Home અન્ય રાજ્ય અમરનાથ યાત્રા આ વર્ષે 29 જૂનથી શરૂ થશે

અમરનાથ યાત્રા આ વર્ષે 29 જૂનથી શરૂ થશે

13
0

વર્ષ 2024ની બાબા બર્ફાનીની પહેલી તસવીર

(જી.એન.એસ) તા. 5

પહેલગાઉં,

પૌરાણિક કથાઓ અનુસાર, આ પવિત્ર ગુફામાં જ ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સંભળાવ્યું હતું. સાથે જ તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શિવ ના કરોડો ભક્તો દર વર્ષે આ પવિત્ર યાત્રા કરે છે.

આ વર્ષની અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટ રક્ષાબંધન સુધી ચાલશે. લગભગ 50 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. કોઈપણ ભક્ત જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ https://jksasb.nic.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

વર્ષમાં માત્ર એક જ વખત થનારી આ પવિત્ર અમરનાથ યાત્રા બે રૂટથી થાય છે. પહેલો માર્ગ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબા નુનવાન-પહલગામ માર્ગ દ્વારા છે અને બીજો માર્ગ ગાંદરબલ જિલ્લામાં 14 કિમી ટૂંકા અને સાંકડા બાલટાલ માર્ગ દ્વારા છે. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, આ પવિત્ર ગુફામાં જ ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સંભળાવ્યું હતું. સાથે જ તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે અહીં કોઈ ચોક્કસ જગ્યાએ પડતા પાણીના ટીપામાંથી શિવલિંગની રચના થાય છે. જેના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાં થી કરોડો ભક્તો આ મુશ્કેલ યાત્રા કરીને બાબા અમરનાથ ની ગુફા સુધી પહોંચે છે અને તેમના દુર્લભ દર્શન કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી – કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
Next articleદૈનિક રાશિફળ (06-05-2024)