Author: devarshi

બિલ ગેટ્સ દ્વારા લેવામાં આવ્યો એક મોટો નિર્ણય (જી.એન.એસ) તા. 7 બિલિયોનેર બિલ ગેટ્સ તેમના બાળકોને તેમની મિલકતમાંથી એક ટકા કરતાં પણ ઓછી સંપત્તિ આપવાના છે. તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ સાથે તેમને ત્રણ બાળકો છે – રોરી, જેનિફર અને ફીબી ગેટ્સ. આ બાળકોના પિતા વિશ્વના સૌથી ઘનવાન વ્યક્તિઓમાંના એક છે. માઇક્રોસોફ્ટ જેવું એમ્પાયર ઊભું કરનાર વ્યક્તિના બાળકોની લાઇફસ્ટાઇલ કેવી હશે, એ દરેકને ખબર છે. જોકે આબાળકો પોતાની પિતાની સંપત્તિમાં ભાગ ન લઈ શકે તેવું જણાય છે. બિલ ગેટ્સે તાજેતરમાં ‘ફિગરીંગ આઉટ વિથ રાજ શમાની’ પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ પોડકાસ્ટમાં તેમણે પોતાની ધારણા શેર કરી કે તેમના બાળકો તેમના…

Read More

(જી.એન.એસ) તા. 7 વડોદરા, શહેરમાં આવેલા કલાલી બ્રિજ પર સવારના સમયે એક ડમ્પર ચાલાકે ટુ વ્હીલર પર જતા એક સિનિયર સિટીઝનને કચડી નાખતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં અટલાદરા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાંદલજા વિસ્તારમાં રહેતા 60 વર્ષના રફિકભાઈ મુનીરભાઈ પઠાણ સવારે પોતાનું ટુ વ્હીલર લઈને જીઆઇડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબૂ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતાં ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી ગયો…

Read More

(જી.એન.એસ) તા. 7 નવસારી, સુરતના ત્રણ મિત્રો નવસારીની અંબિકા નદીમાં નહાવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેય મિત્રો નદીના પાણીમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે મોડી રાત સુધી તરવૈયાની મદદથી યુવકના મૃતદેહને બહાર નીકાળીને પીએમ અર્થે મોકલ્યો હતો. ગરમીથી રાહત મેળવવા લોકો અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના ત્રણ ચીખલી તાલુકાના સરૈયા ગામે અંબિકા નદીના ચેકડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં 21 વર્ષીય રાજ દેવરાજ નાયકા નદીમાં અંદર સુધી પહોંચતા પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ સમગ્ર…

Read More

(જી.એન.એસ) તા. 7 ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો જેમાં બાર જેટલી મહિલાઓ અને બાળકો સહિત 32 લોકોનાં મોત થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ યુદ્ધ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અમેરિકા જઇ રહ્યાં છે. મૃતકોમાં એક મહિલા પત્રકાર પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઇઝરાયેલે હમાસ સાથે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી જો કે તેણે ફરીથી હવાઇ અને જમીન યુદ્ધ શરૂ કરી દીધુ છે. બાકીના બંધકો મુક્ત કરવા માટે નવી સમજૂતીનો સ્વીકાર કરવા માટે હમાસ પર દબાણ વધારવા માટે ઇઝરાયેલ આ હુમલા કરી રહ્યું છે.…

Read More

ટ્રમ્પની નીતિઓ આર્થિક ગાંડપણ, દુનિયાને મંદી તરફ ધકેલી રહ્યા છે : દેખાવકારો હેન્ડ્સ ઓફ આંદોલન : અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૧૫૦થી વધુ સંગઠનોની ૧૨૦૦થી વધુ રેલીમાં લાખો લોકો જોડાયા (જી.એન.એસ) તા. 7 વોશિંગ્ટન, અમેરિકામાં ખૂબ જ વ્યાપક સ્તરે દેખાવો શરૂ જેનું કારણ છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ સામાજિક યોજનાઓમાં કાપ અને નબળા વર્ગો પર હુમલા બદલ વિરોધ પ્રદર્શનમાં લાખો લોકો જોડાયા છે. અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૧૨૦૦થી વધુ સ્થળો પર ૧૫૦થી વધુ જૂથો સાથે લોકો ટ્રમ્પ અને મસ્કની નીતિઓ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ લઈને દેખાવો કરી રહ્યા છે. આ આંદોલનને ‘હેન્ડ્સ ઓફ’ વિરોધ પ્રદર્શન નામ આપવામાં આવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 7 કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને સારા મિત્રો ગણાવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બંને પોતાની અર્થવ્યવસ્થાને સ્વ-લાદેલા ઘા આપવામાં નિષ્ણાત છે. ભારતમાં 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધી હતી. જયારે 2 એપ્રિલ, 2025 ના રોજ વિચિત્ર રેસિપ્રોકલ ટેરિફ લાદેલા છે, હવે બજાર ટેરિફને લઈને પ્રતિક્રિયા આપી રહ્યું છે.’ ગયા અઠવાડિયે, લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ ઝીરો અવર દરમિયાન બોલતા, નરેન્દ્ર મોદી સરકારને ચેતવણી આપી હતી કે ટેરિફ ભારતીય ઉદ્યોગને સંપૂર્ણપણે નાશ કરશે. ટ્રમ્પની ટેરિફ ઘોષણાઓ વચ્ચે સ્થાનિક અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવાના તેના ઈરાદા પર…

Read More

(જી.એન.એસ) તા. 6 શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા ગાઝાનો ફાઈનલ વૉર પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે? આખરે ટ્રમ્પ અને ઈઝરાયલ ગાઝામાં શું કરવા ઈચ્છે છે… આ તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે બંને નેતાઓ ફ્લોરિડામાં 7 એપ્રિલે મુલાકાત કરશે. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાશે. આ દરમિયાન તેઓ ગાઝા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરશે. આ મામલે વ્હાઈટ હાઉસના એક અધિકારી અને નેતન્યાહૂના કાર્યાલયે બંને નેતાઓની મુલાકાત અંગે પુષ્ટી કરી છે. બંને તરફથી કહેવાયું છે કે, ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે 7મી એપ્રિલે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાશે. ઈઝરાયલ હમાસના બળવાખોરો પર દબાણ વધારવા…

Read More

(જી.એન.એસ) તા. 6 કોલંબો, શ્રીલંકાના સામ્યવાદી પ્રમુખ અનુરાકુમાર દિશાનાયકેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેઆજે શનિવારે પત્રકાર પરિષદને સંયુક્ત રીતે કરેલાં સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે શ્રીલકા તેની ભૂમિનો ભારતને નુકસાન થાય તે રીતે કોઇને પણ કરવા નહીં દે અને આ વિસ્તારમાં પ્રાદેશિક અસ્થિરતા ઊભી થાય, તેવું પણ કશું કરવા નહીં દે. શ્રીલંકાના પ્રમુખે નરેન્દ્ર મોદીને તે વિનંતિ કરી હતી કે તેની ખંડીય છાજલી કોન્ટીન્ટલ શેલ્ફની બહાર પણ તેના એકાકી આર્થિક વિસ્તાર એક્સક્લુઝિવ ઇકોનોમિકઝોન માટે શ્રીલંકાએ યુનાઇટેડ નેશન્સ કમિશન સમુદ્ર શ્રીલંકાએ કરેલી રજુાતને સમર્થન આપે. ઓગસ્ટ ૨૦૨૨માં ચીનનું મિસાઇલ્સ અને સેટેલાઇટ ટ્રેકિંગ શિપ યુઆન વાંગ શ્રીલંકાનાં દક્ષિણનાં કુદરતિ બારાં હંબન…

Read More

(જી.એન.એસ)તા 6 પોરબંદર ગુજરાતમાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ ના ડ્રાઇવરે બસ પર પોતાનો કાબૂ ગુમાવતાં અચાનક પલટી મારી ગઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. બસમાં બેઠેલા મુસાફરોમાંથી 20 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતાં અને 2 મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ ઘટના ની જાણ થતાં તત્કાલીન એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્ત લોકો ને નજીકની કુતિયાણાની સરકારી હોસ્પિટલમમાંખસેડવામાં આવ્યા.બીજી બે ઇજાગ્રસ્ત વ્યક્તિ જેની સ્થિતિ ગંભીર છે તેમને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એવું લાગે છે કે, ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ…

Read More

(જી. એન. એસ)તા 6 વડોદરા વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયાના ફ્લોડ ગામે રખડતા શ્વાનથી લોકો પરેશાન થઇ ગયા છે. એક જ રખડતાં શ્વાને આખું ગામ માથે લીધું છે.હાલ માં એ શ્વાન એ 10 લોકો ને કરડી લેતા તમામને સારવાર લેવી પડી છે જેમાંથી 3 લોકો ઝોયા ખાન (ઉં. 13), નૂર મહંમદ કાસમ (ઉં. 40) અને ગણપત પરમાર (ઉં. 52) ને વધુ અસર થવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ માં ગ્રામજનો આ સમસ્યાનો કાયમી ઉકેલ ઇચ્છી રહ્યા છે માટે શ્વાનને સત્વરે રેસ્ક્યૂ કરીને ગ્રામજનોને ભયમુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગત…

Read More