Author: devarshi

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, અમદાવાદના વાસણા વોર્ડમાં ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વિકાસની પરવાનગી આપવામાં આવતા રૃપિયા ૩૪.૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા પાણી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વોર્ડમાં આવેલા હયાત શહીદવન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં રૃપિયા સાત કરોડના ખર્ચે વીસ લાખ લીટર ક્ષમતાની પાણીની ઓવરહેડટાંકી બનાવવા પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વાસણા વોર્ડમાં છેવાડાના વિસ્તાર દક્ષિણ પશ્ચિમ તથા પશ્ચિમ ઝોનની હદ જોડે મલાવ તળાવથી વાસણા ગામ સુધીનો વિસ્તાર ગ્રીનબેલ્ટમા આવેલો હતો.આ વિસ્તારમાં વિકાસની પરવાનગી મળતા ટી.પી.સ્કીમ નંબર-૨૬ના ફાઈનલ પ્લોટ નંબર-૩૯૩-૧માં રૃપિયા ૩૪.૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા કોન્ટ્રાકટર બી.ડી.સોરઠીયા જેવી લાખાણી એન્જિનિયર્સ એન્ડ ઓર્ગેનાઈઝેશનને કામગીરી…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, સરસપુર બાદ વસ્ત્રાલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મહેસુલ વિભાગની ઓફિસ સામે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારી હતી માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારના નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે તેમના ૭૫ વર્ષના વૃદ્ધ પિતા પડોશી સાથે વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આવેલી મહેસુલ વિભાગની ઓફિસમાં આધાર કાર્ડમાં સુધારો કરવા માટે જઇ રહ્યા…

Read More

(જી.એન.એસ) તા.૨ વડોદરા, માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે જાહેરમાં લાકડીઓથી મારામારી થઇ હતી. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતીધામ સોસાયટીમાં લાલસીભાઇના મકાનમાં રહેતા રામવિલાસ નંદકિશોર સક્સેનાએ વડસર બ્રિજની પાસે રઝા મસ્જિદ પાસે રહેતા અમાનતહુસેન ઉર્ફે પપ્પુ બીલાયતહુસેન શેખ તેમજ તેના બે પુત્રો સલમાન અને રિયાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું શાકભાજીનો વેપાર કરું છું. સવારે ટેમ્પો લઇને સયાજીપુરા માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતાં ત્યારે શાકભાજીનો ટેમ્પો રિવર્સ લેતા પાછળ અમાનતહુસેને મૂકેલા શાકભાજી પર ટેમ્પાનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી તે સમયે ઝઘડો થતાં સમાધાન કર્યું …

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, જોકે, હજુ ઘણી મોટી રકમ આરોપીઓ પાસેથી કઢાવવાની છે. વડતાલ સ્વામિનારાયણ જેવું મંદિર બનાવવાનું કહી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પાસેથી રૂપિયા 1.55 કરોડની ઠગાઈ કરતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે 3 સ્વામીઓની ધરપકડ કરી હતી, જેમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતે પોલીસને 1 દિવસના રિમાન્ડ આપ્યા છે. થોડા મહિનાઓ અગાઉ આણંદ જીલ્લામાં 8 લોકો વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે સ્પેશિયલ જીપીઆઈડી કાયદા હેઠળ જયકૃષ્ણ ગુરૂ શ્રીનિવાસદાસ ઉર્ફે જે.કે.સ્વામી, સુરેશ તુલસીભાઈ ઘોરી, વિજયપ્રકાશદાસ ગુરૂ સ્વામી મોહનપ્રકાશદાસજી ઉર્ફે વી.પી.સ્વામીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ માગતા 1 દિવસના મંજૂર થયા છે. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, પકડાયેલા આરોપીઓએ ઠગાઈ માટે…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાવાથી મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં 1 ડિગ્રી આસપાસ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ નવા વર્ષથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાવાથી મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં 1 ડિગ્રી આસપાસ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી ઠંડુ ગણાતું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન સાથે ફરીથી સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદ 15.4 ડિગ્રી , ગાંધીનગર 14.5ડિગ્રી, ડીસા 12.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 15.4 ડિગ્રી, વડોદરા 16.0 ડિગ્રી, સુરત 17.8 ડિગ્રી, ભુજ 11.4ડિગ્રી, કંડલા 14.0 ડિગ્રી, અમરેલી 13.7 ડિગ્રી, ભાવનગર 15.6 ડિગ્રી, દ્વારકા 14.8 ડિગ્રી, ઓખા 18.8 ડિગ્રી, પોરબંદર 13.0 ડિગ્રી , વેરાવળ 18.1 ડિગ્રી, રાજકોટ 11.5 ડિગ્રી,…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, ડિજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.17,00,000 ની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં 16 બનાવટી પાસપોર્ટ તથા 58 એટીએમ કાર્ડ અને 140 GD MDM ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું હતું. જેની ઈન્ક્વાયરી કરવા માટે આધારકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવાને બહાને દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી હતી. બાદમાં ફરિયાદ…

Read More

(જી.એન.એસ) તા.૨ દહેગામ, બારેજા ડેપોથી નીકળેલ ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો હતો દહેગામ – રખિયાલ હાઇવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ પોલીસ કે BPCLકંપની ઘ્વારા નહીં પરંતુ મેઘરજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ઘ્વારા કરવામાં આવ્યો છે. અરવલ્લી – સાબરકાંઠામાં આવેલા પેટ્રોલપંપ પર કંપનીના ડેપોમાંથી આવતા પેટ્રોલ – ડીઝલના સિલબંધ ટેન્કરોમાં ઘટ આવી રહી હતી. પેટ્રોલપંપ માલિકોને ઓછા આવતા પેટ્રોલ ડીઝલના લીધે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું અને તેમની આ ફરિયાદ કોઈ સાંભળતું ન હતું ત્યારે મેઘરજમાં આવેલા એક પેટ્રોલપંપના માલિક અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી ટેન્કરમાં થતી ચોરીનો પર્દાફાશ કર્યો છે.…

Read More

(જી.એન.એસ) તા.૨ વડોદરા, વડોદરામાં નવા વર્ષની શરૂઆત સાથે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરામાં નવા વર્ષના પહેલા દિવસે જ વડોદરા શહેર પોલીસે ઓર્ગેનાઈઝડ ક્રાઇમમાં સંડોવાયેલા 9 આરોપીઓને ઝડપી પાડીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. લાંબા સમયથી આ આરોપીઓ શહેરમાં અનેક ગુનાઓ આચરતા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હતી. આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. ઓર્ગેનાઈઝડ ક્રાઇમને કોઈ પણ સંજોગોમાં શહેરમાં ચાલવા દેવામાં આવશે નહીં. આ માટે શહેર પોલીસ તમામ જરૂરી પગલાં લઈ…

Read More

(જી.એન.એસ) તા.૨ મહેસાણા, ગુજરાત પોલીસે એક સગીર વિરુદ્ધ જાતીય અપરાધના કેસમાં આઠ વર્ષ પછી પોક્સો એક્ટ હેઠળ આરોપો દાખલ કર્યા છે. હાઈકોર્ટે આ ક્ષતિને શરમજનક ગણાવી અને તેની બેદરકારી બદલ તપાસ એજન્સીની ટીકા કરી. આરોપી પક્ષે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ કેસ નામંજૂર કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસનું નવું કારનામું સામે આવ્યું છે. સગીર વિરુદ્ધ જાતીય અપરાધના કેસમાં FIR દાખલ થયાના 8 વર્ષ પછી અને ટ્રાયલ પૂર્ણ થવાના આરે છે, ત્યારે આરોપી પર POCSO એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ આને વિચિત્ર અને શરમજનક ગણાવ્યું છે. આ કિસ્સો ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરનો છે, જ્યાં એક 15 વર્ષની…

Read More

(જી.એન.એસ) તા.૨ અમદાવાદ, બોપલમાં આરોપી ઘરમાંથી જ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતો જાય છે તેમ ખાનગી રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ પણ વધી રહ્યું છે. જેમાં બે અલગ અલગ બનાવમાં પોલીસે બોપલમાંથી અને બાવળામાંથી ચાઈનીઝ દોરી સાથે રૂ.2,30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પ્રથમ બનાવની વિગત મુજબ બાવળા પોલીસને માહિતી મળી હતી કે ચલોડા-બાવાળા રોડ કાળી તલાવડી પાસે કેટલાક શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. જને આધારે પોલીસે અહીં તપાસ કરીને ચાઈનીઝ દોરીની રૂ.18,000 ની કિંમતના 18 રીલ તથા ઈકો ગાડી કબજે કરીને કુલ રૂ. 2,18,000…

Read More