(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ આચાર્ય આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૫ સુધી પોતાની જગ્યા પર હાજર થઇ શકશે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત આચાર્યની જગ્યા માટે પસંદગી પામેલ જે કોઇ ઉમેદવારો તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીની આપેલી સમય મર્યાદામાં હાજર થઇ શક્યા ન હોય તેવા ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શાળા અને વિદ્યાર્થીઓના બહોળા હિતમાં સંસ્થાઓને આચાર્ય મળી રહે તેવા ઉમદા હેતુસર શાળામાં હાજર થવા માટેની આખરી મુદત તા.૧૫ માર્ચ -૨૦૨૫ સુધી લંબાવવા ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

