(જી.એન.એસ) તા. ૬
ધોળાવીરા,
કચ્છમાં રવિવારે બપોરના સમયે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ધોળાવીરા નજીક 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરે 2:54 વાગ્યાની આસપાસ કચ્છ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
આ બાબતે મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી આશરે 19 કિલોમીટર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં નોંધાયું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધાતા કચ્છના આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર અનુભવાઈ હોવાનું જાણવા મળે છે.
બપોરના સમયે અચાનક આવેલા ભૂકંપના આંચકાથી સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. કચ્છ ભૂકંપ માટે સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં આ પ્રકારના આંચકા લોકોમાં ચિંતા વધારતા હોય છે. જોકે, 3.9ની તીવ્રતાનો આ આંચકો મધ્યમ શ્રેણીનો હોવાથી મોટા પાયે નુકસાનની સ્થિતિ સર્જાઈ નથી.
મહત્વની વાત છે કે, ભૂકંપના આંચકા બાદ અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે મોટા પ્રમાણમાં મિલકતને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી. તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભૂકંપ બાદ સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ રહ્યો હતો, પરંતુ હાલ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
મોડી રાત્રે હોસ્ટેલમાં ઘૂસેલા યુવકોએ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાના આક્ષેપો વચ્ચે ચાર વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે હોસ્ટેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જો કે,ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્રણીઓ તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા. આગેવાનોએ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પોલીસનીપ્રાથમિક તપાસ દરમિયાન આ કેસમાં એબીવીપીના કેટલાક સભ્યોની સંડોવણી હોવાની વિગતો સામે આવી હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે. જોકે, આ અંગેની ચોક્કસ હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
હોસ્ટેલમાં થયેલી મારામારીના કેસમાં પોલીસે કુલ 16 લોકો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં કુલ 12 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ત્રણ જુવેનાઈલનો પણ સમાવેશ થાય છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે બાકીના આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે જ મારામારીમાં કોની ચોક્કસ ભૂમિકા હતી અને ઘટના પાછળનું મૂળ કારણ શું હતું તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ ચાલી રહી છે.

