Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ રેલવે સ્ટેશનનું રૂ.સાત કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ (જી.એન.એસ) તા. 22 વડોદરા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના કુલ ૧૦૩ સહિત ગુજરાતના ૧૮ પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશન્સનું લોકાર્પણ કર્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે. જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે રૂ.સાત કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે…
(જી.એન.એસ) તા. 22 લંડન, ગુજરાતના જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની બહેન મુકુંદ કુમારીનું અવસાન થયું છે. જામસાહેબે બહેનના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો, ઈશ્વર તેમની આત્મના શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરી. જામસાહેબે બહેનને શ્રદ્ધાંજલિપાઠવતા કહ્યું કે, ‘હું ખૂબ વ્યથા અને ભાંગેલા હ્રદય સાથે શુભચિંતકોને જણાવું છું કે, મારા વચેટ બહેન મુકુંદ કુમારીનું વિલાયત (યુ.કે)માં દુઃખદ અવસાન થયું છે અને તેઓ સ્વર્ગવાસ થયા છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રભાવશાળી અને અત્યંત બહાદુર વ્યક્તિત્વ હતા, જેના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવતો હતો. આપણા કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરૂ છું.’
ગુજરાત સરકારે અત્યાધુનિક ઔદ્યોગિક વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે ઉદ્યોગ અને યુનિવર્સિટીઓ સાથે કર્યો સહયોગ (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, ભારતના ઔદ્યોગિક વિકાસના એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત થવા જઈ રહી છે. ગુજરાત સરકારે વિકસિત ભારત @2047ના સંદર્ભમાં તેની ઔદ્યોગિક નીતિની રૂપરેખાની સમીક્ષા અને તેમાં સુધારો કરવા માટે મહત્વની પહેલ હાથ ધરી છે, જે ભારતને 2047 સુધીમાં એક વિકસિત દેશ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે. આ પહેલનો ઉદ્દેશ એક ડેટા-આધારિત, અત્યાધુનિક પોલિસી ફ્રેમવર્ક (નીતિ માળખું) સ્થાપિત કરવાનો છે, જે રોકાણને અનુકૂળ હોય, નવીનતાને પ્રોત્સાહન આપે અને લાંબા ગાળાના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપે. આ લક્ષ્યને સાકાર…
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા મૃત્યુ પામેલા સીપીઆઇ-માઓવાદના જનરલ સેક્રેટરી બસવારાજુના માથે રૂ. 1.5 કરોડનું ઇનામ હતું (જી.એન.એસ) તા. 22 બસ્તર, છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળોને દેશ વિરોધી કરતીઓ કરનારાઓ નો સફાયો કરવામાં મોટી સફળતા મળી છે જેમાં, એક મોટી અથડામણની ઘટનામાં ૨૭ નકસલવાદીઓનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક નકસલવાદીઓમાં તેમના ટોચના નેતાઓ પૈકીનો એક બસવારાજુ પણ સામેલ છે. તેના માથે ૧.૫ કરોડ રૂપિયાનું ઇનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની કાર્યવાહીમાં રાજ્ય પોલીસના એકમ ડિસ્ટ્રિકિટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)નો એક જવાન શહીદ થયો છે અને અન્ય કેટલાક જવાનોને ઇજા થઇ છે. પોલીસના…
(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, રાજ્યમાં ખોટા દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ (હથિયારનો પરવાનો) કાઢી આપવાના કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ છ આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં એટીએસ દ્વારા કુલ 66 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા હથિયાર લાઇસન્સ કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા આરોપીઓમાં હિરેન દિલીપકુમાર પૂજારા, ધ્વનિત ઉર્ફે શિવમ મહેતા, અક્ષય ભરવાડ, ભરતભાઈ ઉર્ફે ટકો ઠુંગા, વિશ્વનાથ રઘુવંશી અને સંજયભાઈ ઉર્ફે ભઇલુ દેસાઈનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ આરોપીઓ અગાઉ…
પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી: મંત્રી શ્રી મુળુભાઈ બેરા (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, વિશ્વભરમાં દર વર્ષે તા. ૫ જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા આગામી તા. ૫ જૂન સુધી “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે આજે તા. ૨૨ જૂનના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાંધીનગર ખાતેથી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રૂ. ૧૦.૫૫ કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પઁણમાં સહભાગી થયા (જી.એન.એસ) તા. 22 લીંબડી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે. આ યોજનામાં દેશના ૧૩૦૦ થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના ૮૭ સ્ટેશનોનું પણ ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ૧૬૪ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજીત કાર્યક્રમમાં કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી…
(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ યુનિટ ઉત્પાદનની અને ભારતમાં ૭ કરોડ યુનિટ ઉત્પાદન કરવાની માઈલસ્ટોન સિધ્ધીના ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાના જવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું કે હોન્ડા મોટરસાયકલ કંપનીએ પણ વિશ્વમાં ૫૦ કરોડ અને ભારતમાં ૭ કરોડ ટુ-વ્હીલર ઉત્પાદન કરવાની સિદ્ધિ મેળવી છે એ ગૌરવપૂર્ણ ઘટના માટે ખૂબ અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે આજથી બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રની કોઈ ચર્ચા જ નહોતી. ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ…
(જી.એન.એસ) તા. 22 બિકાનેર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદી એ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું. 22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો. આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યાં. સાથેજ પીએમ મોદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓએ ધર્મ પૂછીને આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા. તે ગોળીબાર ભલે પહલગામમાં થયો હતો પરંતુ તેણે દેશના 140 કરોડ લોકોના આત્મા પર પ્રહાર કર્યો હતો. આપણે સૌએ એકજૂટ બની સંકલ્પ લીધો હતો કે, આતંકવાદીઓને ધૂળ ચટાડીશું. આજે તમારા સૌના…
(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં 9માં માળે એક મકાનમાં આગ લાગવાણી ઘટના બની હતી જે બાદ આખા બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું અને રહીશોનું રેસ્ક્યું કરવામાં આયુ હતું. આ આગ ના બનાવ મામલે સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર, એસીમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. જોકે,…
