Home ગુજરાત VGGS 2024 જયપુર રોડ શૉ 12 ડિસેમ્બર 2023 ના રોજ યોજાશે

VGGS 2024 જયપુર રોડ શૉ 12 ડિસેમ્બર 2023 ના રોજ યોજાશે

10
0

ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જયપુર રોડ શૉને સંબોધિત કરશે

(જી.એન.એસ),તા.૧૧

ગાંધીનગર,

ગુજરાત સરકાર 12 ડિસેમ્બર, 2023ના રોજ જયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિ પહેલા ગુજરાતની ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષમતા દર્શાવવા માટે એક રોડ શૉનું આયોજન કરી રહી છે.

અત્યાર સુધી, ગુજરાત સરકારે નવી દિલ્હીમાં એક કર્ટેન રેઈઝર ઇવેન્ટ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, બેંગલુરુ અને ગુવાહાટીમાં સ્થાનિક રોડ-શો યોજ્યા છે. વધુમાં, VGGS 2024 પ્રતિનિધિમંડળે જાપાન, જર્મની, ઇટાલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, U.A.E અને U.S.A.ની મુલાકાત પણ લીધી હતી. આ રોડ શૉ અને પ્રતિનિધિમંડળની મુલાકાતોએ IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, બાયોટેકનોલોજી અને પ્રવાસન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રો એક્સપ્લોર કરવા માટે વ્યવસાયો અને કંપનીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ પ્રતિનિધિમંડળનો હેતુ ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ જેમ કે, GIFT સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્કમાં રોકાણો આકર્ષિત કરવાનો છે. આ રોડ શૉ દરમિયાન ઉદ્યોગ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરવામાં આવી અને જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા.

ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જયપુરમાં રોડ શ઼ૉને સંબોધિત કરશે.

રોડ શૉની શરૂઆત FICCI રાજસ્થાન સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને મંડાવા હોટેલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રણધીર વિક્રમ સિંઘના સ્વાગત પ્રવચન સાથે થશે અને ત્યારબાદ વાઈબ્રન્ટ ગુજરાત પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રીનિંગ થશે. ગુજરાત સરકારના મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન ઓફિસના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કમિશ્નર IAS શ્રી રાજકુમાર બેનીવાલ ગુજરાતમાં વ્યવસાયની તકો અને VGGS 2024 પર પ્રેઝન્ટેશન આપશે. વન્ડર સિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિરણ પાટીલ ગુજરાતના તેમના અનુભવ શેર કરશે. FICCI રાજસ્થાન રાજ્ય કાર્યાલયના વડા શ્રી અતુલ શર્મા દ્વારા આભારવિધી સાથે રોડ શોનું સમાપન કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલના પ્રાંગણમાં ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયો
Next articleવિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા યુવાઓની ભૂમિકા મહત્વની છે ત્યારે યુવાઓના નિર્માણમાં શિક્ષકો શિલ્પકારની ભૂમિકા ભજવી રહ્યા છે:- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત