Home ગુજરાત બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી કાર્યક્રમમાં મહિલાઓ માટે સંવાદનુ અયોજન કરાયુ,...

બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી કાર્યક્રમમાં મહિલાઓ માટે સંવાદનુ અયોજન કરાયુ, ગાંધીનગર મેયરે આપી હાજરી

225
0

(જી.એન.એસ.ગાંધીનગર) તા.11/૦૯

તાજેતર માં ઉદગમ ટ્રસ્ટ હેઠળ ઉદગમ સંવાદ નું ડો.ગીતિકા સલુજા દ્વારા ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી ઇવેન્ટ “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” ના એક અનોખા વિચાર પર મહિલાઓ માટે સંવાદ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગાંધીનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં ચર્ચા યોજવાનો મુખ્ય હેતુ સ્ત્રીઓને પોતાની છુપી શક્તિઓને ઓળખવાની, ધગશ અને રુચિને આગળ ધપાવવાની તેમજ જીવનમાં રહેલી તકોનો મહત્તમ ઉપયોગ કરીને જીવનને સાર્થકપૂર્વક જીવવાનો હતો. 40 વર્ષની ઉમર પછી પણ સ્ત્રીઓ કેવી રીતે ૨૦ વર્ષના ઉમંગ, ઉત્સાહની જેમજ પોતાના વ્યવસાયિક કારકિર્દીને આગળ ધપાવી શકે તેમજ પોતાના અધૂરા રહેલા સપનાઓને મન ભરીને જીવી જાણે. “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” કાર્યક્રમ માં ૧૨૫ થી વધુ સ્ત્રીઓ અને પુરુષોએ પન ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એક બીજા સાથે તેમજ ઉપસ્થિત વક્તાઓ જોડે મુક્તપણે વાતો કરી હતી.

આ કાર્યક્રમમાં ખાસ મેહમાન તરીકે ગાંધીનગર શહેરના મેયર રીટાબેન પટેલ, અને પ્રોફેસર રાવ ભામિદિમરી, પ્રેસિડન્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચ, ગાંધીનગરએ હાજર રહેલી સ્ત્રીઓને જીવનમાં ખુબજ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાને પ્રોત્સહન આપ્યું હતું. સામાજિક કાર્યકર્તા અને સેવાભાવી આશાબા સરવૈયા તથા સંજયભાઈ થોરાત પણ હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ માં નિષ્ણાત વક્તાઓ તરીકે રચના મેહતા (ફ્રૂઈટ્સ એન્ડ ફ્લાવર્સ બકેટ આર્ટિસ્ટ), મનીષા શર્મા (જાણીતા ફિલ્મ નિર્માતા), પ્રીતિ મુખરજી (ઉદ્યોગ સાહસિક), તુલી બેનર્જી (રિલેશનશિપ કોચ), વિના વોરા (શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર), સુજલ શાહ (ઝવેરી), નંદિતા મુનશૉ (સદેવ રિશ્તે ના માલિક) અને વિજયંતી ગુપ્તે (જાણીતા લેખક અને સામાજિક કાર્યકર) હાજર રહ્યા હતા. સમર્ગ પેનલ ચર્ચા અને પ્રોગ્રામનું આયોજન ખુબજ સરસ અને અસરકારક રીતે ડો.ગીતીકા સલુજ એ કર્યું હતું. તેઓ એ સમર્ગ કાર્યક્રમને ખુબજ રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ રાખ્યો હતો.
આ કાર્યક્રમમાં વક્તાઓ એ વાત ચર્ચા કરી હતી કે, લગભગ બધી સ્ત્રીઓ એ ૪૦ વર્ષો સુધી જીવનમાં ઘણા બધા પડકારોનો સામનો કર્યો હોય છે. ઘણી બધી સ્ત્રીઓને ફાઇનાન્સિઅલ સ્વતંત્રતા અને પ્રોફેશનલી પોતાની કારકિર્દીને આગળ ધપાવવી હોય છે પરંતુ તેઓની ઈચ્છા પરિવારની જવાબદારી લીધે ક્યાંક અધૂરી રહી ગયી હોય છે. પરંતુ, હવે, ૪૦ વર્ષે પહોંચીને, આ સમય છે કે તમે તમારા કોન્ટેકને વધારો, રુચિ તથા શોખોને ધગશથી પુરા કરવા પ્રયત્નો કરો અને નિષ્ણાત વ્યાવસાયિકો તરીકે પોતાને સ્થાપિત કરવા માટે પોતાની કુશળતાને વધુ મજબૂત કરો. આપણે જે કમાણી કરીશું તે મહત્વનું નથી પરંતુ સંતોષ મહત્વપૂર્ણ છે. આપણે કેટલાક વ્યવસાયિક અભ્યાસક્રમો પણ પસંદ કરવા જોઈએ અને મદદ માંગવામાં અચકાવું જોઈએ નહીં.

ડો. ગીતીકા સલુજા જણાવે છે કે, જીવન માં થોડું રિસ્ક લો. તમે દરેક પ્રસંગે બચાવેલા પૈસા ને પોતાના વ્યવસાયિક ડેવલપમેન્ટ પાછળ ખર્ચો. જરૂરી પ્લાંનિંગ, રિસર્ચ કરી ને પ્રોફેશનલ રીતે પોતાની આવડત ને સારી રીતે ઉપયોગ કરી ને પૈસા કમાવવા ની સાથે સાથે નામના મેળવી શકાય છે. પોતાના સપનાઓ ને જોતા જ રહેશો તો ક્યારેય ય સિદ્ધ નહિ કરી શકો. સમાજ તમારા વિચારો થી નહિ પરંતુ તમારા પ્રયત્નો અને પરિણામ થી તમને જાણશે. જ્યારે તક આપવામાં આવે ત્યારે તેનો મહહત્તમ ઉપયોગ કરવામાં અચકાવું જોઈએ નહીં. આ ઉપરાંત શહેર ના ત્રણ બહેનો શ્રીમતી વૈશાલી જોશી, શ્રીમતી પરાગિબેન પંડ્યા અને શ્રીમતી ગીતાબેન ખુમાણ ને શિક્ષણ ક્ષેત્ર માં ઉમદા કાર્ય કરવા માટે પ્રમાણપત્ર આપી ને સન્માનિત કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર એસ.ટી.ડેપોના કર્મચારીએ પોલીસની ફરજ નિભાવી
Next articleગાંધીનગર કોબા ખાતે કેન્સરને લઈ રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો, અન્ય રાજ્યના પ્રોફેસરો હાજર…..