(જી.એન.એસ) તા. ૬
વલસાડ,
ધરમપુર ખાતે આવેલ પ્રખ્યાત વનરાજ કોલેજમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન થયેલી સામાન્ય ધક્કામુક્કી બાદ શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો હતો જેમાં પોલીસની દરમિયાનગીરી બાદ સંપૂર્ણ મામલે સમાધાન થયું હોવા છતાં પણ અચાનક રાત્રિના સમયે એક જૂથના યુવકો દ્વારા કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી હતી જેના કારણે પોલીસે 12 ની ધરપકડ બાદ કોર્ટ માં રજૂ કરતા 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરાયા છે.
આ સમગ્ર મામલેમળતી માહિતી મુજબ, દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા અન્ય યુવકો વચ્ચે કોઈ બાબતને લઈને ધક્કામુક્કી થઈ હતી. મામલો ઉગ્ર બનતા પોલીસની દરમિયાનગીરી કરવામાં આવી હતી અને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જોકે, રાત્રિના સમયે કેટલાક યુવકો હોસ્ટેલમાં ઘૂસી આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

