Author: devarshi

આગામી સમયમાં રાજ્યની ૧૯ ITI ખાતે ડ્રોન રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરાશે (જી.એન.એસ) તા. 11 ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી એટલે “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”. આ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ‘ટાઈપ સર્ટીફિકેટ’ મેળવનાર કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી-KSU દેશની એકમાત્ર સરકારી સંસ્થા છે. સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, તેમજ કુલ ૫૦૪ ઉમેદવારોને ડ્રોન પાયલટની તાલીમ આપી લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ડ્રોન મેન્યુફેચરીંગ એન્ડ એસેમ્બલીના કોર્ષમાં ૧૦૦૦થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

Read More

મોબાઇલગ્રસ્ત બાળકોની સમસ્યામાં વહારે આવી 181 અભયમ સંતાનોની ખોટી આદતોથી કંટાળેલા દંપતીએ લીધો 181 અભયમનો સહારો (જી.એન.એસ) તા. 11 અમદાવાદ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી એક વ્યક્તિનો 181 અભયમમાં ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી અને દીકરો બંને ખૂબ જ વધારે પ્રમાણમાં સ્માર્ટફોન વાપરે છે અને અભ્યાસમાં સરખું ધ્યાન નથી આપતા. આ વ્યક્તિના કહેવા પ્રમાણે તેમના બાળકો તેમના અને તેમની પત્નીના કહેવાથી પણ સમજતા નથી. આ બાળકો તેમના માતા પિતાને સામે જવાબ આપતા હતા અને સામે એલફેલ બોલતા હતા. બાળકોના માતા પિતાએ 181 અભયમ ટીમને પોતાના બાળકો કહ્યામાં ના હોવાથી કાઉન્સેલિંગ માટે બોલાવી હતી. 181 અભયમની ટીમ જણાવેલ સરનામે…

Read More

વડોદરા પોલીસે ફરાર કેરટેકર સહિત બે લોકોને ઝડી પાડયા (જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરામાં એક પરિવારે પોતાના ઘરમાં રાખેલા કેરટેકર ઘરમાંથી 50 હજાર રોકડા સહિત સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના મામલે પરિવારને જાણ થતાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહિત બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ડભોઇ વાઘોડિયા રિંગરોડ પર તીર્થક ટેનામેન્ટમાં રોશનભાઈ નામના વેપારીએ તેના સાસુ માટે કેરટેકર રાખ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, ગત 8 એપ્રિલના રોજ ધંધા પર જતા પહેલા સોનાનું કડુ પહેરવા માટે રોશનભાઈએ સાસુના રૂમમાં રહેલી તિજોરીમાં જોયું હતું. પરંતુ કડુ મળ્યું ન હતું.…

Read More

(જી.એન.એસ) તા. 11 પટણા, બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ છે. નાલંદામાં 18, સિવાનમાં 2, કટિહાર, દરભંગા, બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં 1-1 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુઃખદ ઘડીમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની મદદ કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને ખરાબ હવામાન દરમિયાન સંપૂર્ણપણે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે લોકોને સમયાંતરે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચનાનું પાલન…

Read More

(જી.એન.એસ) તા. 11 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ અમેરિકામાં ‘શાવર હેડ’માંથી આવતાં પાણીના દબાણને લગતો છે. બુધવારે તેમણે આ બાબતે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને બરાક ઓબામા અને જો બાઈડનના કાર્યકાળમાં લાગુ કરાયેલા નિયમો બદલી નાંખ્યા હતા. છેલ્લા થોડા દિવસોથી ડોનાલ્ડ ટ્રમ્પની ફરિયાદ હતી કે અમેરિકામાં શાવર અને ટોઈલેટમાં પાણીનું દબાણ ઓછું છે, જેના કારણે સ્નાન કરવા અને વાળ ધોવા જેવા કાર્યો મુશ્કેલ બને છે. ઓર્ડર પર સહી કરતી વખતે તેમણે મજાકમાં કહ્યું કે, ‘મારા સુંદર વાળની સારી સંભાળ રાખવા માટે મને સારા સ્નાનની જરૂર છે. પણ મારા વાળ બરાબર ભીના થાય તે માટે મારે 15 મિનિટ શાવર…

Read More

(જી.એન.એસ) તા. 11 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના વેપારી સંબંધોમાં ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો છે. આ 145 ટકા ટેરિફમાં ફેન્ટાનિલ સપ્લાય માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો 20 ટકા ટેરિફ પણ શામેલ છે. આ નિર્ણય ટ્રમ્પના “અમેરિકા ફર્સ્ટ” અભિગમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન કંપનીઓને દેશમાં પાછી લાવવી, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને વૈશ્વિક વેપારમાં સંતુલન સ્થાપવું છે. ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે આ અંગે વાત કરતા કહ્યું, “આપણે રસ્તામાં કેટલીક કિંમત ચૂકવવી પડશે, પરંતુ અંતે…

Read More

(જી.એન.એસ) તા. 11 બીજીંગ, અમેરિકા દ્વારા 17 જેટલા દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા દેશોની ઈકોનોમી પર માઠી અસર દેખાઈ રહી છે ત્યારે હવે ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચી ગયો છે. એક તરફ ટ્રમ્પની ટેરિફ વૉરને લીધે વિશ્વ બજારો સતત તૂટી રહ્યાં છે. ત્યારે સેન્ટ્રલ બેન્ક ઓફ ચાયનાને ડૉલર સામે યુઆન ઘટાડવા નિર્ણય લીધો છે. કહો કે લેવો પડયો છે. યુઆનની કિંમત ઘટતાં ચીનને વિકાસ ક્ષેત્રેનો સારો એવો લાભ મળશે જ, કારણ કે યુઆન સસ્તો થતાં આયાતકારો ચીનનો માલ ખરીદવા આકર્ષાશે. પરંતુ તે સામે ભીતિ ને ઉપસ્થિત થઇ છે કે…

Read More

(જી.એન.એસ) તા. 11 લોઅર મેનહેટ્ટન/જર્સી સિટી, અમેરિકાના લોઅર મેનહેટ્ટનમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ઉડતું ઉડતું અચાનક જ નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત 6 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે. આ હવાઈ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો ધસી આવ્યો અને બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે એક પર્યટક હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં ત્રણ બાળકો સહિત 6 લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પાઈલટ સહિત સ્પેનના 5 લોકોનો…

Read More

(જી.એન.એસ) તા. 11 નવી દિલ્હી, દિલ્હીના પશ્ચિમ વિહારમાં સવારના સમયે એક પ્રોપર્ટી ડીલર રાજકુમાર ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે પ્રોપર્ટી ડીલર પર હુમલો થયો ત્યારે તેઓ તેમની કારમાં જીમ જઈ રહ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી અનેક ફૂટેલી ગોળીઓ મળી આવી છે જેમાં પરિવારનું કહેવું છે કે તેમના દીકરાને કોઈ સાથે દુશ્મની નહોતી. પોલીસ હત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. દિલ્હીના પશ્ચિમ વિહારમાં કારમાં મુસાફરી કરી રહેલા એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.…

Read More

(જી.એન.એસ) તા. 11 સુરત, સુરતના વેસુમાં વહેલી સવારે હેપ્પી એન્કલેવમાં ભયાનક આગની ઘટના બની હતી, સૌપ્રથમ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર હતા. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે. આગ એટલી ભયાનક હતી કે, આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો જેમાં લગભગ બે કલાક જેટલો સમય બાદ આગ પર…

Read More