Author: devarshi

ટ્રેડ વોર તીવ્ર બનવાના એંધાણ : ચીને લાદેલો 34 ટકા ટેરિફ પરત ન ખેંચતા અમેરિકાએ તેના પર ટેરિફ નાખ્યો (જી.એન.એસ) તા. 9 ટેરિફ મુદ્દે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા છે, આજે ચીન પર નવા ટેરિફ 104 ટકા સુધી પહોંચી જશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા ઉત્પાદનો પર 104 ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે મંગળવારે અડધી રાત્રિથી એટલે કે 9 એપ્રિલથી લાગુ થશે. આ જાહેરાત ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર 34 ટકા વધારાનો ટેરિફ લગાવ્યા બાદ કરાઈ છે. ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી હતી કે, જો ચીન 8 એપ્રિલ સુધીમાં ટેરિફ નહીં હટાવે તો તેના…

Read More

(જી.એન.એસ) તા. 9 વલસાડ, વલસાડ જિલ્લામાં ગયા મહિને એક ઘટના બની હતી જેમાં એક ઘરમાં માતા અને પુત્રી ઘરે એકલા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરના દરવાજે આવ્યા હતા અને તેઓ એક જાણીતી કંપનીનું નામ આપી આ કંપનીના માણસો હોવાનું ઓળખ આપી હતી અને ઘરમાં રહેલા તાંબા, પિતળના વાસણોને મફતમાં ચમકાવી આપવાની લાલચ આપી હતી. બે ઇસમો દ્વારા કહેવામાં આવેલ મફતમાં વાસણ ચમકાવાની લાલચમાં ભોળવાઇ માતા પુત્રી અજાણ્યા ઈશમો પર વિશ્વાસ કર્યો હતો અને ત્યારબાદ તકનો લાભ લઈ અજાણ્યા ઈસમોએ ચાંદીના દાગીનાને પણ મફતમાં ચમકાવી આપવાની લાલચ આપી હતી. આથી ઘર બેઠા નજર સામે જ મફતમાં જ દાગીના ચમકાવવાની…

Read More

અમદાવાદમાં આયોજિત 84માં કોંગ્રેસ અધિવેશન (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના 84માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે.15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે. નવા પ્રમુખ અને સંગઠન પર ભાર મૂકાશે. જેમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાશે અને તાલુકા માળખાનું પણ નવેસરથી સંગઠન કરાશે.’ તેમજ આ બાબતે વધુમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીમાં મોટો સંગઠનાત્મક ફેરફાર કરાશે. આ બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી. વર્ષ 2025ને પાર્ટી સંગઠનના પૂર્ણ પુનર્ગઠન તરીકે સમર્પિત…

Read More

(જી.એન.એસ) તા. 9 ગયા, બિહારના ગયા જીલામાં અતરી પોલીસ સ્ટેશનની હદમાં સવારે લગભગ નવ વાગ્યે કેન્દ્રીય મંત્રી જીતન રાન માંઝીની પૌત્રી સુષ્મા દેવીને તેના જ પતિએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોતાની પત્ની ને ગોળી માર્યા બાદ પતિ રમેશ સિંહ ફરાર થઈ ગયો હતો. કેન્દ્રીય મંત્રીની પૌત્રીની હત્યા બાદ તેની નાની બહેન હેતબાઈ ગઈ હતી. મૃતક સુષ્મા કુમારી ટેટુઆ પંચાયતની વિકાસ મિત્ર હતી. તેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની સૂચના મળતાં અતરી પોલીસ સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મગધ…

Read More

(જી.એન.એસ) તા. 9 શિન્હુઆ, ઉત્તર ચીનમાં એક નર્સિંગ હોમમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં 20 લોકોના મોત થયા હતા. જોકે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી. આ આગની ઘટના મામલે, શિન્હુઆના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલે રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ કુલ કેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. જોકે, અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે. જો કે,…

Read More

અમેરિકાના 104 ટકા ટેરિફ પર ચીનનો પર વળતો પ્રહાર (જી.એન.એસ) તા. 9 બીજીંગ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી વિશ્વભ્રમ જ્યારે ખળભળી મચી ગઈ છે અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન પર આકરો ટેરિફ લાદી દીધો છે અને હજુ પણ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એવું તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને સાત ધાતુઓની નિકાસ રાતોરાત બંધ કરી દીધી છે, તે બાદ ફરી અમેરિકન વસ્તુઓ પર 84 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ટ્રેડ વોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે ટ્રમ્પે ચીન પર 104% પ્રતિશોધક ટેરિફ…

Read More

૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ પર  ડિપોર્ટેશનનું જોખમ (જી.એન.એસ) તા. 9 વોશિંગ્ટન, અમેરિકાની સંસદમાં મૂકાયેલા નવા બિલમાં અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટેનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ બંધ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે હવે આ દરખાસ્ત મૂકાતાં અમેરિકામાં ૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ગયા છે. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) હેઠળ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)નો અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન કરી રહ્યા પછી ૩ વર્ષ સુધી યુએસમાં કામ કરવાની મંજૂરી મળે છે જ્યારે સાયન્સ સ્ટ્રીમ સિવાયના વિદ્યાર્થીઓને ૧ વર્ષ માટે અમેરિકામાં રહીને નોકરી શોધવાનો સમય અપાય છે. જો કદાચ આ બિલ પસાર…

Read More

(જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ 12 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્થિત માધવદાસ પાર્ક ખાતે સુપ્રસિદ્ધ સમ્રાટ વિક્રમાદિત્યના જીવન પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક નિર્માણ ‘મહાનાટ્ય’માં હાજરી આપશે. ‘મહાનાટ્ય’ એક અદભુત નાટ્ય પ્રસ્તુતિ છે જે ઉજ્જૈનના પ્રતિષ્ઠિત સમ્રાટ – સમ્રાટ વિક્રમાદિત્યની પ્રેરણાદાયી ગાથાને જીવંત કરે છે, જે તેમની બહાદુરી, ન્યાયની ભાવના અને કલા અને શિક્ષણના સમર્થન માટે પ્રખ્યાત હતા. આ પ્રસંગે મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રી મંગુભાઈ છગનભાઈ પટેલ, મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ, ભારત સરકારના કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહેશે.

Read More

(જી.એન.એસ) તા. 8 બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ઇમરાન હાશ્મીના કેરેક્ટરના લોકો અત્યારથી જ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ 2001ની સત્ય ઘટના પર આધારિત છે. કમાન તેજસ દેઓસ્કરના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ નું ટ્રેલર રિલીઝ થયા બાદ ઇમરાનના ફેંસ એમને કમાંડોના રોલમાં જોઇને બહુ ખુશ દેખાઈ રહ્યા છે. તેની સાથે આ ફિલ્મના ડાયલોગ્સ પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. આ ફિલ્મ રિતેશ સીદ્ધવાની અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. મુકેશ તિવારી, લલિત પ્રભાકર, રોકી રૈના, સાઈ તામ્હણકર, ઝોયા હુસૈન જેવા બીજા ઘણા એક્ટર્સ આ ફિલ્મમાં જોવા…

Read More

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, કોંગ્રેસના અધિવેશન પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ ભવિષ્યની રૂપરેખા, જિલ્લા કોંગ્રેસ કમિટીઓ (DCC)ને સશક્ત બનાવવા સહિત સંગઠનની મજબૂતી, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કર્યું. વિસ્તૃત કાર્ય સમિતિની આ બેઠકમાં અધિવેશન સંબંધિત પ્રસ્તાવો પર વિચાર-વિમર્શ કરાયો. ત્યારબાદ CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો હતો. અમદાવાદના સરકાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં આયોજિત બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા. આ અધિવેશનમાં કોંગ્રેસના…

Read More