Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 11 અમેરિકાના ગ્વાટેમાલામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં 40 લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે અને અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટના તે સમયે બની જ્યારે એક બસ 115 ફૂટ ઊંડા પાણીની ખાડીમાં પડી ગઇ હતી. એ દુર્ઘટના પહેલા, બસનો અન્ય વાહનો સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ “પ્રોગ્રેસો” નામની કંપનીના દ્વારા ચાલી રહી હતી, જે ગ્વાટેમાલાની રાજધાની એવા “ગ્વાટેમાલા સિટી” તરફ જઇ રહી હતી. એ સમયે બીજાં ઘણા વાહનો વચ્ચે ટક્કર થતાં બસ સંતુલન ગુમાવીને ખાડામાં પડી ગઈ. આ ગંભીર અકસ્માતમાં 40 લોકોના મોત…
(જી.એન.એસ) તા. 11 અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના થઈ હતી, આ અકસ્માત અંગે વાત કરીએ તો એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર સોમવારે બપોરે એક દુ:ખદ અકસ્માત થયો. જેમાં બે ખાનગી જેટ અથડાયા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સ્કોટ્સડેલ એરપોર્ટ માટે એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે, આ અથડામણ ત્યારે થઈ જ્યારે એક મધ્યમ કદનું બિઝનેસ જેટ રનવે પરથી ખસી ગયું અને એક ખાનગી મિલકત પર પાર્ક કરેલા બીજા મધ્યમ કદના બિઝનેસ જેટ સાથે અથડાયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, જે વિમાન પાર્ક કરવામાં આવ્યું હતું તે પાર્કિંગ…
ટ્રમ્પના આ પગલાની ભ્રષ્ટાચાર વિરોધી દેખરેખ સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા ટીકા કરવામાં આવી (જી.એન.એસ) તા. 11 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટને બિઝનેસ જીતવા માટે વિદેશી સરકારી અધિકારીઓને લાંચ આપવાના આરોપમાં અમેરિકનો પર કાર્યવાહી કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લેતા દેશમાં ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ 1977 (FCPA)ને રદ્દ કરી દીધો છે.આ એ જ કાયદો છે જેના હેઠળ અમેરિકામાં અદાણી ગ્રુપ સામે તપાસ ચાલી રહી છે. આ આદેશ જારી કરવાની સાથે ટ્રમ્પે ઇલિનોઇસના ભૂતપૂર્વ ગવર્નર રોડ બ્લાગોજેવિચને પણ માફ કરી દીધા હતા,…
(જી.એન.એસ) તા. 11 સાઉદી અરેબિયાએ આ વખતે હજને લઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાએ 14 દેશો માટે 1 વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા. આ દેશોના લોકો સિંગલ-એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકે છે. સાઉદી નાગરિકો અને રહેવાસીઓ નુસુક એપ અથવા સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકે છે. અરજદારોએ તેમની વિગતો ચકાસવાની રહેશે અને તેમની સાથે મુસાફરી કરનારાઓનું પણ નોંધણી કરાવવાની રહેશે. સાઉદી અરેબિયાના નવા નિર્ણય મુજબ, હજમાં બાળકોના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું છે કે, દર વર્ષે હજ દરમિયાન વધતી ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો…
(જી.એન.એસ) તા. 10 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. આ દરમિયાન, બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિન અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહ દ્વારા આ મેચને લઈને એક મોટી જાહેરાત કરી છે, તેમને કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચના પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવી હતું કે, 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના પ્રસંગે, અમને “અંગોનું દાન કરો, જીવન બચાવો”…
(જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું પડશે. હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આજ (11/02/2025) થી આ નિયમનું કડક પાલન કરાવવા માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિકના પોલીસ મહા નિરીક્ષકને પણ આ કામગીરીનું મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા જણાવવમાં આવે છે. આવતીકાલથી કચેરઓમાં ફરજીયાત પણે હેલ્મટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. જો રાજ્યના સરકારી…
(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 2013 માં યુપીએ(UPA) સરકાર દ્વારા ઘડવામાં આવેલ NFSA એક સીમાચિહ્નરૂપ કાયદો છે, જે ગ્રામીણ વસ્તીના 75 % અને શહેરી વસ્તીના 50 %ને સબસિડીવાળું અનાજ પૂરું પાડે છે. આ કાયદો લાખો…
(જી.એન.એસ) તા. 10 મુંબઈ, બોલિવૂડના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ગોરેગાઉં વેસ્ટમાં આવેલી ઓફિસમાં મોટી ચોરી થઈ છે અને ચોર લાખોની કિંમતનો સામાન લઈને ફરાર થઈ ગયો છે. આ કેસમાં પોલીસ પ્રીતમની ઓફિસમાં કામ કરતા વ્યક્તિને શોધી રહી છે. પ્રીતમના મેનેજરે શનિવારે મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓફિસ બોય પ્રિતમની ઓફિસમાંથી 40 લાખ રૂપિયા ભરેલું બેગ લઈને ફરાર થઈ ગયો છે. તે વ્યક્તિ પાસે ઓફિસની દરેક માહિતી હતી. પ્રીતમ તેના તમામ કામ એક જ ઓફિસમાં કરે છે. પોલીસ હાલમાં ઓફિસ બોયને…
મેટ્રો ટ્રેનમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ જોવા જતાં મુસાફરો માટે ખુશખબર (જી.એન.એસ) તા. 10 અમદાવાદ, તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ, અમદાવાદમાં (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર ૮ મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર થી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ ના કોઈ…
(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની તબીયત બગડ્યા બાદ તેમને ખાસ વિમાનથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર શિબૂ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સીએમ હેમંત સોરેન પણ પોતાના પિતાની સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા વર્ષો પહેલા શિબુ સોરેનને મેદાંતા રાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિબુ સોરેનને ગુરૂજીના નામથી પણ ઓળખવામાં આવે છે. શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ છે. યુપીએના પહેલા કાર્યકાળમાં તેઓ કોલસા મંત્રી પણ બન્યા હતા જો કે ચિરુહીડ હત્યાકાંડમાં તેમનું…
