Author: devarshi

(જી.એન.એસ) તા.૨ બનાસકાંઠા, બનાસકાંઠામાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠામાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં બસમાં સવાર 15-20 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મૃતકોને પીએમ અર્થે સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે…

Read More

(જી.એન.એસ) તા.૨ હિંમતનગર, (જીતેન્દ્ર ઉપાધ્યાય, ફોટોગ્રાફી દક્ષ ભટ્ટ)આ બ્રિજનાં લોકાર્પણથી વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકથી છુટકારો મળશે.➡️આ ઓવરબ્રિજ થકી શહેરીજનોનું જીવન વધુ સરળ બનશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.➡️આ ઓવરબ્રિજ થકી પરિવહન યાત્રા વધુ સરળ અને સુગમ બનશે,જેનો લાભ જનતાને મળશે. બ્રિજના લોકાર્પણ પ્રસંગે સાથે હિંમતનગર ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમજ અશ્વિનભાઈ કોટવાલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય,તા.પં પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ, APMC ચેરમેનશ્રી જયેશભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી કુલદીપભાઈ પાઠક, જિલ્લા અને તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ અને…

Read More

(જી.એન.એસ) તા.૨ ગાંધીનગર, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૭૦,૬૦૦ થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯.૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.આટલું જ નહિ, ઓકટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ના તબક્કા માટેની સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તેવા આશય સાથે તા. ૧ થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA (અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન) ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરાયું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA) ટેક એક્સપોનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ અગ્રણી ટેક પ્રદર્શકોને એકસાથે લાવવાનો તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ઉજવણી કરવાનો છે.આ એક્સપોમાં પ્રદર્શન અને વેપાર મેળો, ACMA નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ, બિઝનેસ ટુ બિઝનેસ ક્રિયા- પ્રતિક્રિયાઓ…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, ધનવંતરી રથ મારફતે સાપ્તાહિક આરોગ્ય ચકાસણી  કાર્યને રૂબરૂ  નિહાળી જરુરતમંદોના આરોગ્ય માટે થઈ રહેલ કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રીરાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009 ની જોગવાઈ મુજબ જિલ્લામાં 6 થી 14 વય જૂથના શાળા બહારના બાળકો માટે વય કક્ષા મુજબની ક્ષમતા સિદ્ધ કરી શિક્ષણના સામાન્ય પ્રવાહમાં જોડાયતે માટે સ્પેશિયલ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવે છે.  અન્ય રાજ્યમાંથી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રોજીરોટી માટે સ્થળાંતર કરીને આવતા વાલીઓના બાળકોને કામના સ્થળે (વર્કસાઈટ) ઉપર જ શિક્ષણ મળી રહે તે હેતુથી ટેન્ટ સ્પેશિયલ ટ્રેનીંગ વર્ગશરૂ કરવામાં આવે છે.શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય, આ બંને દરેક નાગરિકને યોગ્ય રીતે મળે તો દેશના વિકાસમાં દરેક વ્યક્તિ…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ગુણોત્સવ ૨.૦નો રાજ્યવ્યાપી પ્રારંભઆ વર્ષનો ગુણોત્સવ ૨.૦ કુલ ચાર તબક્કામાં યોજાશેવિકસીત રાષ્ટ્રના નિર્માણના પાયામાં શિક્ષણ રહેલું છે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત દેશની વિભાવના સાર્થક થશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી શિક્ષિત રાજ્ય બનવાની નેમ શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા દિશા અને વિચારો સાથે આગળ ધપાવી રહ્યા છે. વર્ષ ૨૦૦૯થી ચાલતા ગુણોત્સવમાં શિક્ષણમાં બદલાતા પ્રવાહોનો સમાવેશ કરી વર્ષ ૨૦૧૯થી ગુણોત્સવ ૨.૦ એટલે કે સ્કૂલ એક્રેડિટેશનનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, હાલના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાંથી ૮ તાલુકાઓ – ૪ નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે*નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો…

Read More

(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે અને નાગરિકો વિદ્યાપીઠની સેવાઓનો વિશેષ લાભ લઈ શકે એ પ્રકારે ગૂજરાત વિદ્યાપીઠ મંડળ દ્વારા અનેક સર્જનાત્મક નિર્ણયો લેવાઈ રહ્યા છે.ગૂજરાત વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલનો લાભ અનેક નાગરિકો લઈ રહ્યા છે. વિધાપીઠના સંકુલમાં આવેલા આ સ્નાનાગારમાં રૂ. 30 લાખના ખર્ચે નવો અદ્યતન ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર/અમદાવાદ, પહેલા પદવીદાન સમારોહની આચાર્ય ગીદવાણીથી લઈને 70 મા પદવીદાન સમારોહની આચાર્ય દેવવ્રતજી સુધીની તસવીરો : પૂજ્ય ગાંધીજીના 11 મહાવ્રતો પણ અંકિતગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક દરમિયાન વિદ્યાપીઠના વર્ષ-2025 ના કેલેન્ડર અને ડાયરીનું વિમોચન કર્યું હતું.ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહ જ્યાં યોજાય છે તે વિધાપીઠ સંકુલમાં આવેલા પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની સ્થાપનાને 100 વર્ષ થયા છે. વર્ષ-1925 માં નિર્માણ પામેલા પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની શતાબ્દીના આ વર્ષના કેલેન્ડરમાં સીમાચિહ્ન સ્વરૂપ પદવીદાન સમારોહની અલભ્ય તસવીરો મૂકવામાં આવી છે. તા. 12 જૂન, 1922 ના રોજ યોજાયેલા પહેલા પદવીદાન સમારોહમાં આચાર્ય ગીદવાણીજી ઉપસ્થિત રહ્યા હતા. તે…

Read More

(જી.એન.એસ) તા.૧ ગાંધીનગર, ૨૦૨૫માં રાજ્યમાં થશે આ ચાર ઉજવણીસંવિધાનનો અમૃત મહોત્સવ-બંધારણના ૭૫માં વર્ષની ઉજવણી અને કટોકટીના ૫૦ વર્ષ એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી શ્રી અટલ બિહારી વાજપેયીજીના ૧૦૦મા જન્મ જયંતી વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ૨૦૨૫ના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે. આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનાં કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર રચવામાં આવેલી સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ…

Read More