Author: GNSnewsAdmin

(જી.એન.એસ) તા. 19 મુંબઈ, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ મહારાષ્ટ્રમાં JNPA પોર્ટ (પગોટ) થી ચોક (29.219 કિમી) સુધી શરૂ થતા 6-લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ હાઇ સ્પીડ નેશનલ હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ રૂ. 4500.62 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) મોડ પર વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનાં સિદ્ધાંતો હેઠળ સંકલિત માળખાગત આયોજનનાં મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે, જે ભારતનાં મોટાં અને નાનાં બંદરો સાથે જોડાણ ધરાવતી માળખાગત સુવિધાઓનો વિકાસ છે. જેએનપીએ બંદરમાં કન્ટેનરનું પ્રમાણ વધતાં અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના વિકાસને કારણે આ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કનેક્ટિવિટી વધારવાની જરૂરિયાતની ઓળખ કરવામાં આવી હતી. હાલમાં જેએનપીએ પોર્ટથી એનએચ-48ના આર્ટેરિઅલ ગોલ્ડન ક્વૉડ્રિલેટરલ (જીક્યુ) સેક્શન અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે…

Read More

(જી.એન.એસ) તા. 16 સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, ઓપન સ્કૂલ સ્કીલ એજ્યુકેશન બોર્ડના ઓનરી સલાહકાર અને જયપુર જિલ્લાના ચોમુ તહસીલના અશોક વિહાર કોલોનીના રહેવાસી પ્રોફેસર રમેશ કુમાર રાવત (ખંડેલવાલ) એ ભાજપના હરિયાણા રાજ્ય પ્રભારી અને રાજસ્થાન ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ડૉ. સતીશ પુનિયાને જયપુર આગમન પર પાઘડી, ખાડો, માળા, સ્મૃતિચિહ્ન અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત રાષ્ટ્રગીતની ફ્રેમવાળી નકલ પહેરાવીને સન્માનિત કર્યા અને તેમના આશીર્વાદ લીધા! આ પ્રસંગે ભાજપના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ, અજમેરના રહેવાસી સંજય ખંડેલવાલ પણ હાજર રહ્યા હતા. આ સાથે, સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પ્રોફેસર રમેશ કુમાર રાવત (ખંડેલવાલ) એ ભાજપના હરિયાણા રાજ્ય પ્રભારી અને રાજસ્થાન ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ,…

Read More

(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 26.03.2025ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ GPOની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગેની ફરિયાદો તારીખ 20.03.2025 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ GPO અમદાવાદ-380001 પર મોકલવાની રહેશે. તારીખ 20.03.2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતીવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

Read More

(જી.એન.એસ) તા. 9 નવસારી, નવસારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ રીતે તેઓ કંપનીના સીઇઓ સાથે વાતચીત કરતા હોય છે. હાથમાં નોટપેડ અને પેન્સિલ રાખીને તેમણે ચર્ચા દરમિયાન મહત્વના મુદ્દાઓને ટાંક્યા હતા. મોટાભાગની મહિલાઓએ સંવાદમાં જણાવ્યું કે પીએમ મોદી, તેમની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાને કારણે જ તેઓ લખપતિ દીદી બનવામાં સફળ રહી છે. લખપતિ દીદીઓના સકારાત્મક અનુભવો અને પ્રગતિ સાંભળીને વડાપ્રધાને કહ્યું કે 3 કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે છે અને આવનારા સમયમાં 5 કરોડનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત કરી શકાય છે. મહિલાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીએમ મોદીના…

Read More

રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૭૨ તાલુકા, ૧૮,૭૨૩ ગામ માટે રી સરવેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું હતું જે પૈકી ૧૮,૦૪૬ ગામોને રી-સરવેની કામગીરી હેઠળ આવરી લેવાયા (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર/અરવલ્લી/સાબરકાંઠા, વિધાનસભા ખાતે અરવલ્લી, સાબર કાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સરવે ની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પાર દર્શીતા અને નિર્ણાયક્તાથી જમીન રી સરવેની કામગીરી આરંભી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર છે. તેમણે…

Read More

“જ્યારે તમે કોઈપણ કામ કરો તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે”- કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાનો ભૂલકામ મેળો 2024-25 “શિક્ષણમાં સર્જનાત્મકતા” અંતર્ગત તા. 07-માર્ચ, 2025 ના રોજ સેક્ટર-07, કોમ્યુનિટી હોલ ગાંધીનગર ખાતે કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ રણજિતકુમાર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્ય કક્ષાના આ ભૂલકા મેળામાં જુદા જુદા જિલ્લાની આંગણવાડીની કાર્યકર બહેનો તથા બાળકોએ સુંદર મજાની કૃતિઓ રજૂ કરી હતી. જેમાંથી શ્રેષ્ઠ કૃતિઓને પ્રમાણપત્ર તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ મેળાનું મુખ્ય આકર્ષણ…

Read More

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. જેની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી (ધોરણ-૧૦), એચ.એસ.સી (ધોરણ-૧૨) , આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ છે. અન્ય શરતો મુજબ ઉંમરની લાયકાત ૨૧ થી ૨૪ વર્ષ, ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જોઈએ, પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ,સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના…

Read More

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ આચાર્ય આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૫ સુધી પોતાની જગ્યા પર હાજર થઇ શકશે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત આચાર્યની જગ્યા માટે પસંદગી પામેલ જે કોઇ ઉમેદવારો તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીની આપેલી સમય મર્યાદામાં હાજર થઇ શક્યા ન હોય તેવા ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શાળા અને વિદ્યાર્થીઓના બહોળા હિતમાં સંસ્થાઓને આચાર્ય મળી રહે તેવા ઉમદા હેતુસર શાળામાં હાજર થવા માટેની આખરી મુદત તા.૧૫ માર્ચ -૨૦૨૫ સુધી લંબાવવા ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Read More

આ સ્પર્ધામાં ભાગ લેવાની તારીખ લંબાવવામાં આવી છે, ૧૩ માર્ચ ૨૦૨૫ સુધીમાં અરજી સબમીટ કરી શકાશે (જી.એન.એસ) તા. 6 દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં સ્થાયી કરવાની વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ માટે રાજ્ય પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વધુમાં વધુ દિવ્યાંગ ઉમેદવારો ભાગ લે તે માટે આ અરજી સ્વીકારવાની તારીખ લંબાવવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ૧૩ માર્ચ ૨૦૨૫ સુધીમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી -શાહીબાગ ખાતે રૂબરૂ તથા ટપાલ મારફતે અરજી સબમીટ કરાવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ-૨૦૨૪માં વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે…

Read More

ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે ₹2900 કરોડથી વધુના ખર્ચે મંજૂર કર્યો પ્રોજેક્ટ લાયન (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, આગામી 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઇ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે, જે તેમના નિવાસસ્થાનના વ્યૂહાત્મક સંચાલન અને સામુદાયિક ભાગીદારી થકી સિંહોના લાંબાગાળાના અસ્તિત્વને…

Read More