Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
અત્યાર સુધીમાં વિવિધ કોચિંગ સંસ્થાઓને 46 નોટિસ ફટકારવામાં આવી છે (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરીક્ષાના પરિણામ અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ IITianના પ્રશિક્ષણ કેન્દ્ર પ્રા. લિ.ને (IITPK) ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ માલ અથવા સેવાઓની ખોટી અથવા ભ્રામક જાહેરાત ન થાય તેની ખાતરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. CCPA એ અત્યાર સુધીમાં ભ્રામક જાહેરાતો માટે વિવિધ કોચિંગ સંસ્થાઓને 46 નોટિસ ફટકારી છે. CCPA એ 24 કોચિંગ સંસ્થાઓ પર 77 લાખ 60 હજારનો દંડ ફટકાર્યો છે અને તેમને ભ્રામક જાહેરાતો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ચીફ કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાના નેતૃત્વ…
(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી/ અમૃતસર, ફરી એકવાર અમેરિકા દ્વારા લગભગ 180 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે 15 ફેબ્રુઆરી, 2025ના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. મીડિયા સૂત્રો દ્વારા માહિતી અનુસાર, ડિપોર્ટ કરેલા લોકોની સ્ક્રીનિંગ બાદ તેમને તેમના સંબંધિત રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. થોડા દિવસો અગાઉ પણ, અમેરિકા દ્વારા 104 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમને અમેરિકન સૈન્ય વિમાન C-17 ગ્લોબમાસ્ટર દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ પ્રથમ સમૂહમાં પંજાબના 30, હરિયાણા અને ગુજરાતના 35-35, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશ અને ચંડીગઢના 2-2 લોકો સામેલ હતા. વિપક્ષના…
રાજકોટમાં ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો (જી.એન.એસ) તા. 13 રાજકોટ, રાજકોટના જસદણમાં ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, એક કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલામાં મળતી માહિત અનુસાર, રાજકોટમા જસદણમાં કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે, પીડિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી અને તેઓ અવારનવાર ફરવા જતા હતા. આરોપીએ પીડિતાને ફોટો બતાવવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.…
ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્માવત ફિલ્મ સમયે તથા અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પાછા લેવાની માંગણી કરી
(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પાટીદાર આંદોલન વખતે પાટીદાર સમાજના લોકો સામે નોંધાયેલા કેસો પૈકી કેટલાક કેસ તાજેતરમાં પરત લીધા હતા. જેને પગલે હવે ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્માવત ફિલ્મ સમયે તથા અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પાછા લેવાની માંગણી કરી છે. જેમાં ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓને પત્ર લખી કેસો પરત લેવાની માગ કરવામાં આવી છે. રાજપૂત સંકલન સમિતિના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ 10 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. મુલાકાત દરમિયાન આ મુદ્દાની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ રાજપૂત સમાજ અને અન્ય સમાજોના આંદોલનો દરમિયાન…
(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાંથી રહેતી પરિણીતાએ પોતાના ત્રણ બાળકો સાથેઝેરી દવા પી લીધી હતી. જેમાં પરિણીતા અને બાળકનું મોત નીપજ્યુ હતું. જ્યારે બે બાળકીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિણીતાએ બાળકોને કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં નાંખવાની દવા આપી અને પોતે પણ પી લીધી હતી. જીવન ટૂંકાવી દે તેવું અંતિમ પગલું ભરનાર મહિલાએ સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણીએ લખ્યું છે કે,’મમ્મી-પપ્પા, ભાઈ તમે રડતાં નહીં, હંમેશાં ખુશ રહેજો અને એના હાથે મને સિંદૂર પણ ન પૂરતા’ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરિણીત મહિલાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. દવા પીધા બાદ સારવાર માટે ચારેયને…
(જી.એન.એસ) તા. 13 સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં’ પહોંચી યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની કોમેન્ટને લઈ શરુ થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો નથી. રણવીરએ માતા-પિતા માટે કરેલી ખરાબ કોમેન્ટની અસર હવે સમય રૈનાના ગુજરાતના શો પર થઈ છે. જે હવે કેન્સલ થયા છે. સમય રૈના હાલમાં ચારેબાજુ ચર્ચાનો વિષય છે તેનું કારણ છે કેટલાક નેગેટિવ વાતો, સમય રૈનાનો શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં’ ફેમસ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા પહોંચ્યો હતો અને આ શોમાં માતા-પિતા પર ગંદી કોમેન્ટ કરવાને કારણે વિવાદમાં આવ્યો છે. જેની સામાન્ય નાગરિકથી લઈ મોટા સેલિબ્રિટી તેમજ દરેક યુટ્યુબર આ નિવેદનની નિંદા કરી રહ્યા છે,…
હવામાનની પેટર્ન ફરી બદલાઈ, વાતાવરણમાં આવી શકે છે પલટો (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર/અમદાવાદ, દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન ફરી બદલાઈ છે. ઓછી લાઈટના કારણે લોકોને હાઈવે પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઓછી જણાય છે, ઉત્તરપૂર્વ આસામ અને નીચલા ટ્રોપોસ્ફિયરમાં ચક્રવાતી પવનનો વિસ્તાર રચાયો છે. જ્યારે અંબાલાલની આગાહી સાચી સાબિત થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પવનોના રૂપમાં સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતના મેદાનોમાં સમુદ્ર સપાટીથી 12.6 કિલોમીટર ઉપર 231 કિલોમીટર પ્રતિ કલાક (125 નોટ)ની ઝડપે પવન ફૂંકાશે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે ઠંડીમાંથી રાહત…
(જી.એન.એસ) તા. 13 નવસારી, નવસારીમાં એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી જેમાં ડ્રેનેજ ના કામ માટે ખાળકૂવો બનાવતા બે મજૂરો ખાળકૂવામાં ફસાયા હતા. આ ઘટનામાં બે મજૂરો સ્ક્વેર હાઈટ બિલ્ડીંગના ડ્રેનેજનો ખાળકુવો બનાવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના ઈટાડવાથી એરૂ તરફ જતા માર્ગ પર બની હતી. જેમાં ખાળકુવાની દિવાલ ચણતી વખતે દિવાલનો ભાગ પડતા દુર્ઘટના બની હતી. જેમાં દિવાલનો ભાગ પડતા બે મજૂરો અંદર ફસાયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે તરત દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી તે સિવાય નાયબ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી…
(જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, આવકવેરા બિલ, 2025 ગુરુવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, જે આવકવેરા અધિનિયમ, 1961ની ભાષા અને માળખાને સરળ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. સરળીકરણ કવાયત ત્રણ મુખ્ય સિદ્ધાંતો દ્વારા સંચાલિત હતી: ત્રિ-પાંખીયો અભિગમ અપનાવવામાં આવ્યો: સલાહકાર અને સંશોધન-આધારિત અભિગમ સરકારે વ્યાપક હિસ્સેદારોની સંડોવણી સુનિશ્ચિત કરી, કરદાતાઓ, વ્યવસાયો, ઉદ્યોગ સંગઠનો અને વ્યાવસાયિક સંસ્થાઓ સાથે સલાહ લીધી. પ્રાપ્ત થયેલા 20,976 ઓનલાઈન સૂચનોમાંથી, સંબંધિત સૂચનોની તપાસ કરવામાં આવી અને શક્ય હોય ત્યાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. ઉદ્યોગ નિષ્ણાતો અને કર વ્યાવસાયિકો સાથે પરામર્શ કરવામાં આવ્યો અને શ્રેષ્ઠ પ્રથાઓ માટે ઓસ્ટ્રેલિયા અને યુકેના સરળીકરણ મોડેલોનો અભ્યાસ કરવામાં આવ્યો. સરળીકરણ કસરતના પરિણામો માત્રાત્મક અસર સમીક્ષાને કારણે કાયદાના જથ્થામાં નોંધપાત્ર…
(જી.એન.એસ) તા. 13 નડિયાદ, ખેડા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે. આ સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના ભરવાડ વિસ્તારમાં ધુપેલીના સ્લોટમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ અંગેની માહિતી મળતા એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદની ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો છાપતા હતા. એસઓજી પોલીસે પ્રિન્ટર, ચલણ છાપવાના સાધનો અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે.
