Home ગુજરાત વડોદરા કોર્પોરેશને મુખ્ય માર્ગો ખુલ્લા કરવા શરૂ કર્યું અભિયાન

વડોદરા કોર્પોરેશને મુખ્ય માર્ગો ખુલ્લા કરવા શરૂ કર્યું અભિયાન

445
0

(જી.એન.એસ), તા.૪
વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વાર શહેરના મુખ્યમાર્ગોને ખુલ્લા કરવા મેગા ડિમોલેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના તમામ મુખ્ય માર્ગો ને ખુલ્લા કરવા તંત્ર દિવસ રાત એક કરીને કામે લાગી ગયું છે.
વડોદરા શહેર ને સ્વચ્છ સુંદર બનાવવા તેમજ મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સ્થિતિને હળવી રાખવાના ઈરાદે વડોદરા કોર્પોરેશને હાથ ધરેલા મેગા ડિમોલિશન ડ્રાઈવ અભિયાનમાં અત્યાર સુધી કુલ 17 રસ્તાઓ પર લાખો સ્કવેર ફૂટ જગ્યા ખુલી કરવામાં આવી છે દબાણ હટાવની આટલી મોટી કામગીરી કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વાર કરવામાં આવી રહી છે. વડોદરાના મેયર ભરત ડાંગરે કહ્યું હતું કે શહેરને સ્માર્ટ સીટી બનાવવા સૌથી મોટી મુશ્કેલી ટ્રાફિક ભારણને હળવું કેમ કરવું તે હોય છે. વર્ષોથી જે રસ્તાઓ પર દબાણો કરી દેવામાં આવ્યા હતા તેને દૂર કરીને હાલમાં ખુલ્લા કરવામાં આવી રહ્યાં છે
વડોદરા શહેરના રસ્તાઓ પર ચાર ફૂટથી લઇ 24 ફૂટ સુધીના દબાણ હતા. દબાણ હટાવ કામગીરી અન્વયે સામાન્ય વ્યક્તિથી લઇને જિલ્લા કલેક્ટર સુધીના આવશોની દીવાલ થકી રોડ પર કરવામાં આવેલા દબાણને તોડી પાડવામાં આવ્યા છે. મેયરનું કહેવું છે કે 1973 પ્રમાણે જે રસ્તાની પહોળાઈ નક્કી કરવામાં આવી હતી તેને હાલ 40 વર્ષો બાદ ખુલી કરવામાં આવી રહી છે અને આ દબાણ દૂર કર્યા બાદ શહેરના માર્ગોની સુંદરતા અને સ્વચ્છતામાં વધારો થશે અને સાથોસાથ ટ્રાફિક ભારણ ઓછું થઇ જશે.
વડોદરા શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ડ્રાઈવમાં ખુબ નોંધનીય બાબત એ જોવા મળી જે શહેરમાં નાના નાના દબાણોને લઈને જે વિરોધ અને ઘર્ષણ જોવા મળતું હતું તે આજે જોવા મળ્યુ નથી. અતિસંવેદનશીલ ગણાતા વિસ્તાર પાણીગેટથી લઇને યાકુતપુરામાં પણ લોકોએ સાથ સહકાર આપી, દબાણ તોડવા લાગ્યા હતા.
આ મામલે લોકોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા કરવા આવી રહેલી કામગીરી ને આમ જનતા બિરદાવે તો છે પંરતુ જે રીતે રોડ પર આવતા ઐતિહાસિક અને જુના બાંધકામને તોડી પાડવામાં આવી રહ્યા છે તેની સામે લોકોમાં નારાજગી અને રોષ છે. વડોદરાની અસ્મિતા અને સાંસ્કૃતિક ધરોહરો જળવાઈ રહે તેને તોડી પાડવાને બદલે તેનું સમારકામ કરવામાં આવે તેવી લોક લાગણી જોવા મળી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવસંતભાઇ માલવિયાના શંકાસ્‍પદ મૃત્‍યુની ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશો આપતા ખળભળાટ
Next articleરામ કે નામ, યશવંતસિંહાની ઝારખંડમાં ધરપકડ