Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 11 જુનાગઢ, જૂનાગઢ મનપાની ચૂંટણી માં હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ઓળખાતી વોર્ડ નંબર 9 ની સીટ, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે. અહીંથી દિગ્ગજ ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડી રહ્યા છે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા તેમના રાજકીય પદાર્પણની શરૂઆત થઇ રહી છે. પાર્થ કોટેચા મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની જીત વિકાસના એજન્ડા પર આધારિત હોવાનો દાવો કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તેમને ભવનાથ અને મા આંબાની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ સાથે તેમણે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી. નડ્ડા, સી.આર.પાટિલ, ગુજરાતના કર્મનિષ્ઠ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
(જી.એન.એસ) તા. 11 અમદાવાદ, અમદાવાદ સ્થિત સીબીઆઈ કેસ માટેના ખાસ ન્યાયાધીશે બેંક છેતરપિંડીના એક કેસમાં બેંક ઓફ ઈન્ડિયા, એસએમ રોડ શાખા, અમદાવાદના તત્કાલીન ચીફ મેનેજર આરોપી જીવનગીન શ્રીનિવાસ રાવને 1.5 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષ કેદની સજા ફટકારી છે. સીબીઆઈએ 30.10.2023ના રોજ બેંક ઓફ ઈન્ડિયા, એસએમ રોડ બ્રાન્ચ, અમદાવાદના તત્કાલીન ચીફ મેનેજર અને અન્ય લોકો સામે છેતરપિંડી, ક્રેડિટ સુવિધા/લોન મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો, મૂલ્યવાન સિક્યોરીટીની બનાવટ કરવા તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનાહિત ગેરવર્તણૂકના ગુના માટે કેસ નોંધ્યો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી ખાનગી વ્યક્તિઓએ નકલી કોલેટરલ સિક્યોરિટી રજૂ કરી હતી અને મશીનરીના સપ્લાયરના નામે ખાતું પણ ખોલાવ્યું હતું. તેમજ મશીનરી ખરીદવા…
ભારત એક સ્થિર અને વિકસતું બજાર પ્રદાન કરે છેઃ વાણિજ્ય મંત્રીએ ઇઝરાયલમાંથી રોકાણ માટે આમંત્રણ આપતા કહ્યું (જી.એન.એસ) તા. 11 ભારત અને ઇઝરાયલનો સામાન્ય દુશ્મન આતંકવાદ છે અને બંને દેશોના વડા પ્રધાનો તેને નાબૂદ કરવા માટે એક સામાન્ય હેતુ સાથે કામ કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી હતી. શ્રી ગોયલે નોંધ્યું હતું કે, છેલ્લા દાયકામાં, સરકારે દેશના મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં દેશના દરેક ખૂણામાં આર્થિક સમૃદ્ધિ પહોંચાડવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પર ભાર…
તેલંગાણામાં બીયર પીનારાઓને સરકાર તરફથી મોટો ઝટકો (જી.એન.એસ) તા. 11 હૈદરાબાદ, તેલંગાણામાં બીયર નું સેવન કેનરા લોકો માટે માથા સમાચાર આવ્યા છે જેમાં હવે તેમને પોતાનો શોખ પૂરો કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. વાસ્તવમાં રાજ્યમાં બીયરની કિંમતોમાં મોટો વધારો થયો છે. બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ કરાયેલા સુધારેલા ભાવ સરકારની નવી આબકારી નીતિ હેઠળ આવે છે, જેનો હેતુ દારૂના વેચાણમાંથી આવક વધારવાનો છે. તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી, તેલંગાણા દક્ષિણ ભારતમાં બીયરના કંઝપ્શન માટે સૌથી મોંઘા રાજ્યોમાંનું…
(જી.એન.એસ) તા. 11 જબલપુર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા સાત શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં અથડામણ થઈ હતી જેમાં સાત લોકોના કરૂણ મોત થયા હતા. આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 65 કિમી દૂર સિહોરા શહેર નજીક સવારે 8.30 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે ટ્રક અને મિની બસ વચ્ચેની અથડામણમાં આંધ્રપ્રદેશના સાત લોકોના મોત થયા છે. આ તમામ લોકો મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે ટ્રક ખોટી દિશામાંથી હાઈવે પર જઈ રહી હતી, જેના કારણે અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા…
સાયકલ ચલાવવી એ સ્થૂળતા અને પ્રદૂષણનો ઉપાય છે: ડો.માંડવિયા (જી.એન.એસ) તા. 11 કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અગ્રણી સાયકલ ઉત્પાદકો સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રવ્યાપી સાઇકલિંગને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં સાયકલિંગને પ્રોત્સાહિત કરવા અને સાયકલ પહેલ પર ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની ગતિને વધુ વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. “સાયકલ ચલાવવાના શોખને કારણે હું નિયમિતપણે સંસદમાં સાયકલ ચલાવતો હતો. સાયકલ ચલાવવી એ મેદસ્વીપણા અને પ્રદૂષણ સહિત અનેક સમસ્યાઓનો ઉકેલ છે. ડૉ. માંડવિયાએ સાયકલ ઉત્પાદકોને જણાવ્યું હતું કે, આપણે સાઇકલિંગને ફેશનેબલ બનાવવાની, તેને આરોગ્યલક્ષી લાભો સાથે જોડવાની અને તેનું અસરકારક…
શહેરમાં સાંજે 5 વાગ્યાથી ટ્રાફિક નિયમો લાગુ થશે, 12 ફેબ્રુઆરી સુધી ખાસ વ્યવસ્થા રહેશે ભક્તોની સુવિધા માટે, મેળા વિસ્તાર અને શહેરમાં ‘નો વ્હીકલ ઝોન’ લાગુ કરવામાં આવ્યો (જી.એન.એસ) તા. 11 પ્રયાગરાજ, પ્રયાગરાજ મહાકુંભ 2025માં માઘ પૂર્ણિમાના સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે એક ખાસ ટ્રાફિક યોજના બનાવી છે. જે અંતર્ગત, 11 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 4.00 વાગ્યાથી સમગ્ર મેળા વિસ્તારને ‘નો વ્હીકલ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સલામતી અને સુગમ સ્નાન માટે, ફક્ત આવશ્યક અને કટોકટી સેવાઓને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રયાગરાજ આવતા શ્રદ્ધાળુઓના ખાનગી અને જાહેર વાહનો 11 ફેબ્રુઆરીના રોજ સવારે 4.00 વાગ્યા પછી સંબંધિત રૂટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવશે. આનાથી શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થા ટાળી શકાશે અને ભક્તો પગપાળા સ્નાનઘાટ પર સરળતાથી…
AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખવા અને તે ઓપરેટ થાય એ પહેલાં તેમને બંધ કરવા માટે કાર્ય કરવામાં આવશે સાયબર સ્પેસમાં સોફ્ટવેર, સેવાઓ અને વપરાશકર્તાઓનાં પ્રયાસોથી જ સાયબર છેતરપિંડીનો સામનો કરવામાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે (જી.એન.એસ) તા. 11 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, શ્રી બંડી સંજય કુમાર, સમિતિના સભ્યો, કેન્દ્રીય ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ બેઠક દરમિયાન ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા…
મહા કુંભ 2025માં 45 કરોડ શ્રદ્ધાળુઓ (જી.એન.એસ) તા. 11 પ્રયાગરાજ, મહા કુંભ 2025 ઇતિહાસના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંનો એક બની ગયો છે. જેમાં 11 ફેબ્રુઆરી, 2025 સુધીમાં 450 મિલિયનથી વધુ (45 કરોડ) ભક્તોએ સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. રાજ્ય સરકાર 45 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા રાખી રહી હતી. પરંતુ આ સંખ્યા એક મહિનાની અંદર જ પહોંચી ચૂકી છે. મહા કુંભને પૂર્ણ થવામાં હજી 15 દિવસ બાકી છે. આધ્યાત્મિક મહત્વ, ભવ્ય વિધિઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના મિશ્રણ સાથે આ કુંભ મેળાએ ક્રાઉડ મેનેજમેન્ટ, સેનિટેશન અને ડિજિટલ સુવિધામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. મુલાકાતીઓની સંખ્યા 45 કરોડને વટાવી ગઈ છે, ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગામી અમૃત સ્નાન 12 ફેબ્રુઆરી, 2025ના રોજ, માઘ પૂર્ણિમા સ્નાન છે. જે ગુરુ બૃહસ્પતિના પૂજન સાથેના તેના જોડાણ અને હિન્દુ દેવતા ગંધર્વ સ્વર્ગમાંથી પવિત્ર સંગમ તરફ ઉતરે છે. તેવી માન્યતા માટે…
(જી.એન.એસ) તા. 11 મહામહિમો, મિત્રો, હું એક સરળ પ્રયોગથી શરૂઆત કરું છું. જો તમે તમારા મેડિકલ રિપોર્ટને AI એપ પર અપલોડ કરો છો, તો તે સરળ ભાષામાં, કોઈપણ શબ્દપ્રયોગ વિના, સમજાવી શકે છે કે તેનો તમારા સ્વાસ્થ્ય માટે શું અર્થ છે. પરંતુ, જો તમે તે જ એપને ડાબા હાથથી લખતી કોઈ વ્યક્તિની છબી દોરવા માટે કહો છો, તો એપ મોટે ભાગે કોઈ વ્યક્તિને તેના જમણા હાથથી લખતી વ્યક્તિનું ચિત્ર દોરશે. કારણ કે તાલીમી ડેટા પર આ જ વાતનું પ્રભુત્વ છે. તે દર્શાવે છે કે જ્યારે AI ની સકારાત્મક સંભાવના એકદમ અદ્ભુત છે, ત્યાં ઘણા પૂર્વગ્રહો છે જેના વિશે આપણે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે. તેથી જ હું મારા મિત્ર, રાષ્ટ્રપતિ મેક્રોનનો આ…
