Home વ્યાપાર જગત - BUSINESS યુક્રેન – રશિયા યુદ્વ, યુએસ ફેડરલ રિઝર્વનો વ્યાજદરોમાં વધારો અને ક્રૂડ ઓઇલના...

યુક્રેન – રશિયા યુદ્વ, યુએસ ફેડરલ રિઝર્વનો વ્યાજદરોમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા પર ભારતીય શેરબજારની નજર…!!

67
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૪.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૪૬૩.૧૫ સામે ૫૬૭૪૧.૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૫૨૧.૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૯૫.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૪.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૦૩૭.૫૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૬૯.૩૫ સામે ૧૭૦૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૯૯૬.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૨.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૧૭૨.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ફુગાવાનો આંક માર્ચ માસમાં વધીને ૧૪.૫૫%ની ઊંચાઈએ જાહેર થતાં અને હજુ સતત વધતી મોંઘવારીનો દાનવ દેશના અર્થતંત્રને ડામાડોળ કરી મૂકશે એવી ભીતિ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન વધતું જતું હોવાથી અને ચાઈના સહિતના દેશોમાં કોરોનાએ ફરી વ્યાપક સ્તરે ભરડો લેવા માંડયો હોઈ અને બેરોજગારીમાં ચિંતાજનક વધારો તેમજ પડોશી દેશો શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ સહિતની આર્થિક પાયમાલીના અહેવાલો વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ પરિસ્થિતિમાંથી ભારત અલિપ્ત ન રહી શકે અને એ માટે પડકારોનો સામનો કરવો પડશે એવા નિવેદનની નેગેટીવ અસર છતાં ફંડોએ આજે આરંભથી જ ઓટો, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં આક્રમક તેજી કરતાં બીએસઇ સેન્સેક્સ ૫૭૪ પોઈન્ટથી અને નિફટી ફ્યુચર ૨૦૩ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. 

સતત બીજા દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર સ્ટાર પરફોર્મર રહ્યો હતો. ગઇકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીના ૬૫માં જન્મ દિવસે જ કંપની વૈવિધ્યિકરણ સાથે વૈશ્વિક જાયન્ટ બની હજુ બિઝનેસ પાયો વિસ્તારી રહી હોઈ અને નવા યુગના બિઝનેસ ક્ષેત્રોમાં એક્વિઝિશનો કરતાં રહી અસાધારણ વિકાસ કરવાના માર્ગે સતત આગળ વધી રહી હોઈ ફંડોએ શેરમાં મોટી ખરીદી કરતાં માત્ર ૨ દિવસમાં અંદાજિત ૭% ઉછળીનેબંધ રહ્યો હતો. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્ચ ૨૦૨૨ અંતના ચોથા ત્રિમાસિકના પરિણામ આગામી દિવસોમાં જાહેર થનાર હોઈ આ વખતે કંપની ચોખ્ખા નફામાં ૬૨ થી ૬૮% ની રેન્જમાં વૃદ્વિ હાંસલ કરશે એવા અંદાજોએ શેરમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, પાવર અને ફાઇનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૨ અને વધનારની સંખ્યા ૧૭૩૮ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુરોપમાં યુદ્ધ અને યુએસ ફેડરલ રિઝર્વના અપેક્ષિત વધારાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને વ્યાજદરોમાં વધારો એ ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટા પડકારો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા છ માસિકગાળામાં ખાનગી ક્ષેત્રમાં મૂડી ખર્ચ એટલે કે કેપેક્સમાં ઝડપી રિકવરી જોવા મળી શકે છે. બેંક ધિરાણ વધવા લાગ્યું છે ખાસ કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રમાં ધિરાણ વધ્યું છે. એપ્રિલ – જૂન ૨૦૨૦માં રોગચાળાએ ભારતીય અર્થવ્યવસ્થાને વેરવિખેર કરી નાખી હતી. કેન્દ્ર સરકારે આ કપરા સમયમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર રોકાણ કર્યું હતુ. ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ના અને ૨૦૨૨-૨૩ માટેના લક્ષ્યાંકોમાં કેન્દ્રના મૂડીરોકાણ ખર્ચમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે તેમ છતાં ખાનગી ક્ષેત્ર તેની રોકાણ યોજનાઓને વધારવામાં અસમર્થ જોવા મળ્યું છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રૂ.૭.૫ લાખ કરોડના મૂડીખર્ચનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંથી રૂ.૧ લાખ કરોડ રાજ્યોને તેમની મૂડી જરૂરિયાતો માટે લાંબા ગાળાની, વ્યાજમુક્ત લોન તરીકે આપવામાં આવશે. ફેડ દ્વારા દરમાં વધારા અંગે આક્રમક નીતિથી આશ્ચર્યચકિત છે કારણ કે યુએસમાં ફુગાવો ફેબ્રુઆરી બાદમાં માર્ચ માસમાં પણ ચાર દાયકાના નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. ફેડ અમેરિકામાં વ્યાજદર ૨.૭૫% સુધી વધવા દેશે. ફેડની આગામી બે બેઠકો સ્પષ્ટ ચિત્ર વધુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેડે વ્યાજ દરમાં ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયા – યુક્રેન યુદ્વની કટોકટીના કારણે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનું વલણ…!!
Next articleફુગાવાના અત્યંત જોખમી પરિબળ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે પણ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.