Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 4 ‘હજ સુવિધા એપ’ યાત્રાના અનુભવને વધારવા, ઇન્ફર્મેશન ટેકનોલોજીનો લાભ લેવા માટે શરૂ કરવામાં આવી હતી. યાત્રાળુઓ એપ્લિકેશનનો ઉપયોગ તાલીમ સામગ્રી, રહેઠાણ અને ફ્લાઇટની વિગતો, સામાનની માહિતી, ઇમરજન્સી હેલ્પલાઇન (એસઓએસ), ફરિયાદ નિવારણ, પ્રતિસાદ, ભાષા અનુવાદ અને યાત્રા સંબંધિત વિવિધ માહિતી મેળવવા માટે કરી શકે છે. આ એપ્લિકેશન સાઉદી અરેબિયામાં હજ કામગીરીના સંચાલન માટે તૈનાત સરકારી અધિકારીઓ માટે એક વહીવટી ઇન્ટરફેસ પણ પ્રદાન કરે છે. જે વાસ્તવિક સમયની દેખરેખ અને કટોકટીની પ્રતિક્રિયામાં મદદ કરે છે, અને વધુ સારા સંકલન અને જવાબદારીને સુનિશ્ચિત કરે છે. હજ-2024 દરમિયાન ભારતના કુલ 1,75,025 હજયાત્રીઓમાંથી 78,000થી વધુ હજયાત્રીઓએ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 8,500થી વધુ ફરિયાદો અને 2,100થી વધુ એસઓએસ કોલ્સ એપ્લિકેશન મારફતે હેન્ડલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એપ્લિકેશન દ્વારા બેગેજ આઇડેન્ટિફિકેશનની…
(જી.એન.એસ) તા.4 જુનાગઢ, જુનાગઢ શહેરના નગરપાલિકા ચૂંટણીમાં એક મોટા સમાચાર આવ્યા છે જેમાં 24 બેઠકમાંથી 15 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બન્યો છે. સૌથી વધુ ચર્ચામાં એ છે કે કોંગ્રેસના 15 ઉમેદવારો પોતાના ચૂંટણી ફોર્મ પરત ખેંચી લીધા છે, જેના પરિણામે હવે ભાજપના ઉમેદવારો એ 15 બેઠકો પર વિજયી થવા યોગ્ય બની રહ્યા છે. મળતી માહિતી મુજબ, જુનાગઢના બાંટવા નપામાં ભગવો લહેરાયો છે. બાંટવા નગરપાલિકા બિનહરીફ જાહેર થઈ છે. ભાજપના ઉમેદવાર 15 બેઠક ઉપર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના 15 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હોવાથી આ નિર્ણય થયો છે.…
લાભાર્થીઓએ સેવાઓ મેળવતી વખતે આધાર પ્રમાણીકરણ કરાવવું પડે છે (જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચોક્કસ વંચિતતા અને વ્યાવસાયિક માપદંડોને આધારે સામાજિક આર્થિક અને જાતિ ગણતરી (એસઈસીસી) 2011માંથી શરૂઆતમાં 10.74 કરોડ લાયક કુટુંબોની ઓળખ કરવામાં આવી હતી. વધુમાં, જાન્યુઆરી 2022માં, ભારત સરકારે 11.7 ટકાના દસકાના વસ્તી વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને 12 કરોડ પરિવારોના લાભાર્થીના આધારને સુધાર્યો હતો અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન સામાજિક-આર્થિક પ્રોફાઇલ માટે યોજનાઓના અન્ય ડેટાબેઝનો ઉપયોગ કરવાની રાહત આપી હતી, જે આધારની ચકાસણી કરવામાં આવી છે. માર્ચ 2024માં, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ્સ (આશા), આંગણવાડી કાર્યકરો (એડબ્લ્યુડબ્લ્યુ) અને આંગણવાડી હેલ્પર્સ (એડબ્લ્યુએચ)ના 37 લાખ પરિવારોને પણ આ યોજનામાં શામેલ કરવામાં આવ્યા હતા. વધુમાં, 29.10.2024ના રોજ, સરકારે એબી-પીએમજેએવાયનું વિસ્તરણ કર્યું, જેથી 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને…
ગુજરાતમાં વધુ એક IPSએ આપ્યું રાજીનામું (જી.એન.એસ) તા.4 ગાંધીનગર, ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાતા 1999 બેચના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ઓક્ટોબરમાં પોતાના વય નિવૃત્તિ પહેલા જ અભયસિંહ ચુડાસમાએ આ નિર્ણય લીધો છે. હાલ તેઓ કરાઈ પોલીસ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા, અને તે પહેલાં તેમણે ગાંધીનગર રેન્જમાં IG તરીકે સેવા આપી હતી. IPS અધિકારી અભયસિંહ ચુડાસમા ગુજરાત પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે પોતાની અનોખી ઓળખ બનાવી હતી. જ્યારે મોટા ભાગના અધિકારીઓ CCTV અને અન્ય ટેકનોલોજી પર આધાર રાખીને કામગીરી કરી રહ્યા છે, ત્યારે અભયસિંહ ચુડાસમાનો પોતાની જાતની આગવી રીતે વિકસાવેલું નેટવર્ક હતું. આ નેટવર્કના સહારે તેમણે ગુનેગારોને…
(જી.એન.એસ) તા.4 અમદાવાદ, અમદાવાદ શહેરમાં મોડી રાત્રે શહેરમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં D.J. બંધ કરાવવા ગયેલી પોલીસ ની ટીમ પર અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી હતી. તેમજ પોલીસના સમજાવ્યા બાદ પણ ઝઘડો કરી અમદાવાદ પોલીસ ના અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાને લઈ પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અમદાવાદ પોલીસે બંદોબસ્ત ગોઠવી ઘટનાને કાબૂમાં લીધી હતી અને તપાસ બાદ છ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
(જી.એન.એસ) તા.4 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાહનની સબસીડી લોન માટે લાંચ લેતા 2 સરકારી કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઝડપી પાડ્યા છે. ઇન્ચાર્જ મદદનીશ કમિશનર અને પ્યુન લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ફરિયાદી પાસેથી 4 હજારથી વધુની લાંચ માંગવામાં આવી હતી. આ માળે મળતી માહિતી અનુસાર, ફરીયાદીને વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ. 7.74 લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે સંપર્ક કરતા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પટાવાળા પ્રવિણભાઇ મણીલાલ શ્રીમાળીએ ફરિયાદીનું ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ. 4200/- ની લાંચની માંગણી કરી હતી. મૌલિક પટેલ અને પ્રવીણ…
મેળા વહીવટીતંત્ર દ્વારા અમૃત સ્નાન સુગમ રીતે યોજાય તેની ખાતરી કરવા માટે વ્યાપક વ્યવસ્થા (જી.એન.એસ) તા. 4 પ્રયાગરાજ, વસંત પંચમીના પ્રસંગે ત્રીજું અમૃત સ્નાન પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025 દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું. લાખો ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. કુંભ મેળો ફક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ જ નહીં પરંતુ તેના શુદ્ધ સ્વરૂપમાં એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતા પણ દર્શાવે છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, વસંત પંચમીના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 2.33 કરોડ ભક્તોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. ભારત અને વિદેશના ભક્તોએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાથી એક થઈને પવિત્ર સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. આ દિવ્ય કાર્યક્રમમાં વિવિધ દેશોના સાધુ-સંતો, યોગીઓ, વિદ્વાનો અને ભક્તોએ પણ ભાગ…
(જી.એન.એસ) તા. 4 બાલોતરા, રાજસ્થાનના બાલોતરામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં કારમાં જઈ રહેલા એક જ પરિવારના 5 સભ્યોનું એકસાથે દુખદ અવસાન થયું છે તો આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાબતે પોલીસ મીડિયા સૂત્રોને જણાવ્યા અનુસાર, બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, વધુમાં પોલીસે જણાવ્યું કે ઘાયલોની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર…
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન દ્વારા કરાયેલા નિવેદન પર ઊભો થયો મોટો વિવાદ (જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી, સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા, સપા સાંસદ બચ્ચને કહ્યું, ‘અત્યારે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે?’ કુંભમાં… ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે પાણી દૂષિત થઈ ગયું છે. કોઈ વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત કરી રહ્યું નથી. આ સાથે, સપા સાંસદે મહાકુંભમાં આવનારા લોકોની સંખ્યા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, ‘કુંભમાં આવતા સામાન્ય લોકોને કોઈ ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી નથી, તેમના માટે કોઈ વ્યવસ્થા નથી.’ એવું ખોટું કહેવામાં આવી રહ્યું છે કે કરોડો લોકો ત્યાં…
અમદાવાદ ખાતેની પેઢીમાંથી આશરે 1500 કિ.ગ્રા.નું ભેળસેળયુક્ત પનીર અને તેને બનાવવા માટેના પદાર્થનો જથ્થો પકડી પાડવામાં આવ્યો (જી.એન.એસ) તા.4 અમદાવાદ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્ક્વોડને મળેલ ખાનગી બાતમીને આધારે તા: ૦૪-૦૨-૨૦૨૫ નાં રોજ મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, ૩૨૨૨, આદર્શ સ્કૂલની બાજુમાં, કુબેરનગર જિ. અમદાવાદ ખાતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના…
