Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

ગયા સપ્તાહના જોરદાર ધબડકા બાદ બિટકોઈનમાં નવા સપ્તાહની શરૂઆતથી જ રિકવરી સાથે થઈ છે. મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ફરી એકવાર ૧,૧૫,૦૦૦ ડોલરના સ્તરને પાર કરી ગયો છે, કારણ કે રોકાણકારો ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારો નીચા સ્તરે લેવાલી કરી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા ચીનમાંથી આયાત થતા તમામ સોફ્ટવેર પર ૧૦૦% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ ગયા સપ્તાહમાં ક્રિપ્ટો માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. બિટકોઈને તેના ઓલટાઈમ હાઈ ૧,૨૬,૧૯૮ ડોલરના સ્તર પરથી ધબડકો ખાઈ ૧,૧૧,૩૦૦ ડોલર સુધી નીચે આવ્યો હતો. આ ધબડકાના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૯ અબજ ડોલરનું ધોવાણ થયું હતું. જે ક્રિપ્ટો ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હતું. તેથી વર્તમાન…

Read More

દેશમાં રિટેલ ફુગાવાનો દર સપ્ટેમ્બર માસમાં ઘટીને માત્ર ૧.૫૪% રહ્યો છે, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. ઓગસ્ટમાં ફુગાવાનો દર ૨.૦૭% હતો, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે ૫.૪૯% નોંધાયો હતો. ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ દરમિયાન બીજી વાર છે કે ફુગાવો ૨%થી નીચે રહ્યો છે. જુલાઈમાં પણ તે ૧.૬% રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ખાદ્યચીજોના ભાવમાં ઘટાડો, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવ ઘટવાને કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. ખાદ્યચીજોના રિટેલ ફુગાવાનો દર માઈનસ ૨.૨૮% રહ્યો છે, જે પણ છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછો…

Read More

આઈટી સેક્ટરની અગ્રણી કંપની એચસીએલ ટેક્નોલોજીના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સ્થિર રહ્યાં છે. કંપનીનો નેટ પ્રોફિટ રૂ.૪૨૩૫ કરોડ રહ્યો છે, જે ગયા ક્વાર્ટર એટલે કે જૂન ક્વાર્ટરની તુલનામાં ૧૦.૨%નો વધારો દર્શાવે છે. હાંલકે, વર્ષ દરમિયાન સરખામણી કરીએ તો નફામાં મોટો ફેરફાર નોંધાયો નથી. કંપનીના બોર્ડે રોકાણકારોને ખુશ કરવા માટે શેરદીઠ રૂ.૧૨નું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આવકના દ્રષ્ટિકોણથી, એચસીએલ ટેક્નોલોજીઝનું કુલ રેવન્યૂ ૧૦.૬%ના ઉછાળા સાથે રૂ.૩૧૯૭૨ કરોડ થયું છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં રૂ.૨૮૮૬૨ કરોડ હતું. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિનું માર્ગદર્શન ૩ થી ૫% વચ્ચે જાળવી રાખ્યું છે. સર્વિસીઝ બિઝનેસમાં સારા પરિણામો નોંધાતા કંપનીએ આ ક્ષેત્ર…

Read More

એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ આજે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીનો શેર બીએસઈ પર રૂ.૧૧૪૦ની ઈશ્યૂ પ્રાઈસ સામે ૫૦.૪૪%ના પ્રીમિયમ સાથે રૂ.૧૭૧૫ના સ્તરે લિસ્ટેડ થયો હતો, જેના કારણે રોકાણકારોને શેરદીઠ રૂ.૫૭૫નો નફો થયો છે. માર્કેટ નિષ્ણાતોની અપેક્ષા ૩૨%ના પ્રીમિયમની હતી, પરંતુ એલજીએ તેના કરતાં પણ વધુ આકર્ષક લિસ્ટિંગ આપી રોકાણકારોને ખુશ કરી દીધા છે. લિસ્ટિંગ બાદ શેરે રૂ.૧૭૩૬.૪૦ની ટોચ હાંસલ કરી હતી, જ્યારે ૧૧.૩૦ વાગ્યે તે રૂ.૧૬૬૧ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. લગભગ બે દાયકાથી ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં અગ્રણી રહેલી એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ.૧૧૪૦ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ.૧૧,૬૦૭ કરોડનો આઈપીઓ યોજ્યો હતો, જેને માટે રોકાણકારોમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ આઈપીઓએ કુલ ૪.૫…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૦૦ સામે ૮૨૦૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૦૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૧૧ સામે ૨૫૩૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

અમેરિકાએ ચીનના માલસામાન પર ૧૦૦%નો ટેરિફ લગાવવાના નિર્ણય બાદ ભારતે અમેરિકા સાથેની દ્વીપક્ષીય વેપાર વાટાઘાટોમાં સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ, એવી સલાહ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GTRI) દ્વારા આપવામાં આવી છે. સંસ્થાના રિપોર્ટમાં ભારતને ચેતવણી આપવામાં આવી છે કે અમેરિકા પર વધુ આધાર રાખવા કરતાં આત્મનિર્ભરતાની દિશામાં પ્રયત્નો તેજ કરવા જરૂરી છે. રિપોર્ટ મુજબ ચીન અને અમેરિકાની વચ્ચે ટેરિફ સંબંધિત હાલની કાર્યવાહી અત્યંત આક્રમક સ્વરૂપ ધારણ કરી રહી છે. આવી સ્થિતિમાં ભારતે વાટાઘાટોમાં સમાન શરતો અને હિતોને પ્રાથમિકતા આપવી રહી. સાથે જ, અમેરિકા સાથેના કોઈપણ કરારને અંતિમ ગણવો યોગ્ય નહીં રહે, કારણ કે તેની નીતિઓ વારંવાર બદલાતી રહે છે. ભવિષ્યમાં વૈશ્વિક…

Read More

સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારતની વેપાર ખાધમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના તાજા અહેવાલ મુજબ, દેશની વેપાર ખાધ ૨૮.૦ બિલિયન ડોલર (લગભગ રૂ.૨.૪૮ લાખ કરોડ) સુધી પહોંચી શકે છે, જે ઓગસ્ટમાં નોંધાયેલા ૨૬.૫ બિલિયન ડોલર રૂ.૨.૩૫ લાખ કરોડ) કરતાં આશરે ૧.૫ બિલિયન ડોલર વધુ છે. આ વધારાનું મુખ્ય કારણ સોનાની આયાતમાં થયો ઉછાળો છે. ભાવમાં તેજી હોવા છતાં સપ્ટેમ્બરમાં સોનાની આયાત ઓગસ્ટની સરખામણીએ લગભગ બમણી થવાની સંભાવના છે. તહેવારો અને લગ્નની સીઝન શરૂ થતાં સોનાની માંગમાં તેજી જોવા મળી છે, જેના કારણે આયાતનો વોલ્યુમ વધ્યો છે. આ સાથે, નિકાસ ક્ષેત્રમાં ધીમો પડકાર પણ ખાધ વધારવામાં યોગદાન આપી રહ્યો…

Read More

સપ્ટેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ.૩૦૪૨૧ કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો છે, જે ઓગસ્ટના રૂ.૩૩૪૩૦ કરોડની સરખામણીમાં આશરે ૯% ઓછો છે. આ સતત બીજો મહિનો છે, જ્યારે ઈનફ્લોમાં ઘટાડો જોવાયો છે. જુલાઈ મહિનામાં ઈતિહાસ રચતો રૂ.૪૨૭૦૩ કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા ગત સપ્તાહના અંતે જાહેર કરાયેલા આંકડા મુજબ, સતત ૫૫મા મહિને પણ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નેટ ઈનફ્લો નોંધાયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હજી પણ ઈક્વિટીને લાંબા ગાળાના વેલ્થ ક્રિએશન માટે વિશ્વસનીય વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ઈક્વિટી ફંડ કેટેગરીમાં ફ્લેક્સી કેપ ફંડ્સ સૌથી આગળ રહ્યા છે, જેમાં સપ્ટેમ્બર મહિનામાં રૂ.૭૦૨૯ કરોડનો નેટ…

Read More

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૩ ઑક્ટોબરે પૂર્ણ થયેલા અઠવાડિયામાં ભારતના ફોરેક્સ રિઝર્વ ૬૯૯.૯૬ અબજ રહ્યું છે. અગાઉના અઠવાડિયામાં તે ૭૦૦.૨૪ અબજ ડોલર હતું. આમાંથી વિદેશી ચલણ સંપત્તિ ૫૭૭.૭૧ અબજ ડોલર છે, જેમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવી ચલણનો પણ સમાવેશ થાય છે. સોનાનો હિસ્સો વધીને ૯૮.૭૭ અબજ ડોલર થયો છે, જે અઠવાડિયા દરમિયાન ૩.૭૫ અબજ ડોલરનો વધારો દર્શાવે છે. વિશ્વભરના કેન્દ્રીય બેંકો તણાવપૂર્ણ વૈશ્વિક પરિસ્થિતિમાં સોનાને સુરક્ષિત રોકાણ માનતા તેનું રિઝર્વ વધારી રહી છે. આરબીઆઈએ વર્ષ ૨૦૨૪ પછીથી અંદાજીત ૭૫ટન સોનું ઉમેર્યું છે, જેનાથી કુલ જથ્થો ૮૮૦ ટન થયો છે. હવે કુલ ફોરેક્સ…

Read More

આઇફોનના નિર્માતા અને વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપની ફોક્સકોન તમિલનાડુમાં રૂ.૧૫૦૦૦ કરોડનું રોકાણ કરશે, જેના પરિણામે અંદાજીત ૧૪૦૦૦ નવી નોકરીઓનું સર્જન થશે. રાજ્ય સરકારે આ રોકાણને અત્યાર સુધીની સૌથી મોટી રોકાણ પ્રતિબદ્ધતા ગણાવી છે અને પ્રોજેક્ટના અમલીકરણને ઝડપી બનાવવા માટે ખાસ “ફોક્સકોન ડેસ્ક” સ્થાપવાની જાહેરાત કરી છે. તમિલનાડુ સરકારે ૧૩ ઓક્ટોબરના રોજ આ માહિતી જાહેર કરી હતી. રાજ્યના ઉદ્યોગ પ્રધાન ટીઆરબી રાજાએ જણાવ્યું હતું કે ફોક્સકોનનું આ રોકાણ તમિલનાડુ માટે અત્યાર સુધીનું સૌથી મોટું એન્જિનિયરિંગ રોજગાર સર્જનાર રોકાણ બનશે. રાજ્ય સરકારની રોકાણ પ્રોત્સાહક એજન્સી આ પ્રોજેક્ટ માટે સંકલન, દેખરેખ અને રોજગાર તકોને સુનિશ્ચિત કરવા માટે વિશેષ ફોક્સકોન ડેસ્ક…

Read More