(જી.એન.એસ) તા. 22
વોશિંગ્ટન,
અમેરિકન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું છે. તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુ પર એક પોસ્ટમાં બ્રાઉનનો યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની સેવા બદલ આભાર માન્યો છે. સી.ક્યુ. બ્રાઉનને હટાવવાની જાહેરાત કરતા, વ્હાઇટ હાઉસે કહ્યું કે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડેન કેન તેમના સ્થાને આવશે. અને આ સાથે તેમણે સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં સેનામાં મોટા ફેરફારો થઈ શકે છે. વહીવટીતંત્રમાં પરિવર્તન આવ્યા બાદ પહેલી વાર બન્યું છે કે જ્યારે દેશના કોઈ વરિષ્ઠ લશ્કરી અધિકારીને આ રીતે દૂર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ સી.ક્યુ. બ્રાઉન નો આભાર માનતા જણાવ્યું કે “હું જનરલ ચાર્લ્સ ‘સીક્યુ’ બ્રાઉનને આપણા દેશ માટે 40 વર્ષથી વધુ સેવા આપવા માટે આભાર માનવા માંગુ છું, જેમાં જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન તરીકેનો તેમનો કાર્યકાળ પણ સામેલ છે. તેઓ એક મહાન સજ્જન છે અને હું તેમને અને તેમના પરિવારને ભવિષ્યમાં શુભકામનાઓ પાઠવું છું,”


