Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 12 અમદાવાદ, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNA) દ્વારા 3 હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે એસોસિએશના આ નિર્ણય બાદ શહેરની 1200 જેટલી હોસ્પિટલ કેશલેસ સારવાર ઉપલબ્ધ નહીં થાય. જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રી-ઈમ્બરસમેન્ટ પ્રક્રિયાને અનુસરવી પડશે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ટાટા AIG, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા રદ કરવામાં આવી છે. વિમો ધારક જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય બાદ ઓથોરાઈઝેશન લેટર આપે છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રકમ કાપવામાં આવતી હોવાના આરોપ થયા હતા. આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી…
પોલીસે 20 વર્ષીય અંજલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ શરૂ કરી (જી.એન.એસ) તા. 12 વડોદરા, 10 એપ્રિલે પરિવારને સંબોધન કરતી સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં 20 વર્ષીય યુવક અંજલ ગજાણી નો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો. વડોદરાના જેલોદમાં 20 વર્ષીય યુવક અંજલ 10 એપ્રિલે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. બાદમાં તેના ઘરેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો હતો. પરિવારે સ્યુસાઇડ નોટના આધારે અંજલની શોધખોળ હાથ ધરી હતી. સ્યુસાઇડ નોટના આધારે પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, અંજલે ખંડીવાળા નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોય શકે. પરિવારની આશંકાના આધારે પોલીસે ફાયર વિભાગની ટીમ સાથે અંજલની શોધખોળ હાથ…
કોંગ્રેસ થયું એક્ટિવ; નવા સંગઠન માટે શરૂ કરી તૈયારીઓ (જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી/અમદાવાદ, આગામી 2027માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે આજે ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે. 41 પ્રમુખો નક્કી કરવા માટે AICCના 50 અને PCCના 183 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઓબ્ઝર્વરની નિમણૂક બાદ હવે આગામી 15મી એપ્રિલે મોડાસામાં પ્રથમ બેઠક મળશે. કોંગ્રેસ ઓબ્ઝર્વરની યાદી નીચે મુજબ છે.
(જી.એન.એસ) તા. 12 બોલિવૂડ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસર અને ડિરેક્ટર રાકેશ રોશને પોતાના સોશિયલ મીડિયા X એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ કરીને ફેન્સ ને એક મોટી વાત જણાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું હવે ‘ક્રિશ 4′ ના ડિરેક્શનની કમાન હૃતિક રોશનને સોંપુ છું.’ એવામાં હૃતિક ન્યૂયોર્કની ટ્રિપ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસને પણ મળ્યો હતો. આ મુલાકાત પછી, ક્રિશ 4 પ્રિયંકાને લેવાની અટકળો શરુ થઈ ગઈ છે. હવે અહેવાલો મુજબ પ્રિયંકા ચોપરા ફરી એકવાર આ ફિલ્મમાં વાપસી કરવા જઈ રહી છે. આ મામલે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૃતિક રોશન અને આદિત્ય ચોપરાએ ‘ક્રિશ 4’ માં મુખ્ય ભૂમિકા માટે પ્રિયંકા…
પશ્ચિમ બંગાળમાં વક્ફ બિલ પાસ થયા બાદ અલગ અલગ સ્થળો પર હિંસાની ઘટના હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા (જી.એન.એસ) તા. 12 મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ હતી જેમાં એક મોટા ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા સૂત્રોમાં અહેવાલ મુજબ આ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના…
ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ સૈનિકોએ સરકાર સામે બગાવત કરી (જી.એન.એસ) તા. 12 તેલ અવીવ, ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ જેટલા સૈનિકોએ નેતન્યાહૂ સરકાર સામે બગાવત કરી છે. તેઓએ એક પત્ર લખી ઇઝરાયલ સરકારનાં પગલાંનો વિરોધ કર્યો છે. તે પત્ર ઉપર જે સૈનિકોએ હસ્તાક્ષર કર્યા છે તે બધા ઉપર કઠોર પગલાં લેવાનો નેતન્યાહૂ સરકારે નિર્ણય કર્યો છે. સંભવત: તેઓને નોકરીમાંથી દૂર પણ કરાય. દુનિયાભરમાં સેનાઓમાં ઇન સબોર્ડીનેશન (ઉપરી અધિકારીનું ન માનવું) તે અતિગંભીર ગુનો ગણાય છે. તેની સજા એક જ હોઈ શકે જો તે ન સમજે તો ઠાર મારવો. પરંતુ ૧૦૦૦ સૈનિકો તો ઠાર મારી શકાય નહીં. તે એસ્મેને કે ઓફીસર્સે કામ નહીં કરવાનું…
નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું (જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, સમાન નાગરિક સંહિતા સમિતિ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં જાહેર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. બે રાઉન્ડમાં આયોજિત આ વિચારવિમર્શના પ્રથમ રાઉન્ડમાં મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં સમિતિના 18 સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર તેમનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો જેમાં આ વિષય પર રાજ્યનો અધિકારક્ષેત્ર તેમજ બંધારણ અને બંધારણની કલમ 44, જે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ છે, તે સામેલ છે. સમિતિના સભ્યોએ 15 એપ્રિલ 2025 પહેલા વિગતવાર લેખિત રજૂઆત આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું. જાહેર પરામર્શના…
દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે મોટા ભાગની ફ્લાઇટો મોડી (જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, ઉત્તર ભારતમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે, જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોમાં ગુસ્સો ફેલાયો છે. દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. આંધી- તોફાનના કારણે IGI એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. શુક્રવારે સાંજે આવેલા આધી- તોફાનને કારણે આજે પણ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ મોડી પડવાના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આંધી- તોફાનના કારણે શનિવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એરપોર્ટ…
કથકના એક યુગનો અંત 2010માં પદ્મ ભૂષણથી સન્માનિત પ્રથમ ગુજરાતી મહિલા નૃત્યાંગના (જી.એન.એસ) તા. 12 કુમુદિની લાખિયા એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં. શનિવારે વહેલી સવારે 95 વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. 17 મે 1930 ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે. કુમુદિની લાખિયાએ પહેલા જયપુર ઘરાનાના વિવિધ…
(જી.એન.એસ) તા. 12 વોશિંગ્ટન, અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ હેક થઈ શકે છે અને તેના પુરાવા પણ મળ્યા છે. તેમણે અમેરિકામાં બેલટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમના આ નિવેદનથી ભારતમાં હોબાળો મચ્યો છે. વિપક્ષે ફરી એક વખત ઈવીએમ સામે સવાલ ઉઠાવ્યા છે. જોકે, ચૂંટણી પંચે ભારપૂર્વક કહ્યું છે કે ભારતની ઈવીએમ સિસ્ટમ ફૂલપ્રૂફ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ બેઠક દરમિયાન યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઈવીએમ સિસ્ટમ) હેક થઈ શકે છે. તેથી આખા દેશમાં પેપર બેલટથી મતદાન તરફ વળવું જોઈએ. આ બેઠકમાં તેમણે…
