Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી

19
0

લોકસભા ચૂંટણીના વોટીંગના બરાબર એક દિવસ પહેલા આવ્યો ધમકીભર્યો ઈ-મેલ

(જી.એન.એસ) તા. 6

અમદાવાદ,

લોકસભા ચૂંટણીના વોટીંગના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં હાહાકાર મચી જવા પામ્યો હતો, આ ઈમેલ કોણે અને કેમ મોકલ્યો, તેને લઈને અમદાવાદ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે એવું કહ્યું કે ઈમેલ રશિયન સર્વરમાંથી મોકલાયો હતો જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. હાલમાં પોલીસ ઈમેઈલની સત્યતા ચકાસી રહી છે. સ્કૂલોને ધમકીભર્યો ઈમેઈલ મળ્યાં બાદ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શહેર ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) સહિતની વિશેષ ટીમો સ્કૂલોની સલામતી સુનિશ્ચિત કરવાના કામમાં લાગી ગઈ હતી અને તાબડતોબ તપાસ શરુ કરી દેવાઈ હતી.

આ ઈમેલ કોણે અને કેમ મોકલ્યો, તેને લઈને અમદાવાદ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે એવું કહ્યું કે ઈમેલ રશિયન સર્વરમાંથી મોકલાયો હતો જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. હાલમાં પોલીસ ઈમેઈલની સત્યતા ચકાસી રહી છે. ઈમેઈલ મોકલનાર વ્યક્તિ પોતાની ઓળખ તૌહીદ વોરિયર તરીકે ઓળખાવી હતી અને શહેરભરમાં “ઇતિશાદી” દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી આપી હતી. સંદેશમાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી.

ડ્રાઈવ ઇન પાસેની એશિયા સ્કૂલ, થલતેજમાં આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમિત જેઠવા હત્યા કેસ : ગુજરાત હાઇકોર્ટમાંથી દિનુ બોઘા સોલંકી સહિત અન્ય 6 આરોપીઓનો છુટકારો
Next articleગુજરાતના 29,500 બિલ્ડિગ અને 50 હજાર બૂથ પર મતદાન થશે: ગુજરાત ડીજીપી વિકાસ સહાય