Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ)તા 13 ભારતીય મહાસાગર જહાજ (IOS) SAGAR જહાજ તરીકે નિયુક્ત INS સુનયનાએ 12 એપ્રિલ 25ના રોજ તાંઝાનિયાના દાર-એ-સલામ બંદરમાં પ્રવેશ્યું. આ જહાજ 5 એપ્રિલના રોજ ગોવાના કારવારથી રવાના થયું હતું, જેમાં હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) ના નવ ફ્રેન્ડલી ફોરેન નેશન્સ (FFN) ના 44 નૌકાદળના કર્મચારીઓ સામેલ હતા, જે જહાજના ક્રૂના ભાગ રૂપે સવાર હતા. FFNમાં કોમોરોસ, કેન્યા, મડાગાસ્કર, માલદીવ્સ, મોરેશિયસ, મોઝામ્બિક, સેશેલ્સ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. IOS SAGARનું તાંઝાનિયા નૌકાદળના પ્રમુખ આરએડીએમ એઆર હસન, ACNS (FCI) રીઅર એડમિરલ નિર્ભય બાપના અને તાંઝાનિયાના સંરક્ષણ એટેચી કોમોડોર અગ્યપાલ સિંહની સાથે ભારતીય ઉચ્ચાયો અને તાંઝાનિયા પીપલ્સ ડિફેન્સ ફોર્સના ગણમાન્ય લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પોર્ટ કોલ દરમિયાન, જહાજ AIKEYME અભ્યાસના બંદર તબક્કામાં પણ ભાગ લેશે, જે એક મહત્વપૂર્ણ નૌકાદળ કવાયત છે જેનું ઉદ્ઘાટન માનનીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય સેઠ દ્વારા 13 એપ્રિલ 25ના…
(જી.એન.એસ)તા 13 નવી દિલ્હી ડૉ. આંબેડકરની 135મી જન્મ જયંતીની ઉજવણી 14 એપ્રિલ, 2025ના રોજ પ્રેરણા સ્થળ, સંસદ ભવનના લૉન, નવી દિલ્હી ખાતે યોજાશે. ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતીની ઉજવણીના આ કાર્યક્રમનું આયોજન ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (DAF) દ્વારા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વતી કરવામાં આવશે. સવારે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભાના અધ્યક્ષ, અન્ય મંત્રીઓ, સાંસદો અને વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો સહિત અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉજવણીની શરૂઆત થશે. ત્યારબાદ, આ કાર્યક્રમ બપોરે 12:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ખુલ્લા કાર્યક્રમ માટે, ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (DAF) બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપનારાઓને સુવિધા આપશે. મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે જનતા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક…
ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ માટે ફરજિયાત નોંધણીના નવા નિયમનો અમલ શરૂ ટ્રમ્પે સીબીપી-વન હેઠળ અમેરિકા આવેલા 6,000 જીવિત વસાહતીઓને ‘મૃત’ જાહેર કરી સોશિયલ સિક્યોરિટી નંબર રદ કર્યો (જી.એન.એસ)તા 13 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકા ની સત્તા સંભાળ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ તેઓ સતત દેશનિકાલ સહિતના પગલાંની લટકતી તલવારના ભય હેઠળ જીવી રહ્યા છે. ટ્રમ્પે સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી કાઢવાનું સૌથી મોટું અભિયાન ચલાવ્યું હતું. હવે ટ્રમ્પ સરકારે એચ૧-બી વિઝા અને ગ્રીનકાર્ડ સહિત કાયદેસર રીતે અમેરિકામાં રહેતા વસાહતીઓને ૨૪ કલાક આઈડી પ્રૂફ સાથે રાખવાનું ફરમાન કર્યું છે. આ સાથે સરકારે ૬,૦૦૦ જીવિત…
(જી.એન.એસ)તા 13 વોશિંગ્ટન બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ દરરોજ કોઈ નવા નિર્ણયો લેતા નજરે પડી રહ્યા છે. બાદમાં તેઓ તે નિર્ણયમાં મોટા ફેરફાર કરતા પણ જોવા મળ્યા છે. ટ્રમ્પે ચીની વસ્તુઓની આયાત પર ભારે ટેરિફ મૂકીને ટ્રેડવૉરની શરૂઆત કરી છે. ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી, જોકે બાદમાં નિર્ણય પાછો ખેંચીને 90 દિવસનો સમય આપ્યો હતો. ત્યારે હવે બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ટ્રમ્પે અમુક વસ્તુઓને ટેરિફમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં સ્માર્ટફોન, લેપટોપ અને સેમીકંડક્ટર ચિપ્સ પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગે. મહત્વનું છે કે, આ નિર્ણય ટ્રમ્પ દ્વારા ચીનથી આયાત કરાયેલી વસ્તુઓ પર 145 ટકા ટેરિફ…
(જી.એન.એસ)તા 13 યુક્રેનના દૂતાવાસ દ્વારા કરાયેલી ટ્વિટ અનુસાર રશિયાના ભારત સાથે વિશેષ સંબંધ છતાં જાણીજોઇને ભારતીય એકમને નિશાન બનાવાયું. મહત્વની વાત છે કે હજુ સુધી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની તરફથી આ મામલે કોઈ રિએક્શન સામે આવ્યું નથી. બીજી બાજુ યુક્રેનમાં બ્રિટનના રાજદૂત માર્ટિન હેરિસે પણ એક્સ પર પોસ્ટ કરતાં યુક્રેની એમ્બેસીના દાવાની પુષ્ટી કરી હતી કે એક ભારતીય કંપનીના દવાના ગોડાઉનને નિશાન બનાવાયું છે. યુક્રેનના નાગરિકો વિરુદ્ધ રશિયાનો આતંક યથાવત્ છે. આ સમગ્ર ઘટનાની સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના મિસાઈલ હુમલામાં એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું ગોડાઉન લપેટમાં આવી જતાં નષ્ટ થઈ ગયું હતું. આ દાવો દિલ્હીમાં આવેલા…
(જી.એન.એસ) તા. 13 રાજપીપળા, એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, દેશમાં રમાઈ રહેલી ઇન્ડીયન પ્રીમીયર લીગ 2025ની મેચ પર રાજપીપળામાં સટ્ટો રમી રહ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નર્મદા એ.એસ.આઇ.કિરણભાઇ રતીલાલ એલ.સી.બી..નર્મદા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ રાજપીપળા માં આવેલ સુર્ય પ્લાઝા કોમ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ખુલ્લી જગ્યામાં(1) લખન સુર્યકુમાર પંડ્યા , રહે.દરબાર રોડ, રાજપીપલા તથા (2) અનુરાગ સાધશરણ પંચોલી રહે.દોલતબજાર, રાજપીપલા નાઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલી રહેલ ઇન્ડીયન પ્રીમીયર લીગ 2025ની ક્રિકેટ મેચ સીરીઝમાં લખનઉ સુપર જાયન્ટસ V/S ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતા બંનેની…
(જી.એન.એસ) તા. 12 વડોદરા, રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી મુંબઈના દંપતીને 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા જેમાં વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે દંપતીને દોષિત ઠેરવી 10 વર્ષની કેદ તથા રૂપિયા એક- એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને એક બાતમી મળી હતી કે, ઈકબાલખાન અમીનખાન તથા સમીરાશેખ ઈકબાલખાન (બંને રહે – ઈસ્માઈલ મંઝિલ, અંધેરી ,ઈસ્ટ ,મુંબઈ) રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય તેમની પાસે ચરસનો જથ્થો છે. અને તેઓ દિલ્હીથી મુંબઈ જવા નીકળેલ હોય તા. 23 /10/2020ના રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર પહોંચતા વોચમાં ગોઠવાયેલ પોલીસની ટીમે…
(જી.એન.એસ) તા. 12 સુરત, સુરતના કાપોદ્રામાં રત્નકલાકારો ને ઝેરી પાણી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ દેવમુરારી હવે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી નિકુંજ દેવમુરારી એ કાપોદ્રા પોલીસની ઉલટ તપાસમાં મોટો ખુલાસો કર્યો હતો કે તેના દ્વારા ઝેરી દવા ખરીદી કરનારો CCTV કેમેરામાં કેદ થયો છે.સરથાણાના કીર્તિ મેડિકલમાંથી સેલ્ફોસ ખરીદ્યું હતું. આ સમગ્ર ઘટનામાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત સામે આવી છે કે, મેનેજરના ભાણિયાએ પાણીના કુલરમાં દવા નાખી છે અને દેવું વધી જતા નિકુંજ આપઘાત કરવા ગયો હતો તો આપઘાતની હિંમત ન થતા સેલ્ફોસ પાણીના કુલરમાં નાંખ્યુ હતુ જેમાં 118 જેટલા રત્નકલાકારોની તબિયત બગડી હતી અને દેવું થઈ…
(જી.એન.એસ) તા. 12 બનાસકાંઠા, બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારિ દીધી હતી અને ત્યાર બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા ગામ ખાતે પુત્રએ પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી. ગત બુધવારના રોજ 50 વર્ષીય મધુબહેન કટારિયા ઘરની આગળ વાસણ ઘસી રહ્યા હતા, તેવામાં તેમનો 26 વર્ષીય પુત્ર પરિમલ આવીને મધુબહેનને આડેધડ માથાના ભાગે પાવડાના ઘા મારવા લાગ્યો હતો. આ ઘટનામાં મધુબહેનનું મોત નીપજ્યું હતું. પોતાની જનેતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી પુત્ર દાંતા પોલીસ સ્ટેશન ખાતે આત્મ સમર્પણ કરવા…
(જી.એન.એસ) તા. 12 બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદમાંથી ચેકપોસ્ટ પરથી બાઈક પર સવાર થઈને બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા પોલીસ ઝડપી લીધા હતા. થરાદ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન શંકર અજમલભાઈ રાજપૂત અને ગણેશ બલદેવભાઈ પ્રજાપતિને 23 ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 2.30 લાખની કિંમતના હેરોઈન સહિત 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
