Author: devarshi

જમ્મુ અને કાશ્મીર પર પાયાવિહોણા નિવેદનો કરવા બદલ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટીકા કરી  (જી.એન.એસ) તા. 25 ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, આ વખતે પણ ભારતે પાડોશી દેશને અરીસો બતાવ્યો અને તેને સખત ઠપકો આપ્યો. આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં સુસંગતતા વધારવી’ હતો, પરંતુ પાકિસ્તાને ફરી એકવાર તેમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. હરીશે જવાબ આપ્યો કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાન આ વિસ્તાર પર ગેરકાયદેસર…

Read More

અન્ય હુમલાઓમાં 60થી વધુ પેલેસ્ટિનિયનોના મોત યુદ્ધની શરૂઆતથી હમાસની 19 મેમ્બર્સની નિર્ણય લેતી કમિટીના કુલ 11 મેમ્બર્સના મોત થઈ ગયા છે  (જી.એન.એસ) તા. 25 ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ ગાઝા પટ્ટી પર ના હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ૬૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે, આ મામલે ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. બીજી તરફ, ઈઝરાયેલને હમાસ સાથે યુદ્ધવિરામ તોડયાના અઠવાડિયા પછી ઈજિપ્ત તરફથી યુદ્ધવિરામનો નવો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેમાં, ઈઝરાયેલ-યુએસના પાંચ જીવિત બંધકોના બદલામાં એક અઠવાડિયાનો યુદ્ધવિરામની સાથે ઈઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં આ બાબતે ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ખાન યુનિસમાં…

Read More

(જી.એન.એસ) તા. 25 ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર સવારે 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક સમય અનુસાર 2:43 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 33 કિમી નીચે હતું. જિયોનેટના અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌથી મોટી રાહતની વાત છે કે, શક્તિશાળી ભૂકંપ બાદ પણ હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૌગોલિક દ્રષ્ટિએ પણ ન્યુઝીલેન્ડ ધરતીકંપ માટે દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે. અહીં ઑસ્ટ્રેલિયા અને પેસિફિક પ્લેટોના કારણે ભૂકંપના આંચકા અવારનવાર આવતા રહે છે. ન્યુઝીલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ સાંખી શકે તેવી ઈમારતોનું નિર્માણ કરાયું…

Read More

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદના વિશ્વ પ્રખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ સિઝની ની એટલે કે આઈપીએલ 2025 ની મેચ રમાવવાની શરૂઆત હવે થશે, આજે (મંગળવારે) ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચ રમાશે. જ્યારે IPL 2025ની ગુજરાતમાં રમાનાર મેચને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. જ્યારે શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં આઈપીએલ 2025ની કેટલીક મેચ ડે-નાઈટ રમાવાની છે, ત્યારે ગુજરાત મેટ્રો રેલ…

Read More

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ફરી એકવાર અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત કરોડોનું સોનું જપ્ત કરાયું છે. અબુધાબીથી આવેલ બે મુસાફરો જીન્સમાં સોનું છુપાવી લાવ્યા હતા. બન્ને મુસાફરની એર ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા તપાસ કરાતા 2 કરોડ 77 લાખની કિંમતનું અંદાજિત 3 કિલોથી વધુનું ગેરકાયદે સોનું ઝડપાયું છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસીની શંકાના આધારે તપાસ કરાઈ હતી. આ દરમિયાન તેમની પાસેથી ત્રણ કિલો સોનું અને બે સોનાની ગળાની ચેઈન મળી આવી હતી. હાલ બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. હાલમાં બન્ને આરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ…

Read More

(જી.એન.એસ) તા. 24 મુંબઈ, સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્ર પોલિટિક્સ પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તેણે તેમનું નામ લીધા વિના મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. કુણાલ કામરાનો આ વીડિયો સામે આવતા જ શિવસૈનિકો ગુસ્સે થઈ ગયા અને રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. દરમિયાન, કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે ફરિયાદ નોંધાવી છે.…

Read More

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાંથી મળેલી બિનહિસાબી રોકડ રકમ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેમની સામે આંતરિક તપાસનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમની બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના વિવાદિત જજ યશવંત વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર મામલે સહમતિ દર્શાવવામાં આવી હતી. જજ યશવંત વર્માના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતાં વિવાદોમાં છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જારી નોટિફિકેશન અનુસાર, જસ્ટિસ વર્માની બદલીનો નિર્ણય કૉલેજિયમની પાછલી બેઠકમાં જ લેવાયો હતો. આ નિર્ણય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આગામી એક-બે દિવસમાં સરકાર આ મામલે અંતિમ નિર્ણય લેશે. જો કે, અલ્લાહાબાદ હાઇકોર્ટ બાર ઍસોસિએશને આ…

Read More

યુપી સરકારની ‘સેવા, સુરક્ષા અને સુશાસન નીતિ’ પર આધારિત ડોક્યુમેન્ટ્રી પણ રજૂ કરવામાં આવી (જી.એન.એસ) તા. 24 લખનૌ, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યના પાટનગર લખનૌ ખાતે એક પ્રેસ વાર્તામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્ય સરકારની સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું સાથેજ રાજ્ય સરકારની ‘સેવા, સુરક્ષા અને સુશાસન નીતિ’ પર આધારિત ડોક્યુમેન્ટ્રી પણ રજૂ કરી હતી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે જેમાં પાર્ટી રાજ્યના જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો દ્વારા સરકારની તમામ ઉપલબ્ધિઓ વિશે લોકો સાથે વાતચીત કરશે. આ ઉત્સવ 14મી એપ્રિલ 2025 સુધી ઉજવાશે.…

Read More

(જી.એન.એસ) તા. 24 બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલને ઢાકા પ્રીમિયર લીગ (DPL) મેચ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. તમિમ ઈકબાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જોકે, હવે તેમની હાલત ખતરાથી બહાર છે. સોમવારે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શિનેપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમિમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હતો. 36 વર્ષીય તમિમ ઈકબાલને બીકેએસપીમાં ચાલી રહેલી ઢાકા પ્રીમિયર લીગમાં શિનેપુકુર ક્રિકેટ ક્લબ સામે મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ માટે રમી રહ્યો હતો. તે ટીમનો કેપ્ટન છે. આ જ ટુર્નામેન્ટની એક મેચ દરમિયાન તમિમ ઈકબાલને મેદાન પર અચાનક છાતીમાં દુ:ખાવો થયો. મેદાનમાં તબીબી સહાય આપ્યા બાદ તેને વધુ તપાસ માટે…

Read More

(જી.એન.એસ) તા. 24 49 વર્ષીય ગોલ્ફર ટાઈગર વુડ્સ દ્વારા તેમના ‘X’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સે જે મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું જાહેર કર્યું છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન છે. ગોલ્ફર ટાઈગર વુડ્સે લખ્યું છે કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી સાથે હોવાથી જિંદગી બહેતર લાગી રહી છે! અમે સાથે મળીને આ જીવનસફરમાં આગળ વધવા માંગીએ છીએ.’ આ પોસ્ટ મૂકીને ટાઈગર વુડ્સે તેમની નજીકના લોકોની પ્રાઈવસી જળવાય એ માટેની વિનંતી પણ કરી હતી. પ્રેમનો એકરાર કરતી પોસ્ટ સાથે ટાઈગર વુડ્સે બે ફોટો પણ મૂક્યા…

Read More