Home અન્ય રાજ્ય શિવરાજ સિંહ ચૌહાણની રાષ્ટ્રીય રાજનીતિમાં થશે ભવ્ય એન્ટ્રી, વડાપ્રધાન મોદીએ આપ્યા સંકેત

શિવરાજ સિંહ ચૌહાણની રાષ્ટ્રીય રાજનીતિમાં થશે ભવ્ય એન્ટ્રી, વડાપ્રધાન મોદીએ આપ્યા સંકેત

13
0

(જી.એન.એસ) તા. 28

ઈન્દોર/ભોપાલ,

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા શિવરાજ સિંહ ચૌહાણની રાષ્ટ્રીય રાજનીતિમાં ભવ્ય એન્ટ્રી થવા જઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતેજ આપ્યા સંકેતો, પીએમના આ નિવેદન બાદ મધ્યપ્રદેશ ના રાજકારણમાં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

મધ્યપ્રદેશના હરદામાં એક રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ શિવરાજ સિંહ ચૌહાણના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પાર્ટી સંગઠનમાં હોય કે મુખ્યમંત્રી રહીને અમે સાથે મળીને કામ કર્યું છે. પીએમ મોદીએ રેલીમાં કહ્યું, “જ્યારે શિવરાજ સંસદમાં ગયા ત્યારે હું પાર્ટીના મહાસચિવ તરીકે તેમની સાથે કામ કરતો હતો. હવે હું તેમને ફરી એકવાર મારી સાથે દિલ્હી લઈ જવા માંગુ છું.”

શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી છઠ્ઠી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ દિવંગત અટલ બિહારી વાજપેયી (1991) અને સુષ્મા સ્વરાજ (1991, 2009 અને 2014) જેવા દિગ્ગજ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રામનાથ ગોએન્કા 1971માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

તેમના નામની જાહેરાત બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ સીટ તેમને વાજપેયીએ સોંપી હતી અને ખુશીની વાત છે કે તેમને 20 વર્ષ બાદ ફરીથી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળી રહ્યો છે. ચૌહાણે કહ્યું હતું કે, ભાજપ મારી માતા છે, જેણે મને બધું આપ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનામતને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
Next articleવેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદ