Home ગુજરાત ગાંધીનગર કોબા ખાતે કેન્સરને લઈ રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો, અન્ય રાજ્યના...

ગાંધીનગર કોબા ખાતે કેન્સરને લઈ રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો, અન્ય રાજ્યના પ્રોફેસરો હાજર…..

276
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા) તા.11/૦૯

કેન્સર એક એવો રોગ છે જેની સારવાર લેવા પછી પણ  દર્દીઓ હારી જાય છે. વર્ષ બે વર્ષ અથવા વધાર વર્ષોથી સારવાર ચાલુ રાખી કેન્સરથી લડે છે છતાં આખરે તે જિંદગીને બાય બાય કહી મોતને ગળે લગાવી લે છે. આજે કેન્સરને થી કેવી રીતે જીતવો, કેન્સર હોવા છતાં સ્વસ્થ કેવી રીતે રહેવું તે આ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ સિપોસીયમ ઓન બેઝીક એન્ડ ટ્રાન્સલેશન રિસર્ચની સેમિનાર કાર્યક્રમ માં લોકોને સમઝાવવામાં આવ્યું હતું. આ સેમિનાર આયોજન ગાંધીનગર કોબા ખાતે આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચમાં કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય કક્ષાના ના ડોક્ટરોએ હાજરી આપી હતી. સાથે સાથે આ સિમ્પોસિયમ અંતર્ગત ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, ડૉક્ટર વિદ્યાર્થીઓ અને જાણીતા વૈજ્ઞાનિકો દેશભરમાંથી અને દેશની બહારથી પણ ભાગ લઈ કેન્સર નષ્ટ કરવાની મુહિમ માટે હાજરી આપી હતી.

સિમ્પોસિયમના બે દિવસીય સેમિનારમાં ડો.યતીન એમ વ્યાસ, ડાયરેક્ટર પીડિયાટ્રિક હિમેટોલોજી એન્ડ એનકો લોજી,  ડો એલોરા સેન નેશનલ બ્રેન રિસર્ચ સેન્ટર આવા મહાન નેતૃત્વ ધરાવતા કેન્સરના પ્રોફેસરોએ આ બે દિવસીય સેમિનાર માં ભાગ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી લોકો કે કેન્સર પ્રત્યે જાગૃત કર્યા હતા. ત્યાર બાદ જય ભારત રેડ્ડીયે પોતાનું મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે કેન્સર થી બચવા માટે સમગ્ર જનહિતનું સાથ હોવો જોઈએ અને કેન્સર ને હરાવવા માટે દર્દીએ તેના ઉપાય કરી લાડવો જોઈએ. જયભારત રેડ્ડીયે આ જીવલેણ  રોગ સામે લડવા માટેની ભાવિ વ્યૂહરચનાઓ અને પડકારો શોધવા માટેની ચર્ચા કરી હતી.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ એ એક ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્યની એક અગ્રણી અને વિકસિત સંશોધન યુનિવર્સિટી છે જેમાં કેન્સર ને લઈ અવાર નવાર સેમિનાર અને લોક જાગૃતિના કાર્યક્રમો યોજાય છે. કેન્સર એક જીવલેણ રોગ છે અને તે વિશ્વભરમાં મૃત્યુનું બીજું મિખ્ય કારણ બન્યું છે. કેન્સર એ સમાજમાં એક સામાજિક આર્થિક ભાર છે.જેથી કેન્સર થયેલ દર્દી હમેશા નેગેટિવ થીંકીંગ રાખી એક ખોટું પગલાં ભરી આત્મહત્યા પણ કરી લે છે. ભૂતકાળમાં વ્યાપક પ્રયત્નો એ કેન્સર સંશોધન અને કિલીનીકલ વિકાસ પર થયા છે,પરંતુ હજુ તે પડકારજનક છે. અત્યારે સાયન્સ એટલી હદે આગળ વધી ગયું છે જેની પ્રમાણ માં કોઈ નથી પરંતુ કેંસર ના રોગીસ્ટો માટે આ એક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યું છે જેથી હવે આવનારા સમયમાં કેન્સર માટે અથાગ પ્રયત્નો કરી કેન્સર ના દર્દીઓ ને મુક્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ 11 અને 12 બ3 દિવસ આ સેમિનાર માં કેન્સર ને લાગતી તમામ માહિતી પ્રસારિત કરી માર્ગદર્શન આપવામાં આવશે.

આજે સમગ્ર ભારત માં હજારો લાખો દર્દી કેન્સરથી પીડાઈ રહ્યા છે ત્યારે ગુજરાત માં પણ ઘણા દર્દી કેન્સર ના શિકાર બન્યા છે. જેથી આ કાર્યકમની અયોજિક ડો ગિતિકા સલૂજાયે જણાવ્યું કે કેન્સરને લઈ અમે વારંવાર કાર્યક્રમો કરીયે છીએ એ નાના નાના કાર્યક્રમો માં અમને સરકાર તરફથી પણ સાથ મળે છે અને આજે આ બે દિવસીય સેમિનાર ના કેન્સર માટે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી કાર્યક્રમમાં મહિલાઓ માટે સંવાદનુ અયોજન કરાયુ, ગાંધીનગર મેયરે આપી હાજરી
Next articleગાંધીનગર પોલીસને “ખો” આપી ઢોંગી “ઢબુડી” વિદેશ ભાગી જવાની તૈયારીમાં..?