Author: devarshi

સુરક્ષા સેતુ સોસાયટી: પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણથી ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત 45,579 વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજનામાં સામેલ કરવામાં આવ્યા, 79,900થી વધુ વરિષ્ઠ નાગરિકો અને 49,000થી વધુ વિદ્યાર્થીઓનું થયું કાઉન્સેલિંગ (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સપ્ટેમ્બર 2012માં સુરક્ષા સેતુ સોસાયટીની સ્થાપના કરવામાં આવી ત્યારથી રાજ્યભરમાં તેનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે અને રાજ્ય કોમ્યુનિટી પોલીસિંગમાં મોખરે રહ્યું છે. સુરક્ષા સેતુ સોસાયટી પહેલ હેઠળ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ, બાળકોની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આનાથી પોલીસ અને સમુદાય વચ્ચેનું જોડાણ મજબૂત બન્યું છે…

Read More

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી (જી.એન.એસ) તા. 13 IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નવા કેપ્ટનના નામ ની જાહેરાત કરવામાં આવી છે, આરસીબીની ટીમે આઈપીએલ 2025 માટે ટીમની કપ્તાનીની જવાબદારી 31 વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે. રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા T20 લીગમાં અત્યાર સુધી IPLમાં 27 મેચ રમ્યો છે, જેમાં તેણે 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 34.74 ની સરેરાશથી કુલ 799 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 7 અડધી સદી અને એક સદીની ઇનિંગ જોવા મળી. આરસીબીના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પણ રજત પાટીદારને…

Read More

FASTag માટે NPCI એ નવો નિયમ બહાર પડ્યો  (જી.એન.એસ) તા. 13 NPCI દ્વારા FASTag માટે એક નવો નિયમ બહાર પડ્યો છે, આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે પ્રભાવશાળી બનાવવા માટે બનાવાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર કોડ 176 લાગુ પડી શકે છે. આ કોડનો મતલબ છે કે ફાસ્ટેગ પેમેન્ટમાં એરર કે રિજેક્શન. 28 જાન્યુઆરી 2025 ના રોજ બહાર પડેલા NPCI સર્ક્યુલરમાં આ જાણકારી આપવામાં આવી હતી કે, જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો પેમેન્ટ થશે નહીં. ફાસ્ટેગ ઓછા બેલેન્સ, કેવાયસી ના થયું હોય કે પછી રજીસ્ટ્રેશનમાં કોઈ ખામી જણાશે તો પણ બ્લેક લિસ્ટ થઈ શકે છે.…

Read More

(જી.એન.એસ) તા. 13 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગુરુવારે બપોરના સમયે નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. પ્રથમ નજરે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ અકસ્માત નાગાવાસુકી વિસ્તારમાં થયો હતો જ્યાં સુરક્ષા કર્મચારીઓના તંબુ ગોઠવાયેલા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાગવાસુકી વિસ્તારમાં બિંદુ માધવ માર્ગ પર એક પોલીસ કેમ્પ છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓ તંબુઓમાં રહે છે. ગુરુવારે બપોરે અચાનક એક તંબુમાં આગ લાગી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઇટરોએ કોઈક…

Read More

મધ્ય પ્રદેશમાં ઉદ્યોગપતિના દીકરાનું ધોળા દિવસે અપહરણ (જી.એન.એસ) તા. 13 ગ્વાલિયર, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સવારે 6 વાગ્યે બદમાશોએ એક માતાની આંખોમાં મરચાંનો પાવડર નાખી તેના હાથમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું. આ અપહરણની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી દીધી છે. ગ્વાલિયર રેન્જ આઈજી અરવિંદ કુમાર સક્સેનાએ અપહરણ કરાયેલા બાળક વિશે માહિતી આપનારને ₹30,000 નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે બાળકના પરિવાર પાસેથી 4 કલાકનો સમય માંગ્યો છે. જોકે, બાળકનું અપહરણ કરનારા ગુનેગારો વિશે કોઈ સુરાગ મળ્યો નથી. ધોળા દિવસે બાળકોના અપહરણના વિરોધમાં મુરાર વિસ્તારના વેપારીઓએ પોતાના વ્યવસાય બંધ…

Read More

(જી.એન.એસ) તા. 13 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ (ફેક મેસેજ) વાયરલ કરવાના સંબંધમાં પોલીસે પગલાં ભર્યા છે જેમાં, સાત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર FIR નોંધી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ ખાતાઓએ ગાઝીપુરમાં નદી કિનારે મળી આવેલા મૃતદેહોના જૂના વીડિયો પોસ્ટ કર્યા હતા અને તેને મહાકુંભમાં થયેલી નાસભાગ સાથે જોડીને પોસ્ટ કર્યા હતા. સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન, પોલીસને કેટલીક એવી પોસ્ટ મળી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રયાગરાજમાં મહાકુંભ ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ મૃતદેહો ગંગામાં તરી રહ્યા છે. આ પોસ્ટો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.…

Read More

(જી.એન.એસ) તા. 13 રાજસમંદ, ગુજરાતના અમદાવાદથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયેલા યાત્રિકોને રાજસ્થાનમાં એક અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતી યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. બસની બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક મોટો અકસ્માત સર્જાયો. વિગતો એવી પણ સામે આવી છે કે,અમદાવાદના અંબિકા દાલવડાની દુકારના માલિકના 10 વર્ષીય દીકરાના હાથમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અન્ય 30 શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં હતા જેથી આ તમામ લોકોને રાજસંમદ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો. આ અકસ્માત અંગે મળતી વિગતો પ્રમાણે બસમાં સવાર તમામ 48 યાત્રિક તેમના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા.…

Read More

(જી.એન.એસ) તા. 13 લખનૌ, લખનૌ શહેરના બુદ્ધેશ્વર એમએમ લોન ખાતે યોજાઈ રહેલા આ લગ્નના મહેમાનો દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે રસ્તાઓ પર દોડી આવ્યા હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ કાર્યક્રમમાં દીપડો ઘૂસી ગયો હોવાના સમાચારથી લોકો ગભરાઈ ગયા હતા. ડીએફઓ ડો. સીતાશુ પાંડે સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘણી જહેમત બાદ દીપડાને પકડી શકાયો હતો. પરંતુ આ બચાવ પહેલાં જે બન્યું તે ધ્રુજાવી નાખે તેવું હતું. જ્યારે પોલીસ, વન વિભાગની ટીમ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેઓએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. લોકોને ધીરજ રાખવા અને વન વિભાગની ટીમને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. મધ્યરાત્રિએ હાથ…

Read More

(જી.એન.એસ) તા. 13 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો તરત જ શરૂ થશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની લાંબી અને ફળદાયી વાતચીત થઈ. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પરસ્પર મુલાકાતો પર કરાર ઉપરાંત, સાથે મળીને કામ કરવા પર પણ કરાર થયો છે. ટ્રમ્પે કહ્યું કે અમે સંમત થયા છીએ કે અમારી ટીમો યુક્રેન મુદ્દા પર તાત્કાલિક ચર્ચા કરશે. ગયા મહિને ટ્રમ્પે પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિઓ વચ્ચેની આ પહેલી જાણીતી વાતચીત છે, જે…

Read More

(જી.એન.એસ) તા. 13 ઢાકા, ભારતના પડોસી દેશ બાંગ્લાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના દેખાવો બાદ બળવો થયો હતો. આ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર (યુએન હ્યુમન રાઇટ્સ) એ બુધવારે (12 ફેબ્રુઆરી 2025) તત્કાલીન શેખ હસીના સરકાર પર વિરોધીઓ પર હુમલો કરવા અને મારવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. યુએનનો અંદાજ છે કે શેખ હસીના વિરુદ્ધ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પરની કાર્યવાહી દરમિયાન આશરે 1,400 લોકો માર્યા ગયા હતા. જીનીવા સ્થિત કાર્યાલયે એક નવા અહેવાલમાં જણાવ્યું હતું કે સુરક્ષા અને ગુપ્તચર સેવાઓ “વ્યવસ્થિત રીતે” અધિકારોના ઉલ્લંઘનમાં સામેલ હતી જે માનવતા વિરુદ્ધના ગુનાઓ સમાન હોઈ શકે છે અને તેની…

Read More