(જી.એન.એસ) તા.૧૮
રાજકોટ,
ખેડૂતોએ રજકો, કપાસના પાકની સાથે ગાંજાનો છોડ પણ ઉગાડ્યો હતો. રાજકોટના જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOGએ ગાંજાના 30 જેટલા છોડ જપ્ત કરી ખેડૂતની પણ ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં ખેડૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં જસદણમાં ગાંજાની ખેતીનું બેફામપણે વાવેતર કરાઈ રહ્યું છે.એસઓજીને બાતમી મળી હતી કે જસદણના હડમતીયા ખાંડા ગામમાં કપાસ સાથે ગાંજાની ખેતી કરાઈ રહી છે, આ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOG (Special Operation Group) દ્વારા કપાસના વાવેતર સાથે ગાંજાના 30 જેટલા છોડ મળી આવ્યા હતા. SOGએ મામલતદાર અને FSLની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી છે, તેમજ ખેડૂત ખોડા રાઘવજજી રોજસરા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં માદક પદાર્થોનું સતત વેચાણ વધી રહ્યું છે. અગાઉ SOGએ જસદણ અને વિંછીયામાં દરોડા પાડ્યા હતા, જેમાં 208 કિલો ગાંજાના માલ સાથે બે ખેડૂતની ધરપકરડ કરી હતી, જેની કિંમત અંદાજે રૂપિયા 20 લાખખ થતી હતી. ખેડૂતોએ રજકો, કપાસના પાકની સાથે ગાંજાનો છોડ પણ ઉગાડ્યો હતો.

