Home ગુજરાત ગાંધીનગર પોલીસને “ખો” આપી ઢોંગી “ઢબુડી” વિદેશ ભાગી જવાની તૈયારીમાં..?

ગાંધીનગર પોલીસને “ખો” આપી ઢોંગી “ઢબુડી” વિદેશ ભાગી જવાની તૈયારીમાં..?

456
0

ધનજી અને તેના અંગત સેવકો ભૂગર્ભમા, મોબાઈલ બંધ…200 થી 3oo કરોડની મિલ્કત સાથે ધનજીના કેનેડીયન પી.આર વહીવટદાર હર્ષદ પટેલ કરી રહ્યાછે વિદેશ ભાગાડવાની ગોઠવણ

(જી.એન.એસ., કાર્તિક જાની) તા.11
ઢબુડી ઉર્ફે ધનજી ઓડની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.ધનજી ઓડ ફરાર થઈ ગયો છે. ત્યારે ગાંધીનગર પોલીસે તેની શોધખોળ કરવા અલગ અલગ ટિમો બનાવી રાત દિવસ મહેનત કરી રહી છે. છતાં પણ ધનજી ઓડ પોલીસ પકડ થી હજુ દૂર છે.ધનજીના ધતિંગનો હવે પર્દાફાશ થઈ ગયો છે. ત્યારે ધનજી પહેલા એવી સફાઈ મારતો હતો કે મારી પાસે કોઈ રૂપિયા નથી અને હું કોઈની પાસે માંગતો પણ નથી. પરંતુ ધનજીની આ સફાઈની વાતો પણ હવે ઉઘાડી પડી ગઈ છે. ત્યાઈ ધનજી અને તેના અંગત સેવકો મોબાઈલ બંધ કરી ક્યાંક ભૂગર્ભમા ઉતરી ગયા છે.જી.એન.એસ ન્યૂઝની ટીમને અંગત સૂત્રો થી એવી માહિતી મળી રહી છે ધનજી ઓડ વિદેશ ભાગી જવાની તૈયારીમાં છે.કેમ કે સૂત્રો એવું જણાવી રહયા છે કે ધનજીના વહીવટદારા હર્ષદ પટેલ કેનેડા પી.આર છે.અને તેના કારણે કદાચ ધનજી વિદેશ ભાગવાની તૈયારીમા છે. અંગત સુત્રોથી એવી પણ માહિતી આવી રહી છે કે ધનજી ને વિદેશથી જે સેવકો રૂપિયા મોકલતા હતા તેનો તમામ વહીવટ હર્ષદ પટેલ સાંભળતો હતો. અને આજ હર્ષદ પટેલે ધનજીની તમામ સેવાઓ પુરી પાડી છે હર્ષદ પટેલ એક જોતા ધનજીનો મસીહા કહેવાતો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ધનજીને હર્ષદ પટેલ વિદેશ ભગાડી દેશે.? વિજ્ઞાન જાથા એ પણ એવો આક્ષેપ કર્યો છે કે ધનજી ઓડ પાસે 200 થી 3oo કરોડની મિલ્કત છે.ધનજી ઓડે લોકોની આસ્થા સાથે ચેડા કરી લાખો અને કરોડો રૂપિયાનો આસામી બની ગયો છે. ધનજી ઓડની આગોતરા જમીન અરજી પણ ના મંજુર થઈ ગઈ છે. ધનજીના વકીલે જણાવ્યું હતું કે ધનજી ઓડ હવે પોલીસ તપાસમાં સહકાર આપશે. પરંતુ આજ દિન સુધી ધનજીએ પોલીસની કામગીરીમાં સાથ સહકાર આપેલ નથી.આથી જે સુત્રોથી માહિતી આવી રહી છે તે કદાચ સાચી હોઇ શકે કે ધનજી વિદેશ ભાગી જવાની તૈયારીમાં છે. અને હજુ પોલીસ પણ અજાણ છે કે ધનજી અને ધનજીના અંગત સેવકો ક્યાં ગુમ થઈ ગયા છે.કેમ કે ધનજી ઓડે જે 4 તારીખે યુ ટ્યૂબ ઉપર જે વિડીયો અપલોડ કર્યો હતો તેનું લોકેશન પણ સાયબર સેલ હજુ સુધી શોધી શકી નથી. ત્યારે સવાલ એ છે કે શું તાપસ અધિકારીઓ દ્વારા એરપોર્ટ પર જાણ કરાઈ છે..? જો આમ નહીં કર્યું હોય તો કદાચ ધનજી વિદેશ ભાગી જવામાં સફળ થયા તો નવાઈ નહીં.ત્યારે હવે સવાલ એ છે કે શું પોલિસ ધનજી સુધી પોહચી શકશે..? ધનજી વિદેશ ભાગી જવામાં સફળ થશે..? શુ પોલીસ તપાસમાં ધનજી સાથ આપશે..? કે પછી વિદેશ ભાગી જશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર કોબા ખાતે કેન્સરને લઈ રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો, અન્ય રાજ્યના પ્રોફેસરો હાજર…..
Next articleગુજરાતના મુખ્યમંત્રીએ લોકોની કઈ સમૃધ્ધિ જોઈને ટ્રાફિક દંડનાત્મક સુધારા કર્યા….?..!