Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 13 વડાલી, સાબરકાંઠાના વડાલીમાંથી એક મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, એક જ પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી દંપતીનું મોત નીપજ્યું હતું. સગર પરિવારના દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો હતો. પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના દંપતીનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ત્રણ બાળકોને જીવન મરણ વચ્ચે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ત્રણેય બાળકોની સ્થિતિ હાલ અત્યંત ગંભીર છે. જો કે, અચાનક આપઘાતના પ્રયાસના પગલે પરિવારના અન્ય સગા-સંબધીઓનાં ખળભળાટ મચી ગયો છે અને સમાજના લોકો…
(જી.એન.એસ) તા 13 વડોદરા વડોદરાના તરસાલી હાઈવે ઉપર રસ્તો ક્રોસ કરતાં એક પુરુષ ને કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. કપૂરાઈ પોલીસ ટીમના જવાનોને 12 એપ્રિલ શનિવારની રાત્રે કંટ્રોલ તરફથી માહિતી મળી હતી કે, તરસાલી હાઈવે પરની નિર્મલ હોટલ સામે સુરત તરફ જતા માર્ગ ઉપર રસ્તો ક્રોસ કરતા વ્યક્તિને એક કાર ચાલક અડફેટે લઈ ત્યાંથી ફરાર થઈ ગયો છે . પોલીસ ઘટના સ્થળે જઈ ને તપાસ કરતાં 50 વર્ષીય પુરુષ ગંભીર હાલત માં જોવા મડયો હતો.પોલીસ એ ઘટના સ્થળ પર 108 એમ્બ્યુલનસ બોલાવી હતી જેના તબીબે તે પુરુષ ને મૃત જાહેર કર્યો હતો અને પોલીસ…
(જી.એન.એસ) તા. 13 અનાકાપલ્લી, આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો જે બાદ ભયાનક આગ લાગી હતી અને આખા જિલ્લામાં અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની જ્વાળાઓ અનેક કિલોમીટર સુધી ફેલાઈ હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરીમાં કામ કરતાં આઠ શ્રમિકોના મોત થયા હતાં. જેમાં બે મહિલાઓ સામેલ છે. તેમજ સાતથી વધુ શ્રમિકો ઘાયલ છે. જિલ્લા પોલીસ કમિશનર તુહિન સિંહાએ આ સંદર્ભે માહિતી આપતાં ઘટનાની ખાતરી કરી હતી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરાટલામાં આવેલી ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમાં માર્યા ગયેલા આઠ શ્રમિકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું…
(જી.એન.એસ) તા. 13 સુમી, રશિયા-યુક્રેન યુદ્ધ ફરી એક વખત ભયંકર બનવા જઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. રશિયાએ ફરી યુક્રેનના સુમીમાં બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હોવાની શક્યતા છે. રશિયન મિસાઈલ્સે શહેરના માર્ગો, સામાન્ય જન-જીવન, શાળા, વાહનો અને ઘરોને ટાર્ગેટ બનાવ્યા છે. આ હુમલો રવિવારે યુક્રેનના સુમી શહેરમાં થયો હતો. જેમાં શાળા પણ બળીને ખાખ થઈ હતી. આ હુમલા દરમિયાન લોકો ચર્ચ જઈ રહ્યા હતાં. એકબાજુ અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ માટે વિવિધ પ્રસ્તાવ રજૂ કરી રહ્યું છે. જેમાં તેણે યુક્રેનના બે ભાગલાં પાડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ રશિયા યુક્રેન પર…
(જી.એન.એસ) તા 13 નવસારી નવસારીમાં મટવાડા અને સામાપોર ગામે હનુમાન જયંતિના દિવસે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં દરેક લોકો એ બજરંગબલી હનુમાનજી ના દર્શન કર્યા બાદ બંદર માં મહાપ્રસાદ નો લાભ લીધો હતો. પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે 100 થી વધુ લોકો ને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમ માહિતી મળ્યાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં લોકો ને ફૂડ પોઇઝનિંગ ની અસર હોવાનુ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. પોઇઝનિંગની ઘટનામાં સૌથી વધુ બાળકો અસરગ્રસ્ત થયા હતાં.સમયસર તેમને સારવાર આપતા તેઓ સુરક્ષિત છે. ફૂડ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે જેમાં…
(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે મિત્રએ RTI કરીને માહિતી માંગી હતી અને પછી આરોપીએ કરેલા કાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પંકજ પ્રસુનસિંગ નામના વ્યક્તિએ તેના મિત્ર કપિલ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કપિલ શર્માએ પંકજની ડિગ્રી સાથે ચેડી કરીને અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGM તરીકે નોકરી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે પંકજે RTI…
બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો. વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટન્ટબાજી કરશો નહીં – રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, તાજેતરમાં સોશિયલ મીડિયામાં કેટલાક નિષ્ફળ નેતાઓ દ્વારા ગુજરાત બોર્ડના પરિણામોને લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરિણામ હજી જાહેર થયાં નથી, છતાં અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ જૂઠાણું ફેલાવી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભ્રમ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ કર્યું છે. આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આકરી…
વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હિંસાના સમયમાં આંખ મિંચીને બેસી રહી શકીએ નહીં, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરો : કલકત્તા હાઈકોર્ટ (જી.એન.એસ) તા. 13 કોલકાતા, રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કર્યા બાદ અમલમાં આવેલ વક્ફ સુધારા કાયદાનો દેશભરમાં અમલ શરૂ થઈ ગયો છે ત્યારે મુસ્લિમોએ વક્ફ કાયદાનો વિરોધ ચાલુ રાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં દેખાવો થયા હતા, જેમાં મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા હતા, જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી છે. હિંસક દેખાવો સામે લાલ આંખ કરતા કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય…
માયાવતીના ભત્રીજા આકાશ આનંદે માંગી માફી (જી.એન.એસ) તા. 13 લખનૌ, બસપા સુપ્રીમો માયાવતીના ભત્રીજા અને બસપાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકી છે. તેમણે માયાવતીને તેમની ભૂલો માફ કરવા અપીલ કરી છે અને આ સાથે તેમણે કહ્યું છે કે તેમણે તેમને પાર્ટીમાં ફરી એકવાર તક આપવી જોઈએ. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે X પર પોસ્ટ કરીને લખ્યું – “બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ, ચાર વખત યુપીના મુખ્યમંત્રી અને ઘણી વખત લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ને મારા એકમાત્ર રાજકીય ગુરુ અને મારા હૃદયથી આદર્શ માનું છું. આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે બહુજન સમાજ પાર્ટીના હિત માટે, હું…
(જી.એન.એસ) તા. 13 જયપુર, જયપુર-દોસા નેશનલ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. એક કાર અને ટ્રેલર વચ્ચે અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત મનોહરપુર નજીક નેકાવાલા ટોલ પ્લાઝા નજીક ઘટી હતી. જ્યાં એક કાર અને ટ્રેલર સામ-સામે અથડાયા હતા. મૃતકોમાં એક 12 માસનું બાળક અને બે મહિલાઓ સામેલ છે. તમામ મૃતક એક જ પરિવારના છે. તેઓ ખાટૂ શ્યામ મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતાં. આ માર્ગ અકસ્માતમાં કારમાં ફસાયેલા બે ઘાયલોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતાં. આ અકસ્માત ઓવરટેકના કારણે સર્જાયો હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું…
