Author: dhrumit

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, ભારતની નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશન્સ (NFICI)ની ૧૫મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કેન્દ્રીય માહિતી આયોગના નેજા હેઠળ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ CIC ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. સભાનું ઉદઘાટન ડૉ. જીતેન્દ્રસિંહ, માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો), વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય; પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય; પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી; કર્મચારીઓ, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય; પરમાણુ ઊર્જા વિભાગ અને અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું. આ બેઠકમાં દેશભરના મુખ્ય માહિતી કમિશનરો તથા માહિતી કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આરટીઆઈ કાયદાના અમલીકરણને વધુ સુદ્રઢ બનાવવા, શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા અને નિરર્થક અરજીઓને ઘટાડવા માટે કાર્યક્ષમ…

Read More

(જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, 70મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર શ્રી પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના શ્રી રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૨૨માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-2025નું આયોજન વધુ એક સિમાચિન્હ બનશે. મુખ્યમંત્રીશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ફિલ્મ ફેર ટ્રોફી-બ્લેક લેડીનું અનાવરણ કર્યું…

Read More

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, બગોદરા-બાવળા હાઈવે પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર આડેધડ રીતે વાહન પાર્ક કરનારા વાહન ચાલકો સામે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં નિયમોનો ઉલાળિયો કરતા વાહન ચાલકો પાસેથી રૂ.૧૦,૦૦૦થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. હોટલો અને ઔદ્યોગિક એકમો પાસે વાહનચાલકોબેફામ રીતે વાહનો પાર્ક કરતા હોય છે. જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. ભૂતકાળમાં આવા પાર્ક કરેલા વાહનોને કારણે ઘણા અકસ્માતો થયા છે અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેમાં ?ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિક પોલીસે ભાયલા ટોલટેક્સ…

Read More

(જી.એન.એસ) તા. 24 જામનગર, જામનગર પોલીસની ટીમ અસામાજિક તત્વો પર પુરજોશમાં તવાઈ બોલાવી છે, જેમાં શહેર અને જિલ્લામાં દારૂ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચલાવનારા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વધુ એક દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને સુરતની લાજપોર જેલમાં ધકેલા દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘીણકી ગામનો વતની ડુંગરભા અરજણભા માણેક હિંદુ વાઘેર કે જેની સામે જામનગર જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિ ચલાવવા અંગે કેસ નોંધાયો હોવાથી એલસીબી ની ટીમ દ્વારા તેની સામે પાસા હેઠળ ની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેકટર સમક્ષ મૂકવામાં આવી હતી, અને જેને મંજૂરીને…

Read More

સેવન્થ ડે સ્કૂલના વાલીઓ શાળા બદલાવવા મજબૂર બન્યા (જી.એન.એસ) તા. 24 અમદાવાદ, શહેરના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ઘણા વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા માટે દોડી રહ્યા છે.મળતી માહિતી મુજબ ઘણા વાલીઓએ અન્ય સ્કૂલનો સંપર્ક કરવાનું પણ શરૂ કર્યું છે. વાલી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ધોરણ 10ના વિદ્યાર્થીની સ્કૂલ છૂટવાના સમયેજાહેરમાં હત્યાની ઘટનાએ જ્યાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે ત્યારે હવે આ ઘટના બાદ વાલીઓમાં અને સ્કૂલમાં તેમજ આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોય તેમ જ અગાઉ પણ અનેકવાર મારામારી અને…

Read More

(GNS)24, પાલનપુર, શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો : અંબાજી મહા મેળા માટે QR કોડ આધારિત પાર્કિંગ ટિકિટ સહિત ગૂગલ મેપ લોકેશન ઉપલબ્ધ થશે શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી વ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે. આ માટે સૌપ્રથમ પોતાના…

Read More

(GNS)23, ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા ₹2548 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતને આ ભેટ એવા સમયે મળશે જ્યારે રાજ્ય શહેરી વિકાસ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ બે દાયકાની સિદ્ધિને આગળ ધપાવતાં ગુજરાત સરકાર નાગરિકો માટે ઇઝ ઑફ લિવિંગના સતત પ્રયાસો કરી રહી છે. અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી…

Read More

વર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા મોખરે; સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને (GNS)23, ગાંધીનગર, તાજેતરના વર્ષોમાં ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે, સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સનું સૌથી મોટું નિકાસકાર પણ બન્યું છે. આ સફળતા ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પણ ઝળકશે, જે આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં યોજાશે. ભારતમાં પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં અનુકૂળ હવામાન હોવાને કારણે ફ્રોઝન બટાટાના ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું છે. હાઇફન ફૂડ્સ, મૅકકેઇન ફૂડ્સ અને ઇસ્કોન બાલાજી ફૂડ્સ…

Read More

(GNS)23, ભાવનગર, તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા. ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી. જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ૨૪ કલાક મેળા દરમ્યાન ફરજ બજાવી હતી. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા…

Read More

(જી.એન.એસ) તા. 23 વોશિંગટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના રાજકીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં આગામી યુએસ રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકે નિયુક્ત કર્યા. ગોર હાલમાં વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર છે અને તેમની પુષ્ટિ થાય ત્યાં સુધી આ ભૂમિકામાં રહેશે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર તરીકે, ગોર અને તેમની ટીમે ‘રેકોર્ડ સમયમાં’ ફેડરલ સરકારના દરેક વિભાગમાં લગભગ 4,000 અમેરિકા ફર્સ્ટ પેટ્રિયોટ્સને નોકરી પર રાખ્યા હતા અને ઉમેર્યું હતું કે તેમના વિભાગો અને એજન્સીઓ ’95 ટકાથી વધુ ભરેલી’ છે. ટ્રમ્પે કહ્યું કે ગોર…

Read More