Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
સુપ્રીમ કોર્ટમાં કંપનીના વધારાના રૂ.૯૪૫૦ કરોડના એજીઆર બાકી સંબંધિત અપીલની સુનાવણી થવાની છે. કેન્દ્ર સરકારે વધુ સમય માંગતાં ચુકાદો મુલતવી કરવામાં આવ્યો છે. આ એક મહિના દરમિયાન ત્રીજી વાર છે કે સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. સરકાર તરફથી એવી અહેવાલો સામે આવ્યા છે કે તે વોડાફોન આઇડિયા સાથે એક વન-ટાઈમ સેટલમેન્ટ પર વિચારણા કરી રહી છે, જેમાં વ્યાજ અને દંડ માફી સાથે મુખ્ય રકમ પર છૂટછાટ પણ સામેલ હોઈ શકે છે. આ પગલું કંપનીના નાણાકીય દબાણને ઘટાડવા અને ટેલિકોમ ક્ષેત્રમાં સતત કામગીરી સુનિશ્ચિત કરવા માટે ઉદ્દેશિત છે. રોકાણકારો સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયની રાહ જોઈ રહ્યા છે અને તેનો પ્રભાવ કંપનીની…
ચીનના અમેરિકાને થનારા નિકાસમાં સપ્ટેમ્બર માસમાં અંદાજીત ૨૭%નો ઘટાડો નોંધાયો છે, જે સતત છઠ્ઠો મહિનો છે જ્યારે ચીનના યુએસને નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા છતાં, ચીનની કુલ વૈશ્વિક નિકાસ સપ્ટેમ્બર મહિનામાં વર્ષ દરમિયાન ૮.૩%થી વધી ૩૨૮.૫ અબજ ડોલર સુધી પહોંચી છે, જે અર્થશાસ્ત્રીઓની અપેક્ષાઓ કરતા વધારે છે. ચીન અને અમેરિકાની વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેરિફ વધારાની ભીતિએ દ્વિપક્ષીય વેપાર પર નકારાત્મક અસર પાડી છે. ગયા વર્ષની તુલનામાં ચીનના અમેરિકાને નિકાસમાં સપ્ટેમ્બર મહિનામાં ૨૭%નો ઘટાડો થયો છે, જ્યારે ઓગસ્ટમાં આ ઘટાડો ૩૩%નો નોંધાયો હતો. આ ચીન માટે તેના સૌથી મોટા વેપાર ભાગીદાર દેશમાં નિકાસ માટે પડકારરૂપ પરિસ્થિતિ ઉભી…
રૂબીકોન રિસર્ચ, એક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની જે આર&ડી અને સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેના આઈપીઓને ૧૩ ઓક્ટોબર સુધી ૧૧ ગણું સબસ્ક્રાઇબ મળ્યું છે. NSEના ડેટા અનુસાર, ઇશ્યૂ માટે ૧,૬૪,૫૫,૬૭૦ શેર ઓફર કર્યા હતાં, પરંતુ ૧૮,૦૮,૫૦,૨૯૦ શેર માટે બિડ આવી છે. રિટેલ રોકાણકારો (RIIs)એ ૧૪.૨ ગણું સબસ્ક્રાઇબ કર્યું, બિન-સંસ્થાકીય રોકાણકારોએ ૨૬.૩૭ ગણું સબસ્ક્રાઇબ કર્યું, અને QIBsએ તેમના ફાળવણીના ૨૨૫% બુક કર્યા છે. કંપનીએ કોટક મ્યુચ્યુઅલ ફંડ અને મોતીલાલ મ્યુચ્યુઅલ ફંડ સહિતના એન્કર રોકાણકારો પાસેથી રૂ.૬૧૯ કરોડ એકત્ર કર્યા, જેમાં લગભગ રૂ.૧૬૯ કરોડનો ભાગ એન્કર્સ દ્વારા રોકાયો હતો. આ આપીઓની કુલ કિંમત ૧૩૭૭.૫ કરોડ રૂપિયા છે, જેમાં ૫૦૦ કરોડનો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૭૨ સામે ૮૨૦૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૦૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૭૩ સામે ૨૫૨૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૭ પોઈન્ટના…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધારાની ટેરિફ નીતિએ ભારતીય અર્થતંત્ર સામે નવો પડકાર ઉભો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ “ટેરિફ વોર” માત્ર નિકાસ ક્ષેત્ર માટે નહીં, પરંતુ બેંકો અને MSME સેક્ટર માટે પણ જોખમરૂપ બની શકે છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ અનુસાર ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સીધા પ્રભાવથી નાના અને મધ્યમ ઉદ્યોગોની લોન ચૂકવણી ક્ષમતા પર દબાણ આવી શકે છે. ટેરિફ વધતા તેમની કમાણી અને નિકાસ બંને ઘટશે, જેના કારણે બેંકોની બાકી લોન (NPA) વધવાની આશંકા છે. અહેવાલ મુજબ, MSME ક્ષેત્રમાં NPA નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં ૩.૯% સુધી પહોંચી શકે છે, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં તે ૩.૫૯% હતી.…
વર્ષ ૨૦૨૫માં ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું છે. ચાલુ વર્ષે ભારતીય કંપનીઓએ કુલ ૧૪.૨૦ અબજ ડોલર, એટલે કે અંદાજીત રૂ.૮૫,૨૪૦ કરોડ ઊભા કર્યા છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાએ આઈપીઓ મારફતે ૫૨.૯૦ અબજ ડોલર ભંડોળ ઊભું કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે હોંગકોંગ ૨૩.૪૦ અબજ ડોલર સાથે બીજા અને ચીન ૧૬.૨૦ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી આશરે ૭૪ કંપનીઓએ આઈપીઓ દ્વારા મૂડી ઊભી કરી છે. તાજેતરના કેટલાક મોટા જાહેર ભરણાં મળીને રૂ.૩૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ ઊભું કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી…
ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) બજાર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૫માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ બમણાથી વધુ વધીને ૧૫૩૨૯ યુનિટ થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૬,૧૯૧ યુનિટ હતો. ટાટા મોટર્સે ફરી એકવાર બજારમાં અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર માસમાં ૬૨૧૬ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષની સરખામણીએ ૬૨% નો ઉછાળો દર્શાવે છે. તેનું કુલ EV વેચાણ (સ્થાનિક અને નિકાસ સહિત) ૯૬% વધીને ૯૧૯૧ યુનિટ થયું છે. વર્તમાન ક્વાર્ટરમાં ટાટાના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લગભગ ૨૫,૦૦૦ યુનિટ સુધી પહોંચી ગયું છે, જે તેના…
ભારતમાં ગોલ્ડ ETF સ્કીમોમાં રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં ગોલ્ડ -લિંક્ડ ફંડ્સમાં રેકોર્ડ ૯૦૨ મિલિયન ડોલર, એટલે કે અંદાજે રૂ.૭૬૦૦ કરોડનો ઈન્ફલો નોંધાયો છે. ઓગસ્ટની સરખામણીએ આ વધારો આશરે ૨૮૫% રહ્યો છે. આ સાથે સતત ચોથા મહિને ઈન્ફલો વધારાનો ટ્રેન્ડ નોંધાયો છે, જે એશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. સમગ્ર એશિયામાં ગોલ્ડ ETFમાં સપ્ટેમ્બર દરમિયાન ૨.૧ અબજ ડોલર (અંદાજે રૂ.૧૭૭૦૦ કરોડ)નું રોકાણ આવ્યું છે, જેમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું છે. ચીનમાં ૬૨૨ મિલિયન ડોલર (રૂ.૫૨૦૦ કરોડ) અને જાપાનમાં ૪૧૫ મિલિયન ડોલર (રૂ.૩૫૦૦ કરોડ)ના ઈન્ફલો જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે જર્મની ૮૧૧ મિલિયન ડોલર (રૂ.૬૮૦૦ કરોડ)ના ઈન્ફલો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૭૩ સામે ૮૧૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૦ સામે ૨૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩ પોઈન્ટના…
શેરબજારમાં વધતી વોલેટિલિટીને કારણે નવા ડીમેટ ખાતા ખોલાવવાની ગતિ ધીમી પડી છે. ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં નવા ડીમેટ ખાતાની સંખ્યામાં ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તાજેતરના આંકડા મુજબ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન કુલ ૨.૧૮ કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા છે, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં ૩.૬૧ કરોડ ખાતા ખોલાયા હતા. આ રીતે, એક વર્ષમાં આશરે ૧.૪૦ કરોડ ખાતાઓનો ઘટાડો નોંધાયો છે. હાલ દેશમાં ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૦.૭૦ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ૨૦૨૧માં ફક્ત ૬.૯૦ કરોડ હતી – એટલે કે છેલ્લા ચાર વર્ષમાં ત્રણગણો વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી એનએસડીએલ પાસે ૪.૧૯ કરોડ અને સીડીએસએલ…
