(જી.એન.એસ) તા. ૨૫
જામનગર,
પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટના ગુનાનો મુખ્ય આરોપી જામનગર એલ.સી.બી. હેઠળની પેરોલ-ફર્લો સ્કોડના ઝડપાયો હતો.
જામનગર જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને બાતમી મુજબ મધ્યપ્રદેશના રાણાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 309(4) હેઠળના લૂંટના ગુનામાં ફરાર મુખ્ય સુત્રધાર મુકેશભાઈ રમણભાઈ મોહનીયા હાલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમ વિસ્તારમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું. તે બાદ પોલીસની ટીમે તાત્કાલિક ગોરખડી ગામની સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને આરોપી મુકેશભાઈ રમણભાઈ મોહનીયાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

