, 4 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ 8 વાગ્યે થયો હતો. કાનપુર અને ફતેહપુર વચ્ચે ખાગામાં પમ્ભીપુર નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) પર થયેલા અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ, પોલીસ અને GRP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.…

Read More

(જી.એન.એસ) તા. 4 જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે નોર્થરાઇડિંગમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો. દક્ષિણ ગોળાર્ધમાં આવેલ આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ – એકતા, ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને આંતરધર્મીય સંવાદિતાનું આગવું પ્રતીક બની રહ્યું છે. આ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે BAPS સંસ્થા દ્વારા 12 દિવસીય વિશિષ્ટ ઉત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અનેકવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની શૃંખલા ભારત અને આફ્રિકન સંસ્કૃતિ-પરંપરાઓ વચ્ચેના સુદીર્ધ અને ગાઢ સંબધોને ઉજાગર કરશે. દક્ષિણ આફ્રિકના ઉપ-રાષ્ટ્રપ્રમુખ પોલ…

Read More

(જી.એન.એસ) તા. 4 હ્યુસ્ટન, યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટ હ્યુસ્ટનથી ન્યુયોર્કમાં ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાથી તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ 1382 સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યે જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટથી લાગાર્ડિયા એરપોર્ટ માટે ટેકઓફ કરવાની હતી, ક્રૂને એન્જિન સિગ્નલ મળ્યો અને રનવે પર ટેકઓફ અટકાવી દીધો. એરલાઈને એક નિવેદન જારી કરીને અકસ્માતની જાણકારી આપી છે. ફેડરલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે એન્જિનમાં સમસ્યા હતી, જેના કારણે ટેકઓફ રોકી દેવામાં આવ્યું હતું. મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ…

Read More

(જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થયેલી નાસભાગ અને મૃત્યુના મામલામાં દાખલ કરવામાં આવેલી PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે અને CJI જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ અને ચિંતાનો વિષય ગણાવ્યો છે. PILમાં, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ રિપોર્ટ અને તેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં તમામ રાજ્યો દ્વારા કુંભ મેળાના વિસ્તારમાં સુવિધા કેન્દ્રો ખોલવાની માંગ કરવામાં આવી છે. આવા મોટા ધાર્મિક કાર્યક્રમોમાં VIP મૂવમેન્ટ મર્યાદિત કરવા અને…

Read More

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક દાણચોરીનો કિસ્સો (જી.એન.એસ) તા. 3 મુંબઈ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગને દાણચોરી અટકવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 50 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હાઈડ્રોપોનિક વીડ, સોનું અને હીરા જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે કસ્ટમ વિભાગે આઠ લોકોની ધરપકડ પણ કરી છે. આ જપ્તી 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે એક ખાસ ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી.મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 50 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હાઈડ્રોપોનિક વીડ, સોનું અને હીરા જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે કસ્ટમ વિભાગે આઠ લોકોની ધરપકડ કરી છે. આ જપ્તી 28…

Read More

આગામી સમયમાં રાજ્યની વધુ ૨૦૬ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને “ડ્રોન દીદી” બનાવાશે: ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ ડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાનશ્રીએ “નમો ડ્રોન દીદી યોજના”ની પ્રેરણા આપી હતી. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે.…

Read More

GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ નવીન સુધારા સાથે કાર્યાન્વિત કરાયું રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ અને  વિદ્યાર્થી સંગઠન પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે GCASની રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સચિવ સુ.શ્રી સુનયના તોમર, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિનેશ ગુરવ સહિત 11 સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ અને તેમના પ્રતિનિધીઓ અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધી ઉપસ્થિત રહ્યાં હતા. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઝ થકી કૉલેજમાં એડમિશન માટે GCAS…

Read More

(જી.એન.એસ) તા. 3 સુરત, દ્વિ ચક્રીય વાહન ચાલકો અને તેમની પાછળ બેઠેલા લોકો પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું ચુસ્ત પાલન કરે તે માટે 15 ફેબ્રુઆરીથી સુરત પોલીસની 40 જેટલી ટીમો મેદાને ઉતરવાની છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશન સહિતની વ્યવસ્થાઓનો ઉપયોગ કરી હેલ્મેટના કાયદાનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. આ સિવાય શહેરની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું પાલન કરે તે માટે સુરત પોલીસ દ્વારા શાળા કોલેજો જોડે પણ સંકલન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટ અને રાજ્ય સરકારના આદેશના પગલે સુરત…

Read More

(જી.એન.એસ) તા. 3 અમરેલી/ગાંધીનગર, અમરેલીના લેટરકાંડમાં બાબતે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, લેટરકાંડના આરોપી મનિષ વઘાસિયાના આક્ષેપો બાદ ફરી અમરેલી પોલીસ અને સરકારની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. મનિષ વઘાસિયાએ જેલમુક્ત થયા બાદ મીડિયા સમક્ષ આવી પોલીસ દ્વારા કેટલાક નામો લેવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. મનિષ વઘાસિયાના આ આક્ષેપો બાદ જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે અને પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે. આ અંગે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી છે. સાથોસાથ સંઘાણીઓ ખુદનો પણ નાર્કોટેસ્ટ કરવાની તૈયારી બતાવી છે. સંઘાણીએ પત્રમાં સવાલ કર્યો છે કે અમરેલી પોલીસના…

Read More