Author: devarshi

વિલંબ ફક્ત ઉદ્યોગમાં મંદી હોવાને કારણે નથી, કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી, જે ઉકેલાઈ ગઈ છે, એરફોર્સ ચીફની ચિંતા વ્યાજબી: HAL એમડી  ડી કે સુનિલ (જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, ભારતીય વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ ફાઈટર જેટ્સ બનાવતી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ (HAL) પર ભડકી ગયા છે. એર ચીફ માર્શલે ફાઈટર જેટ તેજસ MK1A ની ડિલિવરીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને HAL પર વિશ્વાસ નથી. ઈન્ડિયન એરફોર્સ ચીફે તેજસ માર્ક 1-Aને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે, ગુજરાત ફસ્ટ તે વીડિયોની જવાબદારી લેતું નથી. વાયુસેનાના વડાએ…

Read More

– લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, 1992થી રામ જન્મમૂમિમાં રામલલાના પૂજારી હતા (જી.એન.એસ) તા. 12 અયોધ્યા/લખનૌ, અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું આજે લખનૌની SGPGI હોસ્પિટલમાં નિધન થયું. વિગતો મુજબ બુધવારે સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસજી ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસ પહેલા તેમની તબિયત અચાનક બગડી ગઈ ત્યારબાદ તેમને લખનૌના SGPGI માં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના મતે તેમને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમની હાલત ગંભીર રહી હતી. આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું હતું કે, લાંબી બીમારી બાદ તેમનું લખનૌના પીજીઆઈમાં સવારે 8…

Read More

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, એક રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન “INDIA 1” પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ માર્ગે 46 મિનિટ સુધી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં રહ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મંજૂરી અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હોવાને કારણે આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ભારતીય વડા પ્રધાનના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોય; ઓગસ્ટ 2023માં પણ પોલેન્ડથી દિલ્હીની મુસાફરી દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતની રાજધાની નવી દિલ્હીથી ઉડાન ભર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન રાત્રે લગભગ 11 વાગ્યે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને 46 મિનિટ સુધી ત્યાં રહ્યું. આ પહેલા, જ્યારે…

Read More

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ૧૯૮૪ના શીખ રમખાણો કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. હવે સજા પર ચર્ચા 18 ફેબ્રુઆરીએ થશે. ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા હતા. ૧ નવેમ્બર ૧૯૮૪ના રોજ સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા અને સજા પર દલીલો માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી. સજા સંભળાવવા માટે સજ્જન કુમારને તિહાર જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ હત્યા કેસમાં, પંજાબી બાગ પોલીસ…

Read More

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, શહેરી ગરીબી નાબૂદીના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, મફતના કારણે લોકો કામ કરવાનું ટાળી રહ્યા છે. લોકોને કોઈ કામ કર્યા વિના રૂપિયા મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે ઘરના અધિકાર સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘દુર્ભાગ્યવશ, આ મફત સુવિધાઓને કારણે… લોકો કામ કરવા તૈયાર નથી.’ તેમને મફત રાશન મળી રહ્યું છે. તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. બેન્ચે કહ્યું, ‘અમે તેમના પ્રત્યેની તમારી ચિંતા સમજીએ છીએ, પરંતુ શું તે…

Read More

(જી.એન.એસ) તા. 12 ઈસ્લામાબાદ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પાકિસ્તાનની મુલાકાત પર છે. આ મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના આમંત્રણ પર થઈ રહી છે. આ દરમિયાન, પાકિસ્તાન-તુર્કી ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક સહકાર પરિષદ (HLSCC) ના સાતમા સત્રનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, પાકિસ્તાન એર્દોગન સાથે ઘણા સોદા કરી શકે છે. આ મુલાકાત દરમિયાન, એર્ડોગનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને કોર્પોરેટ વડાઓ સામેલ હશે. બે દેશના નેતાઓ વચ્ચેની આ મુલાકાતને પાકિસ્તાન અને તુર્કી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે, ક્યાંક એવું કહી શકાય કે આ મુલાકાત પાકિસ્તાન…

Read More

(જી.એન.એસ) તા. 12 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યું હતું કે તેઓ પૂર્વ પ્રમુખ બિડેનના નિર્ણયને ખતમ કરશે જેમાં પ્લાસ્ટિકની જગ્યાએ પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું. ટ્રમ્પે કહ્યું…’બેક ટુ પ્લાસ્ટિક’. જ્યાં એક તરફ ટ્રમ્પના આ નિર્ણયની ટીકા થઈ રહી છે તો બીજી તરફ ઘણા લોકો તેના સમર્થનમાં છે. પોતાના નિર્ણયને લઈને ઈલોન મસ્કે ટ્રમ્પને અત્યાર સુધીના સૌથી મહાન રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ફેડરલ સ્તરે પેપર સ્ટ્રોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે કારણ કે તે ‘ટકાઉ’ નથી. તેમણે કહ્યું કે તેના બદલે પ્લાસ્ટિકના સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રમ્પે ફેડરલ…

Read More

(જી.એન.એસ) તા. 12 એક ઇન્ટરવ્યુમાં સાઉથના પ્રખ્યાત અભિનેતા અજીત કુમારે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે ફરીથી સારો સમય વિતાવી રહ્યા છીએ. અમારો એક નાનકડો અકસ્માત થઇ ગયો. સૌભાગ્યથી કોઇને કંઇ જ નથી થયું. અમે ફરીથી કાર રેસ જીતીશું અને પોતાનું ગૌરવ સ્થાપિત કરીશું. અમે તે મિત્રોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ જેમણે દુર્ઘટના દરમિયાન અમારો સાથ આપ્યો. આ વર્ષે બીજી વખત અજિત દુર્ઘટનાનો શિકાર થયા હતા. ગત્ત મહિને 8 જાન્યુઆરીએ અજિતનો દુબઇમાં અકસ્માત થઇ ગયો હતો. ત્યારથી તેમને કોઇ ઇજા પહોંચી નહોતી. તેઓ 24H દુબઇ 2025 કાર રેસિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે દુબઇમાં હતા. જેના માટે એક્ટરે 6…

Read More

(જી.એન.એસ) તા. 11 અખનૂર, જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ફોરવર્ડ પોસ્ટ પર IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) વિસ્ફોટમાં 2 સેનાના જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ સૈનિકો પેટ્રોલિંગ કરતી વખતે તેમાં ફસાઈ ગયા. એવી આશંકા છે કે આ IED આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. હાલમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. અખનૂર સેક્ટરના લાલેલીમાં વાડ નજીક સેનાનું એક પેટ્રોલિંગ નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે સરહદ નજીક એક IED વિસ્ફોટ થયો. જેમાં ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં…

Read More

(જી.એન.એસ) તા. 11 નડિયાદ, ખેડાના બહુચર્ચિત નડિયાદમાં લઠ્ઠાકાંડમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં ખુલાસો સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફેફસા બંધ થયા હોવાથી મોત થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ મામલે સોડાની અનેક બોટલો કબ્જે કરી FSLમાં રિપોર્ટ અર્થે મોકલવામાં આવી છે. સોડાની બોટલ મૃતક કનું ચૌહાણ દ્વારા લાવ્યાનુ પ્રત્યક્ષદર્શીનું નિવેદન લેવામાં આ્વ્યું છે. સોડાની અંદર કેફી દ્રવ્યની મિલાવટ કર્યાની શક્યતાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે મળતી માહિતી મુજબ, સોડાની અંદર સાઇનાઈટ અને સોડિયમ નાઇટ્રેડ જેવા કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. મોતનું ચોક્ક્સ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથ અને…

Read More