Home ગુજરાત રામ કે નામ, યશવંતસિંહાની ઝારખંડમાં ધરપકડ

રામ કે નામ, યશવંતસિંહાની ઝારખંડમાં ધરપકડ

377
0

(જી.એન.એસ), તા.૪
ઝારખંડના મહુદી ગામમાં રામનવમી નિમિત્તે સરઘસ સાથે નીકળેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંતસિંહાની પોલીસે ધરપકડ કરી છે. આથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લોકોને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ હજુપણ તંગદિલીભરી છે.
યશવંતસિંહા બપોરે બે વાગે હજારીબાગથી બડકાગાવ જુલુસ સાથે નીકળ્યા હતાં. આ રુટ પર 1984થી ધાર્મિક જુલુસ લઈ જવાની મનાઈ છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાનની ધરપકડ અગાઉ ડીસી અને એસપીએ તેમને સમજાવવાના ભારે પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ અફર રહ્યા હતાં. પૂર્વ કેન્દ્રીય પ્રધાનને હજારીબાગથી બડકગાવ જુલુસ નહીં કાઢવા માટે અનુરોધ પણ કરાયો હતો. ત્યારબાદ વહીવટીતંત્રે કડક વલણ અપનાવતાં યસવંતસિંહાએ ધરણા યોજ્યા હતાં.
આ રુટ પર 100 મીટરના અંતરે જ મસ્જિદ છે. આ માર્ગ પર સરઘસ કાઢવામાં આવતાં સ્થાનિક લોકો વાંધો ઉઠાવે છે. આથી 1984થી આ રસ્તે જુલુસ કાઢવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. પોલીસે અગાઉની રાતે જ ધારાસભ્ય મનીશકુમાર જયસ્વાલ અને પૂર્વ ધારાસભ્ય લોકનાથ મહંતો સહિત 10 જણાંની ધરપકડ કરી હતી. તેમને અગાઉ બડકગાવ લઈ જવાયા હતાં. તે પછી બધાને ડમોટાંડ એગ્રીકલ્ચર ફાર્મમાં લઈ જવાયા હતાં. ફાર્મને કેમ્પ જેલમાં ફેરવી નાખવામાં આવ્યું છે.
યશવંતસિહાએ ધરપકડ અગાઉ જણાવ્યું હતું કે તેમને જેલ મોકલી દેવાય તો પણ તેઓ જુલુસ કાઢીને જ રહેશે. તેઓ જામીન પણ નહીં મેળવે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરા કોર્પોરેશને મુખ્ય માર્ગો ખુલ્લા કરવા શરૂ કર્યું અભિયાન
Next articleપ્રખ્યાત કલાકાર અને રાજનેતા વિનોદ ખન્નાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ