Author: devarshi

(જી.એન.એસ) તા. 10 વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખૂબ મોટો આર્થિક ઝટકો આપ્યો છે. ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘આ નિર્ણય ચીન દ્વારા વૈશ્વિક…

Read More

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, ભારત દ્વારા 8 એપ્રિલ 2025થી પાડોશી દેશ બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે. જો કે, મહત્વનું છે કે આ નિર્ણયથી ભારતીય બંદરો પર ભીડ, વિલંબ અને ખર્ચમાં વધારાનો પ્રશ્ન ઉકેલાશે. બાંગ્લાદેશને હવે પોતાના બંદરો પર આધાર રાખવો પડશે. જે તેની નિકાસને અસર કરી શકે છે. બાંગ્લાદેશી નેતા મોહમ્મદ યુનુસના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતે આ પગલું ભર્યું છે. જેમાં ભારતના વેપાર હિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ ફક્ત એવા ટ્રાન્સ-શિપમેન્ટ પર લાગુ થશે જે ભારતીય બંદરો/એરપોર્ટ દ્વારા ત્રીજા દેશોમાં જઈ રહ્યા છે. પરંતુ બાંગ્લાદેશથી…

Read More

(જી.એન.એસ) તા. 9 જેદ્દાહ, લઘુમતી બાબતોના મંત્રાલયના સચિવ ડૉ. ચંદ્ર શેખર કુમાર, સંયુક્ત સચિવ સીપીએસ બક્ષી સાથે 8 એપ્રિલ 2025ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા. તેમની મુલાકાતનો હેતુ આ વર્ષની હજ યાત્રા માટેની ચાલી રહેલી તૈયારીઓની સંપૂર્ણ સમીક્ષા કરવાનો છે. આ મુલાકાત ભારતીય હજ યાત્રાળુઓ માટે એક સરળ અને સુવ્યવસ્થિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. 2025ની હજ યાત્રા જૂનની શરૂઆતમાં થવાની છે.

Read More

ભારત અને ફ્રાન્સ વચ્ચે મેગાડીલ આ ડીલ અંતર્ગત 26 રાફેલ એરક્રાફ્ટ ભારતને મળશે, રાફેલની ફાઈટિંગ રેન્જ 1850 કિમીથી વધુ છે (જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, આવનાર દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ફ્રાન્સ સાથે 63000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી આપશે. આ ડીલ અંતર્ગત 26 રાફેલ એરક્રાફ્ટ ભારતને મળશે. આ ડીફેન્સ ડીલમાં ભારતને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર જેટ પણ મળશે. આ સાથે જ ફ્લીટ મેન્ટેનન્સ, લોજિસ્ટિક્સ સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને ઓફસેટ જવાબદારીઓ પણ ફ્રાન્સ નિભાવશે. આ સોદામાં નૌકાદળના કર્મચારીઓ માટે તાલીમનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયાના લગભગ…

Read More

બનાવવામાં આવશે (જી.એન.એસ) તા. 9 વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 12 સ્કૂલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તા.10 ના રોજ કરવામાં આવશે. જેનો સમારોહ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ ખાતે સાંજે 5:45 કલાકે યોજાશે. જેતલપુરની રામકૃષ્ણ પરમહંસ શાળા, નિઝામપુરાની મહારાણી લક્ષ્મીબાઈ શાળા, ગોરવાની સાવરકર હિન્દી શાળા, અકોટા ગામની ડો.હેડગેવાર શાળા, અકોટાની જ હેડગેવાર હિન્દી શાળા, એકતાનગરની રંગ અવધૂત શાળા, સૈયદ વાસણાની રાજા રામમોહનરાય શાળા, નાગરવાડાની જલારામ બાપા શાળા, હરણી રોડની સ્વામી વિવેકાનંદ શાળા, વાઘોડિયા રોડની લાલ બહાદુર શાસ્ત્રી શાળા અને વાડી બંબથાણાની જગદીશચંદ્ર બોઝ શાળાના મકાન નવા બનાવાશે. કુલ 173 ક્લાસરૂમ બનાવવામાં આવશે. જેનો ખર્ચ 34.47 કરોડ થશે. આ…

Read More

(જી.એન.એસ) તા. 9 અભિનેત્રી તમન્ના ભાટિયાની ફિલ્મ ‘ઓડેલા 2’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અભિનેત્રી એક મજબૂત ભૂમિકામાં જોવા મળી રહી છે. અશોક તેજા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દૈવી શક્તિઓ અને શેતાન વચ્ચેના યુદ્ધને દર્શાવવામાં આવશે, જેમાં તમન્ના શિવ ભક્તની ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ 48 સેકન્ડ લાંબું છે અને એક પુરુષના અવાજથી શરૂ થાય છે. ટ્રેલર એટલું ખતરનાક છે કે તેને જોઈને તમારી કરોડરજ્જુ ઠંડક અનુભવશે. ફિલ્મમાં શિવભક્તની ભૂમિકા ભજવતી તમન્ના ભાટિયા ગામના લોકોને કહે છે કે તેમને ઊભા રહેવા માટે ધરતી માતા અને ટકી રહેવા માટે ગૌ માતાની જરૂર છે. જીવવા માટે તેમને ન…

Read More

કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ તમામની તબિયત લથડી (જી.એન.એસ) તા. 9 સુરત, સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ, પાણીમાં સવારના સમયે ફિલ્ટરની સફાઈ કરવામાં આવી હતી. જે દરમિયાન પાણીની સાથે ભૂલમાં સેલફોસ નામની દવા ભળી ગઈ હતી. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે.…

Read More

ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં AICC સભ્યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂક્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક એવો પણ શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપા માં છે અને બીજો ભાજપમાં કામ કરે છે. જેમાના ભાષણ બાદ પાર્ટી હાઇકમાન્ડે પણ તાળીઓથી તેમની વાતને વધાવી હતી. ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ મંચ પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે,…

Read More

જેલમાંથી બહાર રામ રહીમને લેવા માટે હનીપ્રીત પહોંચી (જી.એન.એસ) તા. 9 સિરસા, ફરી એકવાર સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ પર દયા બતાવી છે. હરિયાણા સરકારે તેને 21 દિવસ માટે પેરોલ પર મુક્ત કર્યા છે. જેલ છોડ્યા બાદ રામ રહીમ મંગળવારે સવારે પોલીસ સુરક્ષામાં સિરસા ડેરા તરફ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રામ રહીમ પોતાના સિરસાના ડેરામાં જ રહેશે. હરિયાણા સરકારે તેમને 21 દિવસની પેરોલ પર મુક્ત કર્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ, રામ રહીમ મંગળવારે સવારે પોલીસ સુરક્ષા હેઠળ સિરસા ડેરા તરફ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રામ રહીમ પોતાના સિરસા ડેરામાં જ રહેશે.…

Read More

સાંસદ અને અધિકારીઓ પર હુમલો કરવા બાબતે 20 લોકો સામે FIR નોંધવામાં આવી (જી.એન.એસ) તા. 9 સિવાન, બિહારના સિવાનમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ અને જિલ્લા અધિકારી મુકુલ કુમાર ગુપ્તાની આગેવાનીમાં અધિકારીઓની ટીમ કેન્દ્રીય વિદ્યાલય માટે જમીનનું નિરીક્ષણ કરવા માટે મહારાજગંજના હરકેસપુર ગામ જતા જ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો જેમાં ગ્રામજનો એટલા ગુસ્સે થયા હતા કે, તેઓએ તમામ અધિકારીઓના તમામ વાહનો પર હુમલો કરી દીધો હતો. વાહનોમાં SDO અનિલ કુમાર, SDPO રાકેશ કુમાર રંજન, બીડીઓ અને સીઓ પણ સામેલ હતા. સિનિયર અધિકારીઓની ટીમ જમીનનું નિરીક્ષણ કરીને પરત ફરી હતી ત્યારે ગ્રામજનો અચાનક રસ્તા પર આવી તમામ વાહનો અટકાવી દીધા…

Read More