Author: devarshi

ટેરિફ મુદ્દે ટ્રમ્પની ટીમમાં જ અંદર અંદર બધાના અલગ મંતવ્યો (જી.એન.એસ) તા. 8 વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નાવારોએ ટેરિફની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈલોન મસ્ક અને નૈવારો વચ્ચે ઘણા બડા મુદ્દાઓ પર મંતવ્યો એક સરખા નથી. એક અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના બે વિશ્વાસુ સહાયકો DOGE સુપ્રીમો ઈલોન મસ્ક અને પીટર નૈવારો વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની ટેરિફ અંગે જાહેરમાં પણ બબાલ થઈ ગઈ છે. આ વચ્ચે એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પના સાથી અને તેમના વહીવટના વરિષ્ઠ સલાહકાર પીટર નૈવારોએ ટેરિફનું…

Read More

યુરોપીયન આયોગે ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી (જી.એન.એસ) તા. 8 વિશ્વભરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ લગાવી ને ટેરિફ વોર અથવા ટ્રેડ વોરની શરૂઆત કરી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ચીને અમેરિકાને જવાબમાં ટેરિફ લગાડી તાકત દેખાડી દીધી છે અને હવે બીજી તરફ 27 દેશોના ગ્રૂપ એટલે કે યુરોપીય આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે. મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, EUએ સોમવારે કેટલીક અમેરિકન વસ્તુઓ પર 25% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. એજન્સીએ દસ્તાવેજોનો હવાલો આપતાં કહ્યું કે, કેટલીક વસ્તુઓ પર ટેરિફ 16 મેથી અમલમાં આવશે. મહત્વનું છે કે, કેટલીક અન્ય વસ્તુઓ…

Read More

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, શહેરમાં બપોરના સમયે પાનકોર નાકા વિસ્તારમાં એક રમકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આશરે 3:30 વાગ્યે બનેલી આ ઘટના બાદ આગ પર કાબુમાં લેવા માટે બે ફાયર ફાઇટિંગ ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી. આ ઘટના મામલે સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ આગની જાણ કરી હતી, જેમણે પરિસરમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. અમદાવાદ ફાયર અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા અને તેને નજીકના મથકોમાં ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગના એક અધિકારીએ આ અંગે પુષ્ટિ…

Read More

(જી.એન.એસ) તા. 8 જયપુર, રાજસ્થાનના જયપુરમાં નાહરગઢ વિસ્તારમાં સાંજના સમયે એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા લોકો અને અનેક ટુ-વ્હીલર સવારો ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ હિટ એન્ડ રનની ઘટના રાજસ્થાનના જયપુરના નાહરગઢ વિસ્તારમાં બની હતી, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બેકાબૂ સફેદ કાર અનેક વાહનોને ટક્કર મારે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો…

Read More

(જી.એન.એસ) તા. 8 જયપુર, 2008 જયપુર બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે ગત શુક્રવારે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. આ ચારેય આરોપી લાઈવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતાં. તેમને 17 વર્ષ બાદ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. આ નિર્ણય પીડિતો અને તેમના પરિવારો માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે. સ્પેશિયલ કોર્ટના જજ રમેશ કુમાર જોષીએ સૈફુરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, અને શાહબાઝ અહમદને જયપુરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે જયપુર બોમ્બ બ્લાસ્ટમાં મળી આવેલા લાઈવ બોમ્બ કેસમાં આ ચારેયને આજીવન કારાવાસની…

Read More

ખનીજ ચોરોને  છટકબારી માટે કોઈ જ માર્ગ ખુલ્લો ન રહે તે માટે પણ કલેક્ટર શ્રી ગાંધીનગર પોતે આ કામગીરી પર બાજ નજર રાખી રહ્યા છે (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૯ વાહનો સહિત ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત ગાંધીનગર જિલ્લામાં વર્તમાન કલેકટરશ્રીએ પદ સંભાળતાની સાથે જ ખનીજના બિનઅધિકૃત વહન કરતા ભૂમાફીયાઓ સામે અવિરત દંડનાત્મક પગલાં લેવાની અને જિલ્લામાંથી ખનીજ ચોરી અટકાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના પગલે રજા ના દિવસે તથા રાત દિવસ ભૂસ્તર વિજ્ઞાન ખનીજ ખાતાની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરથી સ્પષ્ટ છે કે…

Read More

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, રાજ્યમાં આ વર્ષે એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સરેરાશ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પંહોચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હવામાનવિભાગે આગામી 3 દિવસોમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી થોડા દિવસ કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. ત્યારે મંગળવારે (સાતમી એપ્રિલ) કંડલામાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નોંધનીય છે કે,આજે કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, કંડલામાં…

Read More

26/11 આતંકી હુમલાના આરોપીને ભારત લાવવાનો માર્ગ થયો મોકળો (જી.એન.એસ) તા. 8 વોશિંગ્ટન, 26/11 આતંકી હુમલાના આરોપી ને ભારત લાવવાનો માર્ગ હવે વધુ મોકળો થઈ ગયો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે (7 એપ્રિલ, 2025) ભારતના મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરની અંદર આતંકવાદી હુમળો થયો હતો તેના આરોપી 64 વર્ષીય તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આરોપી તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. હાલમાં તેને લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ, રાણાએ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ ‘ઇમરજન્સી પિટિશન’ દાખલ કરી હતી, જેમાં ‘હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી સુધી પ્રત્યાર્પણ…

Read More

(જી.એન.એસ) તા. 8 રિયાધ, સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત કૂલ 14 દેશોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન અને મોરોક્કો સહિત 14 દેશોને લાગુ પડે છે. યોગ્ય રજીસ્ટ્રેશન વગર હજ કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, ઉમરાહ વિઝા ધરાવતા વ્યક્તિઓ હજુ પણ 13 એપ્રિલ સુધી સાઉદી અરેબિયામાં પ્રવેશ કરી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે આ પ્રતિબંધ જરૂરી હતો કારણ કે ભૂતકાળમાં ઘણા વિદેશી નાગરિકો ઉમરાહ અથવા વિઝિટ વિઝા પર દેશમાં પ્રવેશ્યા હતા અને પછી…

Read More

(જી.એન.એસ) તા. 8 પંજાબ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં 11 લોકોના મોત થયા હતા. આ માર્ગ અકસ્માત અંગે ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જરાનવાલામાં એક પેસેન્જર બસ અને ત્રણ પૈડાવાળા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોએ પણ શક્ય તેટલી મદદ કરી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મદદ કરી હતી. પ્રવક્તાએ કહ્યું હતું કે, બસ જરાનવાલાથી લાહોર જઈ રહી હતી ત્યારે તે એક થ્રી-વ્હીલર સાથે…

Read More