Author: devarshi

અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ’ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ 2’ લઈને આવી રહ્યા  અજય દેવગનનું પાત્ર અમર પટનાયક; રિતેશ દેશમુખ વિલન પાત્રમાં જોવા મળશે (જી.એન.એસ) તા. 8 અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ’ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ 2’ લઈને આવી રહ્યા છે ત્યારે હવે ફિલ્મમેકર્સએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ‘રેડ’ના સિક્વલમાં અજય દેવગન એક ઈમાનદાર ઇન્કમ ટેક્સ ઓફિસરના રૂપમાં દેખાશે. ત્યાં જ રિતેશ દેશમુખ આ ફિલ્મમાં ભ્રષ્ટ નેતાનું કેરેકટર પ્લે કરતા દેખાશે. રિતેશ દેશમુખનું કેરેક્ટર ખુબ દમદાર લાગી રહ્યું છે. ત્યાં જ સૌરભ શુક્લા જેલના કેદીના રૂપમાં દેખાઈ રહ્યા છે. સુપ્રિયા પાઠક વૃદ્ધ…

Read More

બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે મોરચો માડ્યો (જી.એન.એસ) તા. 8 ઢાકા, બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે ફરી એકવાર પ્રહાર કર્યો છે. શેખ હસીનાએ યુનુસને ચોર અને બાંગ્લાદેશ સરકારને આતંકવાદીઓની સરકાર કહી છે. સોશિયલ મીડિયા પર આવામી લીગના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં હસીનાએ કહ્યું હતું કે, ‘હું મરી નથી, એટલે કે હું ફરીથી પરત આવી રહી છું. અલ્લાહે લોકોને સંદેશ આપ્યો છે. પરત આવ્યા પછી વચગાળાની સરકાર અને તેમના લોકોને અદાલતથી જેલ સુધી ઘસડીને લઈ જઈશ.’ અવામી લીગના કાર્યકર્તાઓના એક સવાલના જવાબમાં હસીનાએ કહ્યું કે, ‘હું જીવતી…

Read More

૩૦૦૦ સૈનિકોની પાકિસ્તાની બ્રિગેડ સામે CRPF ના ૧૫૦ જેટલા જવાનોએ મોરચો સંભાળ્યો હતો, પાકિસ્તાનના ૩૪ સૈનિકો માર્યા ગયા હતા અને ૪ જીવતા પકડાયા હતા ૯ એપ્રિલ: CRPF શૌર્ય દિવસ- સરદાર પોસ્ટની રક્ષા કાજે લડનારા CRPFના વીર શહીદોને શ્રદ્ધાંજલિ (જી.એન.એસ) તા. 8 ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને સમર્પિત “શૌર્ય દિવસ” દર વર્ષે ૯ એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગર્વભેર મનાવવામાં આવે છે. આ દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે જ્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સી.આર.પી.એફ.)ની એક નાની ટુકડીએ પાકિસ્તાની સેનાની આખી બ્રિગેડ સામે અપ્રતિમ બહાદુરીનો પરચો આપ્યો…

Read More

નેપાળમાં 15 એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ થાય છે તે શરૂ થવામાં વિલંબ થશે (જી.એન.એસ) તા. 8 કાઠમંડુ, ‘નેપાળ શિક્ષક સંઘ’ દ્વારા આખા દેશમાં હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેપાળમાં શિક્ષકો નવા શિક્ષણ એક્ટની માંગણી કરી રહ્યા છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હડતાળનો હેતુ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો છે. નેપાળના સ્કૂલ શિક્ષકોનાં મુખ્ય સંગઠન ‘નેપાળ ટીચર્સ ફેડરેશને’ શિક્ષકોને પોતાની સ્કૂલો બંધ રાખી કાઠમંડુમાં એકત્રિત થવા એલાન આપ્યું હતું અને તા. ૯મીના દિને યોજાનાર દેખાવોમાં સામેલ થવા જણાવ્યું હતું. આ મહાસંઘે શિક્ષકોને ઉત્તરવાહીનીઓ ન તપાસવા કહી દીધું છે. જેથી પરિણામો જાહેર થઈ શકે તેમ…

Read More

મણિપુરમાં ભાજપ નેતાને વક્ફ સુધારા બિલને ટેકો આપવું ભારે પડી ગયું (જી.એન.એસ) તા. 7 થૌબલ, વક્ફ સુધારા બિલ ગુરુવારે રાત્રે લોકસભા અને શુક્રવારે રાજ્યસભામાં પાસ થઈ ગયુ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો હતો બીજી બાજુ મણિપુરમાં ભાજપ નેતાને વક્ફ સુધારા બિલને ટેકો આપવું ભારે પડી ગયું છે. ટોળાએ ભાજપ નેતાના ઘરને આગ ચાંપીને ફૂંકી માર્યું છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, મણિપુરમાં ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ અસકર અલીએ વક્ફ સુધારા કાયદાને સમર્થન આપ્યું હતું. તેનાથી રોષે ભરાયેલા ટોળાએ આ પગલું ભર્યું છે. આ ઘટના રવિવારે રાત્રે થૌબલ જિલ્લાના લિલોંગમાં બની હતી. આ મામલે એક અધિકારીઓએ જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 7 ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાંથી મોહમ્મદ સિરાજને બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે મોહમ્મદ સિરાજે આ અંગે પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો એ વાત હું પચાવી ન શક્યો.’ ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સિરાજે હવે IPL દ્વારા ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે આ લીગમાં સારું પ્રદર્શન કર્યું છે અને ચાર મેચમાં નવ વિકેટ ખેરવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર રહેવા મુદ્દે વાત કરતા સિરાજે કહ્યું હતું કે, ‘એક સમયે હું એ વાત પચાવી ન શક્યો પરંતુ મેં મારા ઉત્સાહને ઓછો ન થવા દીધો અને મારી ફિટનેસ અને રમત પર કામ…

Read More

(જી.એન.એસ) તા. 7 મુંબઈ, સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. એક સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટની વેબસાઈટ અનુસાર, કામરાએ 5મી એપ્રિલે FIR રદ કરવાની અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સામે નોંધાયેલ FIR બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જસ્ટિસ સારંગ વી. કોટવાલ અને જસ્ટિસ શ્રીરામ એમ. મોડકની બેન્ચ 21 એપ્રિલે…

Read More

(જી.એન.એસ) તા. 7 મુંબઈ, બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને 7 વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. સોશિયલ મીડિયામાં કરેલ એક પોસ્ટમાં તેમણે આ માહિતી લોકો સાથે શેર કરી હતી. આ પહેલા તે વર્ષ 2018માં પણ આ ગંભીર બીમારી સામે જંગ લડી હતી. પરંતુ સાત વર્ષ બાદ ફરી એકવાર તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ અંગેની માહિતી ખુદ તાહિરાએ તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી છે. આ પોસ્ટ પછી ચાહકો તેને હિંમત આપી રહ્યા છે. આ સાથે તેને જલ્દી બરોબર થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેના દિયર અપારશક્તિ ખુરાનાએ પણ તેના ભાભીની આ પોસ્ટ પર સ્પેશિયલ કોમેન્ટ…

Read More

જામનગર પાસે ગાડી દ્વારા ટક્કર માર્યા બાદ મૃત્યુ થવાના કિસ્સામાં મોટો ઘટસ્ફોટ (જી.એન.એસ) તા. 7 જામનગર, જામનગર-કાલાવડ રોડ પર વિજરખી ગામ પાસે એક ગાડી અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બુલેટ ચાલક યુવાનનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરતાં ગાડી ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ કાલાવડ તાલુકાના…

Read More

(જી.એન.એસ) તા. 7 કિંશાસા, કોંગોની રાજધાની કિંશાસામાં છેલ્લા 4 દિવસમાં વરસેલા અતિભારે વરસાદ બાદ ભયાનક પૂર આવ્યું હતું જેમાં 22 લોકોનાં મોત થયા છે અને શહેરના અડધાથી વધારે ભાગો અને દેશના મુખ્ય એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રાંતીય આરોગ્ય પ્રધાન પૈટ્રિશિયન એનગેંગોએ જણાવ્યું હતું કે શુક્રવારના પૂરમાં મોટા ભાગનાં મોત દીવાલ તૂટી પડવાને કારણે થયા છે.કિંશાસાના ગવર્નર ડેનિયલ બુમ્બાએ જણાવ્યું હતું કે પૂરને કારણે એરપોર્ટ સુધી જનારી મુખ્ય સડક ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. જો કે હળવા વાહનોની અવરજવર માટે આ સડકને ફરીથી ખોલી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ સડકને ૭૨…

Read More