Home વ્યાપાર જગત - BUSINESS ફુગાવાના અત્યંત જોખમી પરિબળ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે પણ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી...

ફુગાવાના અત્યંત જોખમી પરિબળ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે પણ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ…!!

82
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૪.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૦૩૭.૫૦ સામે ૫૭૪૫૮.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૩૧૧.૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૭૯.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૪.૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૯૧૧.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૬૨.૭૦ સામે ૧૭૨૩૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૨૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૧.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૧૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફુગાવાના અત્યંત જોખમી પરિબળ અને યુક્રેન – રશિયા યુદ્વ વકરી રહ્યું હોઈ જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે વૈશ્વિક આર્થિક મંદીના વધી રહેલા જોખમને પરિણામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા વિશ્વ સાથે ભારતના આર્થિક વિકાસના અંદાજને ઘટાડવામાં આવ્યાની નેગેટીવ અસરે શેરોમાં સતત મોટાપાયે વેચવાલ બનેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલી બાદ આજે ઓટો, સીડીજીએસ, ફાઇનાન્સ, ઈન્ડસ્ટ્રીયલ, આઇટી, એનર્જી અને હેલ્થકેર શેરોમાં શોર્ટ કવરિંગની તેજી કરી હતી. આઈએમએફ દ્વારા વૈશ્વિક આર્થિક વૃદ્વિ માટે ચિંતા વ્યક્ત કરવામાં આવતાં અને ચાઈના સહિતના દેશોમાં કોરોનાના ફરી ઉપદ્વવના કારણે ઔદ્યોગિક પ્રવૃતિ મંદ પડવા સાથે ફયુલની વૈશ્વિક માંગ ઘટવાના અંદાજોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટાડા તરફી રહેતા આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ વેલ્યુબાઈંગ કર્યું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત ત્રીજા દિવસે ફંડોની મોટી ખરીદી થતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક આર્થિક વૃદ્વિ નબળી પડવાની આઈએમએફ દ્વારા ચિંતા વ્યકત કરાતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી થતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો અટક્યા સાથે ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા નવા વાહનો લોન્ચ કરીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસો સફળ થઈ રહ્યા હોઈ વાહનોની ખરીદી વધવાના અંદાજોએ આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૩ લાખ કરોડ વધીને રૂ.૨૭૧.૭૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૫ અને વધનારની સંખ્યા ૨૨૭૬ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આગામી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પોલસી સમીક્ષા અનેક કારણોસર હંમેશા ખાસ રહેશે. પહેલું એ છે કે એપ્રિલની પોલિસીમાં જાહેર થયેલા આશાવાદ પછી, વસ્તુઓ ઘણી અલગ દેખાઈ રહી છે. યુક્રેનમાં રશિયાનું યુદ્ધ એક નવું બાહ્ય બળ રહ્યું છે. યુએસ ફેડએ દરમાં વધારો કર્યો છે અને હવે તે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ રોલબેક પર નિશ્ચિત છે, અને ફુગાવાના પરિપ્રેક્ષ્યો તદ્દન ભયજનક લાગે છે. રેપો રેટ યાથાવત રાખવામાં આવ્યો હોવા છતાં મોનેટરી પોલિસી કમિટી એ કેટલાક આશ્ચર્ય સર્જ્યા છે. વલણ અનુકુળ રાખવામાં આવ્યું છે. જોકે, કોમેન્ટ્રીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફુગાવાની ચિંતાને ધ્યાનમાં લેવાઈ છે.

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અને ફુગાવા અંગેના અનુમાનમાં જે ફેરફારો અપેક્ષિત હતા તે છે. અહીં, આરબીઆઈ ખૂબ જ આક્રમક છે, ખાસ કરીને વૃદ્ધિ પર, જે નબળાઈઓ કરતાં વધુ શક્તિઓને પ્રકાશિત કર્યા પછી ૭.૮ ટકાથી ઘટીને ૭.૨ ટકા છે. સરકારના અંદાજપત્રીય આંકડાઓ પર તેની અસર પડશે. આ પગલા ચોક્કસપણે સંકેત કરે છે કે વ્યાજ દરો વધારવામાં આવશે અને આગામી બે નીતિઓમાં બે રેપો રેટમાં વધારો થવાની સંભાવના છે સિવાય કે ફુગાવો ઝડપથી નીચે ન આવે, જે અસંભવિત લાગે છે. આરબીઆઈ આ વર્ષની શરૂઆત કરીને થોડા વર્ષોમાં ધીરે ધીરે આ લિક્વિડિટી પાછી ખેંચી લેશે. આ નાણાકીય વર્ષમાં બેન્કો દ્વારા તેમના રોકાણ પોર્ટફોલિયોને વધુ સારી રીતે સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુક્રેન – રશિયા યુદ્વ, યુએસ ફેડરલ રિઝર્વનો વ્યાજદરોમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા પર ભારતીય શેરબજારની નજર…!!
Next articleદુનિયાનો સૌથી મોંઘો શેર કે, જેની કિમતથી અમુક વીઘાના ખેતરો માલિક બની શકાય
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.