(જી.એન.એસ) તા. ૨૬
ગાંધીનગર,

વડોદરા – ગુજરાત ની વિશ્વસનીય અને લોકપ્રિય શૈક્ષણિક સંસ્થા ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા અનંતા એજ્યુકેશન ગ્રુપ સાથે આજ રોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે કરિયર ગાઈડન્સ અને મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ખૂબ જ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. 900થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફિનિક્સ ગ્રુપ ના સંસ્થાપક શ્રી મુકેશ દાદવાણી સર દ્વારા સેમિનાર લેવામાં આવ્યો. સેમિનારમાં વિદ્યાર્થીઓને કારકિર્દીની યોગ્ય પસંદગી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને અભ્યાસમાં આત્મવિશ્વાસ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનાર માં ગુજરાત ના જાણીતા યુથ મોટીવેશનલ સ્પીકર દ્વારા પણ આવેલ તમામ વાલી અને વિધાર્થીઓ ને મોટીવેશનલ સ્પીચ આપી ને ઉત્સાહ વધારવામાં આવ્યો.
આ પ્રસંગે જાહેર કરવામાં આવ્યું કે ફિનિક્સ ગ્રુપ હવે ગાંધીનગરના કુડાસન ખાતે – ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ નામ થી પોતાનું નવું સોપાન શરૂ કર્યું છે. જેમાં નર્સરી થી ધોરણ 12 સાયન્સ – કોમર્સ ના કોર્સ ના એડમિશન શરૂ થઈ ગયા છે. અહીં એક જ કેમ્પસમાં વિદ્યાર્થીઓને નીચે મુજબની સુવિધાઓ મળશે:
- નર્સરી થી ધોરણ 12 સાયન્સ – કોમર્સ નો અભ્યાસ
- JEE અને NEET, ઓલિમ્પિયાડ અને ફાઉન્ડેશન કોર્સ
- સ્પોર્ટ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ
“ઓલ ઇન વન કેમ્પસ” અને “સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન”ના ખ્યાલ સાથે ફિનિક્સ ગ્રુપ ગાંધીનગરના વિદ્યાર્થીઓને અભ્યાસથી લઈને સર્વાંગી વિકાસ સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ પૂરી પાડશે.

