(જી.એન.એસ) તા. ૭
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે તા. ૮ ઓક્ટોબર 2026ના રોજ સવારે 10 વાગ્યે યશોભૂમિ, નવી દિલ્હી ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) ના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.
ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમ 7 થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે. IMC 2026ની થીમ “સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રીઝ” (સીમાઓ વિનાનો વિસ્તાર) છે, જે ડિજિટલ નવીનતા, આગામી પેઢીની કનેક્ટિવિટી અને ટેકનોલોજી-સંચાલિત વિકાસમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.
IMC 2026ના ચાર મુખ્ય સ્તંભો હશે – સૃષ્ટિ: ભવિષ્યનું નિર્માણ; સંવર્ધન: વિકાસને વેગ; સશક્ત: તકોનો વિસ્તાર; અને સુરક્ષા: વિશ્વાસનું મજબૂતીકરણ. તે નવીનતા અને આગામી પેઢીના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી-સંચાલિત આર્થિક વિકાસ, સમાવેશી ડિજિટલ પહોંચ, અને સુરક્ષિત તથા સ્થિતિસ્થાપક ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. IMC 2026 ડિજિટલ ઇકોસિસ્ટમમાં ઉભરતી તકોની શોધ કરવા માટે વૈશ્વિક ટેકનોલોજી લીડર્સ, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઇનોવેટર્સને એકસાથે લાવશે.
2026નું સંસ્કરણ નવ સ્થાપિત મુખ્ય ક્ષેત્રોને આવરી લેશે, જેમાં 5G અને 6G, નેક્સ્ટ-જનરેશન AI નેટવર્ક્સ, સેમિકન્ડક્ટર્સ, નોન-ટેરેસ્ટ્રિયલ નેટવર્ક્સ, સાયબર સિક્યુરિટી, ક્વોન્ટમ કમ્યુનિકેશન, એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશન, સર્ક્યુલર ઇકોનોમી અને ESG, અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ચાર નવા ક્ષેત્રો – સ્માર્ટ મોબિલિટી, સ્ટેડિયમ એક્સપિરિયન્સ, ઔદ્યોગિક રોબોટિક્સ અને ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીમાં પણ તેના ક્ષેત્રીય ફોકસનો વિસ્તાર કરશે.
IMC 2026માં 100થી વધુ દેશોમાંથી 1.5 લાખથી વધુ ઉપસ્થિતો આકર્ષિત થવાની અપેક્ષા છે, જેમાં 500+ ભાગીદારો અને પ્રદર્શનકર્તાઓ, 600+ સ્ટાર્ટઅપ્સ અને 900+ વિચારશીલ નેતાઓ (થોટ લીડર્સ) ની ભાગીદારી હશે. આ કાર્યક્રમમાં 2,000થી વધુ ટેકનોલોજી યુઝ કેસ અને 120થી વધુ સત્રો રજૂ કરવામાં આવશે.

