Home ગુજરાત ગાંધીનગર ગુજરાતના 29,500 બિલ્ડિગ અને 50 હજાર બૂથ પર મતદાન થશે: ગુજરાત ડીજીપી...

ગુજરાતના 29,500 બિલ્ડિગ અને 50 હજાર બૂથ પર મતદાન થશે: ગુજરાત ડીજીપી વિકાસ સહાય

19
0

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન યોજાશે ત્યારે DGP વિકાસ સહાય દ્વારા ચૂંટણીને લઇને પોલીસ વિભાગની કામગીરી સાથે જોડાયેલી માહિતી આપતા કહ્યું હતું કે, મતદાન મથકો પર યોગ્ય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી થાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતના 29,500 બિલ્ડિગ અને 50 હજાર બૂથ પર મતદાન યોજાશે. મતદાન મથક પર તો સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશેજ સાથે-સાથે સતત દરેક બુથ પર પોલીસ પેટ્રોલિંગ કરાશે.. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે વાત સુનિશ્ચિત કરાશે.. તેમણે કહ્યું કે મોબાઇલ પેટ્રોલિંગમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ બન્ને જોડાશે. આ સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રહેશે.. જે દરેક સ્થતિમાં ઝડપથી રિસ્પોન્સ આપશે.

ગુજરાત ના પોલીસ વડા વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી આચારસંહિતા લાગુ થઇ ત્યારથી ગુજરાત પોલીસ તરફથી ખુબજ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. સાથે જ અસમાજિક તત્વો કોઇ વિક્ષેપ નકરે તે માટે અસરકારક અટકાયતી પગલાની ઝુંબેશ પણ હાથ ધરી હતી, અને અનેક લોકોની અટકાયત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Next articleએક કોલેજમાં પરફોર્મ કરતી વખતે ભીડમાંથી એક વ્યક્તિએ સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી