Author: dhrumit

(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હીમાં લીધી હતી. ભારતીય જનતા પાર્ટીને દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શ્રીમતી રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ઉપસ્થિત હતા.

Read More

(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (23/02/2025) ને રવિવારથી 25 ફેબ્રુઆરી, 2025 મંગળવાર દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીને રવિવારના રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં- પ્રધાનમંત્રી છતરપુર જિલ્લાનાં…

Read More

રાજ્યોને બાળકોમાં કુપોષણ અને સ્ટંટિંગના મુદ્દાઓને ખૂબ ગંભીરતાથી લેવા અને તેમને સંબોધવા માટે તમામ શક્ય પગલાં અમલમાં મૂકવા અનુરોધ (જી.એન.એસ) તા. 22 પુણે, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર રાજ્ય પરિષદ સચિવાલયના સચિવ, સહકાર મંત્રાલયના સચિવ, પશ્ચિમ ક્ષેત્રના રાજ્યોના મુખ્ય સચિવો અને રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. શ્રી…

Read More

‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ એક મહિનામાં રાજ્યભરમાં ૬૬૩ કાર્યક્રમો યોજીને રૂા.૨૦.૪૭ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો (જી.એન.એસ) તા. 22 ભાવનગર, ભાવનગર રેન્જની કચેરી, ભાવનગર ખાતે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જીશ્રીઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીશ્રીએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ત્રણ નવા કાયદાના અમલીકરણની સમીક્ષા કરી ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, ભારત સરકારે પ્રધાનમંત્રી પુરસ્કાર માટે એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 2024 માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રીના પુરસ્કારો દેશભરમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને સ્વીકારવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે બનાવવામાં આવ્યા છે. વર્ષ 2024 માટે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર માટેની યોજનાનો ઉદ્દેશ ત્રણ કેટેગરીમાં સનદી અધિકારીઓનાં પ્રદાનને માન્યતા આપવાનો છેઃ કેટેગરી 1: પ્રાથમિકતા ધરાવતા 11 ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ જિલ્લાઓનો સર્વાંગી વિકાસ. આ કેટેગરી હેઠળ 5 એવોર્ડ આપવામાં આવશે. કેટેગરી 2: એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ. આ કેટેગરી હેઠળ 5 એવોર્ડ આપવામાં આવશે. કેટેગરી 3: કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો રાજ્યો, જિલ્લાઓ માટે નવીનતાઓ. આ કેટેગરી હેઠળ, 6 એવોર્ડ આપવામાં આવશે પ્રધાનમંત્રી પુરસ્કાર પોર્ટલની શરૂઆત 20 જાન્યુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી. આ પોર્ટલ 27 જાન્યુઆરી, 2025થી 21 ફેબ્રુઆરી, 2025 સુધી નોંધણી અને નામાંકન સબમિટ કરવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું.…

Read More

(જી.એન.એસ) તા. 22 ભારત સરકારે પ્રધાનમંત્રી પુરસ્કાર માટે એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 2024 માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રીના પુરસ્કારો દેશભરમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને સ્વીકારવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે બનાવવામાં આવ્યા છે. વર્ષ 2024 માટે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર માટેની યોજનાનો ઉદ્દેશ ત્રણ કેટેગરીમાં સનદી અધિકારીઓનાં પ્રદાનને માન્યતા આપવાનો છેઃ કેટેગરી 1: પ્રાથમિકતા ધરાવતા 11 ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ જિલ્લાઓનો સર્વાંગી વિકાસ. આ કેટેગરી હેઠળ 5 એવોર્ડ આપવામાં આવશે. કેટેગરી 2: એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ. આ કેટેગરી હેઠળ 5 એવોર્ડ આપવામાં આવશે. કેટેગરી 3: કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો રાજ્યો, જિલ્લાઓ માટે નવીનતાઓ. આ કેટેગરી હેઠળ, 6 એવોર્ડ આપવામાં આવશે પ્રધાનમંત્રી પુરસ્કાર પોર્ટલની શરૂઆત 20 જાન્યુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી. આ પોર્ટલ 27 જાન્યુઆરી, 2025થી 21 ફેબ્રુઆરી, 2025 સુધી નોંધણી અને નામાંકન સબમિટ કરવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું. પીએમ એવોર્ડ…

Read More

(જી.એન.એસ) તા. 22 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેઓ પાકની ઉત્તમ ગુણવત્તા અને અત્યંત નરમ અને ફળદ્રુપ માટી જોઈને પ્રભાવિત થયા હતા. શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અવસરે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને મોનિટરિંગ માટે રાષ્ટ્રીય કમિટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યસ્તરે પણ કમિટીઓ રચાશે, જે ડીડીઓ મારફતે પ્રાકૃતિક કૃષિની પ્રગતિનો રિપોર્ટ સરકાર સુધી પહોંચાડશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, “રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયેલું પ્રાકૃતિક કૃષિ મિશન હવે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન તરીકે…

Read More

(જી.એન.એસ) તા. 22 રાજપીપળા, એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં વિષમ પરિસ્થિતિના પગલે શાળા-કોલેજનો અભ્યાસ અધૂરો છૂટી ગયો હોય અથવા આગળના અભ્યાસની તકથી વંચિત રહી ગયા હોય તેવા આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓને કૌશલ્ય વર્ધનની સઘન તાલીમ આપી સ્વમાનભેર રોજગાર ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી એકતાનગર ખાતે નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામમાં જીએમઆર વરલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૨૧માં એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે સતત વધેલી પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સર્જનનું માધ્યમ આ કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને આદિવાસી યુવાનો પણ તાલીમ લઈ કૌશલ્યવાન બની ઘર…

Read More

(જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, ‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યાએ આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના પરિણામે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Read More

મોદી સરકારમાં, ઝોનલ કાઉન્સિલની ભૂમિકાને એડવાઇઝરીમાંથી એક્શન પ્લેટફોર્મમાં બદલવામાં આવી છે, જેથી તેમને અસરકારક બનાવી શકાય (જી.એન.એસ) તા. 21 પુણે, આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, મહારાષ્ટ્રના પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકાર આ બેઠકનું આયોજન કરી રહી છે, જેનું આયોજન ભારત સરકારનાં ગૃહ મંત્રાલય અંતર્ગત આંતર-રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા મહારાષ્ટ્ર સરકારનાં સહયોગથી થઈ રહ્યું છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકમાં સભ્ય દેશોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તા સહિત દરેક રાજ્યના બે વરિષ્ઠ મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં મુખ્ય સચિવો, સલાહકારો અને…

Read More