Author: gujdesk

(જી.એન.એસ) તા.27 ગાંધીનગર, ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત માતૃભૂમિ – ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરના નેતૃત્વ દ્વારા ભારતની સૈન્ય ક્ષમતા, રાષ્ટ્રીય ગૌરવ અને પરાક્રમનું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. ઓપરેશન સિંદૂર એ માત્ર એક સૈન્ય વિજય નહીં, પરંતુ ભારતની એકતા, અસ્મિતા, વિકાસ અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બની ગયું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ ઐતિહાસિક વિજયના નાયક તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ‘રાષ્ટ્ર મંજૂષા’ ગ્રંથની ભેટ આપી…

Read More

ગુજરાતમાં વરસાદે માજા મૂકશે… ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે: હવામાન વિભાગ (જી.એન.એસ) તા.27 અમદાવાદ, હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. 29 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે મધ્ય…

Read More

150 વર્ષથી, આ મંદિર લોકોમાં શ્રદ્ધા તેમજ સામાજિક સેવાની ભાવના ફેલાવી રહ્યું છે (જી.એન.એસ) તા. 27 મુંબઈ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુંબઈમાં માધવબાગ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની 150મી વર્ષગાંઠ સમારોહને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 150 વર્ષથી, ટ્રસ્ટના તમામ સભ્યો મંદિર, તેના ઉદ્દેશ્યો અને લોકોમાં સમાજ સેવાની મજબૂત ભાવના વિશે વાત પ્રસરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તે સમયમાં, શ્રી વરજીવનદાસ અને નરોત્તમભાઈએ આ સંસ્થાની સ્થાપના મોટા હૃદયથી કરી…

Read More

મેષ આજના નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબું નહીં ટકે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. આજે તમારી નજીક ના લોકો તમારી નજીક આવવા નો પ્રયત્ન કરશે પરંતુ તમારા મન ને શાંત રાખવા માટે તમે એકાંત માં સમય પસાર કરવા નું પસંદ કરશો. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી…

Read More

૧૭,૩૦૦ ફૂટ ઊંચા હિમાલય પર્વતમાળાના પીરપંજાલ શ્રેણીના શિખર પર “No Drugs Campoaign”ના સંદેશા સાથે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના DILR અધિકારી શીલકુમાર પટેલે લહેરાવ્યો તિરંગો (જી.એન.એસ) તા. 27 આજના સમયમાં યુવા વર્ગમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના એક DILR અધિકારીશ્રીએ નશા વિરોધી અભિયાનમાં સમાજમાં જાગૃતતા લાગવા Invincible NGO સાથે મળીને ૧૭,૩૦૦ ફિટ ઊંચાઈની “માઉન્ટ ફ્રેન્ડશીપ” પિક અન્ય ૧૪ યુવાનોની ટીમ સાથે મળીને સર કરી છે. ખૂબ દુર્ગમક્ષેત્ર અને અસામાન્ય વાતાવરણની વચ્ચે આ પિક સર કરવી અત્યંત કઠિન હતી, છતાં ટીમે હાર માન્યા વગર આ ઊંચાઈ પર શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને પોતાની આ સફળતા ઓપરેશન સિંદૂરને સમર્પિત…

Read More

તિથિ દ્વિતિયા (બીજ) – 25:57:34 સુધી નક્ષત્ર મૃગશીર્ષા – 24:30:22 સુધી કરણ બાલવ – 15:28:14 સુધી, કૌલવ – 25:57:34 સુધી પક્ષ શુક્લ યોગ ધૃતિ – 19:08:31 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:24 સૂર્યાસ્ત 19:19:12 ચંદ્ર રાશિ વૃષભ – 13:37:54 સુધી ચંદ્રોદય 06:39:00 ચંદ્રાસ્ત 21:00:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 14 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:24:46 અશુભ સમય દુર મુહુર્ત 12:09:58 થી 13:03:38 ના કુલિક 12:09:58 થી 13:03:38 ના દુરી / મરણ 17:31:53 થી 18:25:32 ના રાહુ કાળ 12:36:48 થી 14:17:24 ના કાલવેલા/અર્ધ્યામ 06:48:04 થી 07:41:43 ના યમ ઘંટા 08:35:22 થી…

Read More

(જી.એન.એસ) તા.27 વડોદરા, સોમવારે વડોદરા શહેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંદૂર સન્માન યાત્રા કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતું. તેને ખાસ કિસ્સા તરીકે ₹4,05,000 ની સહાય આપવામાં આવી હતી. લક્ષ્મીપુરા ગામના 29 વર્ષીય નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમને લઈને તેમને બે દિવસ ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 8:00 વાગે તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ તેમનો જીવ બચી શકાયો ન હતો. પ્રાથમિક તારણ મુજબ, હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. નિતેશભાઇના પત્ની ઘરકામ…

Read More

(જી.એન.એસ) તા.27 જામનગર જામનગર જિલ્લાના જામજોધપુર ના ઈશ્વરીયા ગામમાં રહેતા 40 વર્ષ ના ખેડૂત યુવાન લખમણભાઇ અરજણભાઈ બેલા ટ્રેક્ટરની ટ્રોલીનું રીપેરીંગ કામ કરતી વખતે અચાનક જેક છટકી જતાં માથું ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે આવી ગયું હોવાથી ગંભીર ઈજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજયું હતું ખેડૂત યુવાન પોતાની વાડીમાં ખાતર ભરતા હતા, જે દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીનો જેક ખરાબ થઈ ગયો હતો અને તેઓ તેનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા , જે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. મૃતક ખેડૂત ના પુત્ર દિવ્યેશ લખમણભાઇ બેલાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો…

Read More

(જી.એન.એસ) તા. 27 મુંબઈ, બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આદિત્ય રૉય કપૂરના મુંબઈ સ્થિત ઘરમાં એક અજાણી મહિલા ઘુસવાના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. આ ઘટના ત્યારે બની જ્યારે આદિત્ય પોતાના ઘરે હાજર નહોતા. પરંતુ આ મહિલાએ એવો દાવો કર્યો છે કે, મામલો પોલિસ સુધી પહોંચી ગયો છે. અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘર મુંબઈના બાંદ્રા વેસ્ટમાં રિઝવી કોમ્પ્લેક્સમાં આવેલું છે. સોમવારે સાંજે આશરે 6 વાગે ઘરની ડોરબેલ વાગી હતી. એ સમયે ઘરમાં તેમની નોકરાણી સંગીતા પવાર એકલી હતી, કારણ કે, આદિત્ય શૂટિંગ માટે બહાર ગયેલો હતો. દરવાજો ખોલતાની સાથે એક 47 વર્ષની મહિલાએ પૂછ્યું કે, શું આ આદિત્ય રોય કપૂરનું ઘર છે. …

Read More

છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી (જી.એન.એસ) તા. 27 સુકમા, છત્તીસગઢમાં 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ બીહડા જંગલોમાં કેમ્પ લગાવતા તેમજ કાર્યવાહી કરતા નક્સલીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. પોલીસ એન્કાઉન્ટરમાં મોત થવાના ડરથી 18 નક્સલીઓએ હિંસાનો રસ્તો છોડી સુકમાના પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે. આ બાબતે પોલીસના જણાવ્યા મુજબ, સરેન્ડર કરનારા બે નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયા, એક પુરુષ અને એક મહિલા નક્સલી પર 5-5 લાખ રૂપિયા, છ પુરુષ નક્સલીઓ પર 2-2 લાખ રૂપિયા અને એક પુરુષ નક્સલી…

Read More