Home મધ્ય ગુજરાત અમદાવાદ અમિત જેઠવા હત્યા કેસ : ગુજરાત હાઇકોર્ટમાંથી દિનુ બોઘા સોલંકી સહિત અન્ય...

અમિત જેઠવા હત્યા કેસ : ગુજરાત હાઇકોર્ટમાંથી દિનુ બોઘા સોલંકી સહિત અન્ય 6 આરોપીઓનો છુટકારો

19
0

(જી.એન.એસ) તા. 6

અમદાવાદ,

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપ નેતા અને પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકી અને અન્ય તમામ આરોપીઓને મોટી રાહત મળી છે, આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટે આરોપીઓને રાહત આપવા પર કારણ આપ્યું કે તપાસ એજન્સીઓ હત્યાના કારણની સત્યતા શોધવામાં નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે RTIએક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ 2010માં અમદાવાદ હાઈકોર્ટ નજીક હત્યા થઈ હતી. હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાને કેટલાક લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ હત્યામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા તથા અન્યોની સંડોવણી સામે આવતા તમામની ધરપકડ કરાઈ હતી. જો કે પૂર્વ સાંસદ દિનુ બોઘા આરોપી હોવા છતાં જામીન પર બહાર હતા.

અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો છે. આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટે આરોપીઓને રાહત આપવા પર કારણ આપ્યું કે તપાસ એજન્સીઓ હત્યાના કારણની સત્યતા શોધવામાં નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે RTIએક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ 2010માં અમદાવાદ હાઈકોર્ટ નજીક હત્યા થઈ હતી. હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાને કેટલાક લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ હત્યામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા તથા અન્યોની સંડોવણી સામે આવતા તમામની ધરપકડ કરાઈ હતી. જો કે પૂર્વ સાંસદ દિનુ બોઘા આરોપી હોવા છતાં જામીન પર બહાર હતા.

ઉલ્લેખનીય  છે કે અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી ઉપરાંત આ કેસમાં કુલ 7 આરોપી છે. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણનો સમાવેેશ થાય છે. આજે તપાસ એજન્સની નિષ્ફળતાના પગલે આ તમામને રાહત મળી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આ હાઈપ્રોફાઈલ બેઠકો પર થશે મતદાન
Next articleઅમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી