Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૮૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૮૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

16
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૨.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૦૭૨.૪૯ સામે ૭૧૨૯૨.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૦૯૨૪.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૮.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૨.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૫૫૫.૧૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૬૯૭.૮૫ સામે ૨૧૭૨૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૬૨૬.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૮૧૬.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે સપ્તાહના બીજા ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ સર્વિસીસ શેરો તેમજ બેન્કેક્સ, ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોની અગ્રેસરતામાં એનર્જી શેરોમાં ખરીદી કર્યા સાથે હેલ્થકેર શેરોમાં આક્રમક તેજી કરી હતી. ચાઈનામાં ડિફલેશનની સ્થિતિ અને ઈરાકમાં અમેરિકાએ આંતકવાદીને ઢેર કર્યા સાથે ઈઝરાયેલે હમાસની યુદ્વ વિરામની ઓફર ફગાવી દેતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતાએ વૈશ્વિક શેરબજારમાં સાવચેતી હતી. જ્યારે બીજી તરફ આજે ફોરેન ફંડોની ભારતીય શેરબજારમાં વેચવાલી અટકી ખરીદી રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કોમોડીટીઝ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૬ અને વધનારની સંખ્યા ૧૭૧૬ રહી હતી, ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૪૬%, એક્સિસ બેન્ક ૨.૩૦%, વિપ્રો ૨.૧૪%, એનટીપીસી ૧.૮૫% અને કોટક મહિન્દ્રા બેન્ક ૧.૫૮% વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૫%, ટાઈટન કંપની ૦.૬૦%, ટાટા મોટર્સ ૦.૪૮% અને આઈટીસી ૦.૦૬% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૮૯ લાખ કરોડ વધીને ૩૮૦.૭૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૫ કંપનીઓ વધી અને ૫ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી ધીમી પડતી જોવાઈ રહી છે. જ્યારે કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડી રહ્યા હોવાથી અને સરકારની નીતિઓને લઈ જાહેર સાહસો – પીએસયુ કંપનીઓના શેરો આકર્ષણ વેલ્યુએશને મળી રહ્યા હોઈ રોકાણકારોનું આકર્ષણ વધતું જોવાયું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી ચાલુ રહેતાં બજારનું સેન્ટીમેન્ટ ફરી તેજીનું બન્યું છે. ફ્રન્ટલાઈન શેરો સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી વધતાં નવા વિક્રમો સર્જાયા છે.

વૈશ્વિક મોરચે હજુ ચાઈનામાં આર્થિક અનિશ્ચિતતા ચાલુ રહેતાં વિદેશી ફંડોનું ભારત પર ફોકસ વધવાની શકયતાએ તેજીનો દોર ફરી આગળ વધવાની શકયતા છે. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ચાઈનાની આર્થિક અનિશ્ચિતતાને લઈ વધ્યામથાળેથી ઘટી આવતાં આગામી દિવસોમાં બજારની ચાલ સારા કોર્પોરેટ પરિણામોના આકર્ષણે સ્ટોક સ્પેસિફિક તેજીની રહી એવી શકયતા જોવાઈ રહી છે. આગામી દિવસોમાં હવે ૧૪, ફેબ્રુઆરી ૨૦૨૪ના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પરિણામો તેમજ જાહેર થનાર હોલસેલ ફુગાવાનો આંક હોઈ એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોહલીની ગેરહાજરીમાં સિરીઝ જીતવા ઇંગ્લેન્ડને ઘણો લાભ મળી શકે : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ
Next articleએશિયા સ્કૂલ, અમદાવાદ તેમજ NCCના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા ની મુલાકાત લીધી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.