Home વ્યાપાર જગત - BUSINESS રશિયા – યુક્રેન યુદ્વની કટોકટીના કારણે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે...

રશિયા – યુક્રેન યુદ્વની કટોકટીના કારણે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનું વલણ…!!

80
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૧૬૬.૭૪ સામે ૫૭૩૮૧.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૦૦૯.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૫૫.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૩.૫૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૪૬૩.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૨૯.૬૦ સામે ૧૭૨૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૮૪૩.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૦.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૮.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૯૧૦.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ યુક્રેન – રશિયા યુદ્વ વકરી રહ્યું હોઈ જીઓપોલિટિકલ ટેન્શન વધવા સાથે વિશ્વના અનેક દેશોમાં ફુગાવાનો વિકરાળ રૂપ ધારણ કરીને ઘણા દેશોના અર્થતંત્રને ડામાડોળ કરી રહ્યા સાથે ભારતમાં પણ ક્રુડ ઓઈલના ઊંચા ભાવના કારણે પેટ્રોલ, ડિઝલ અત્યંત મોંઘા બન્યા બાદ હવે ફુગાવાનો માર્ચ મહિનોના આંક ૧૪.૫%ની રેકોર્ડ ઊંચાઈ જાહેર થતાં આ પડકારરૂપ પરિસ્થિતિને લઈ ફંડોએ શેરોમાં આજે કડાકો બોલાવી દીધો હતો. ફુગાવો વધતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની જવાની પરિસ્થિતિ ઊભી થઈ હોઈ મોંઘવારી અને આર્થિક વિકાસ વચ્ચે સમતુલન જાળવવાના સૌથી મોટા પડકારની સ્થિતિ અને પડોશી દેશો શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળમાં પરિસ્થિતિ વણસી રહી હોઈ ભારત માટે પણ ચિંતાની સ્થિતિએ ફોરેન ફંડોએ શેરોમાં અંતિમ કલાકમાં ઓફલોડિંગ વધાર્યું હતું.

એફઆઈઆઈ – વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની ચાલુ માસમાં કેશ સેગમેન્ટમાં અંદાજીત રૂ.૧૭,૧૪૯.૮૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી છે. એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં તેજી સામે આઇટી, ટેક, એફએમસીજી, પાવર , રિયલ્ટી અને યુટિલિટીઝ શેરોમાં ફંડોએ વેચીને હળવા થવાનું પસંદ કરતાં બીએસઇ સેન્સેક્સ અફડાતફડીને અંતે ૭૦૩ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૩૧૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક મોટાપાયે વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૬૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૫.૭૭  લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૯ અને વધનારની સંખ્યા ૧૨૩૪ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રશિયા – યુક્રેન યુદ્વની કટોકટી વકરતાં વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધવા સાથે ભારતીય શેરબજાર પણ અલિપ્ત નહીં રહી વધેલા ટેન્શન અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો અને આર્થિક મોરચે આ યુદ્વના મોટા નેગેટીવ પરિણામો વચ્ચે યુક્રેન અને રશિયા પૂર્ણ યુદ્વ વિરામ માટે સંમત નહીં થયા હોઈ, ત્યારે આગામી દિવસોમાં બન્ને દેશો યુક્રેન – રશિયા વચ્ચે થનારી મંત્રણા અને બન્ને દેશો વચ્ચે યુદ્વની પરિસ્થિતિ હળવી થવાની એક આશા  સાથે તેની પ્રગતિ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

વૈશ્વિક બજારોમાં અફડા તફડી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત છે. યુક્રેન યુદ્વ ની અસરમાં ક્રુડ અને ગેસના ભાવમાં વધારા પાછળ વૈશ્વિક ફુગાવો વધી રહ્યો હોઈ ભારત માટે પણ ચિંતા હોવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં નિવેદન અને આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડવાના અને  ફુગાવામાં વૃદ્વિના અંદાજો છતાં વ્યાજ દર યથાવત રાખીને આર્થિક વૃદ્વિને સપોર્ટ આપવાનો પ્રયાસ કરાયો હતો, જો કે જીઓપોલિટીકલ ટેન્શન હજુ કાયમ હોઈ અને ફુગાવાના પરિબળ સાથે વૈશ્વિક પરિબળો અનિશ્ચિત છે. જેમાં હવે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં કંપનીઓના પરિણામોની અપેક્ષા વચ્ચે આગામી દિવસોમાં સાવચેતી યથાવત રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તર ગુજરાતમાં સર્જાશે ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ : હિમાંશુ ઉપાધ્યાય
Next articleયુક્રેન – રશિયા યુદ્વ, યુએસ ફેડરલ રિઝર્વનો વ્યાજદરોમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા પર ભારતીય શેરબજારની નજર…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.