Author: devarshi

(જી.એન.એસ) તા. 29 સુરત, શહેરના વરાછા વિસ્તારમાં 14 વર્ષ પહેલાં વરાછામાં ફાયરિંગ કરી 1.77 લાખ રૂપિયાની લૂંટ કરનાર પાંચમા આરોપીને સુરત પોલીસે ઓડિશાથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસકર્મીઓએ અલગ અલગ વેશ ધારણ કર્યા હતા જેમાં 10 દિવસ સુધી સફાઈ કામદાર અને રિક્ષાચાલક તરીકે કામનો વેશપલટો કરીને આરોપી ઝડપી પાડ્યો. આ મામલે મળતી માહિતી મુજબ, 26 સપ્ટેમ્બર 2011ના રોજ સાંજે કતારગામ નારાયણ નગરમાં રહેતા વિનય કાપડિયા તેમના કાપડના કારખાનામાં કારીગરોને પગાર આપી રહ્યા હતા. તે સમયે 3 અજાણ્યા શખ્સો તમંચા સાથે અંદર ઘૂસી આવ્યા હતા અને ફાયરિંગ કરી 1.77 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગના અવાજથી…

Read More

(જી.એન.એસ) તા. 29 સુરત, સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે, લોન આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ છે. લોકોને લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી આચરી હતી. આ ટોળકી પહેલા તો જરૂરિયાતમંદ લોકોને શોધતી અને પછી તેમને શિકાર બનાવતી હતી. જે લોકોને લોનની જરૂર હોય તેવા લોકો પાસેથી આ ટોળકી જરૂરી ડોક્યુમેન્ટ લઈને લોન આપવાનું કહીને ડોક્યુમેન્ટ લેતી હતી. આ રીતે ડોક્યુમેન્ટ પર 66 લખાથી વધુની લોન કરાવી હતી. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે ફરિયાદીને લોનના હપ્તા આવવા લાગ્યા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત 3 આરોપી ઝડપાયા છે. અને હજુ…

Read More

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રણ વર્ષથી ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાનનું ગૌરવ સન્માન અપાવવા અંગે ગુજરાતના સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા (જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી/ગાંધીનગર, ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે…

Read More

(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, આમ જોવા જાઈએતો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટી રહ્યું છે. જેમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં સિનોપ્ટિક સિચ્યુએશનમાં ઉત્તર પશ્ચિમી પવનો રાજ્યના નીચલા સ્તરમાં પ્રવર્તતી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 02-03 ફ્રેબુઆરીના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને કુલ 7 જિલ્લામાં માવઠું પડવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં આગામી 02 ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ…

Read More

(જી.એન.એસ) તા. 28 શ્રીલંકન નેવીના અધિકારીઓ દ્વારા ભારત-શ્રીલંકા દરિયાઈ સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં 5 ભારતીય માછીમારો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સિવાય ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ઘટના મંગળવારે સવારે ડેલ્ફ્ટ આઇલેન્ડ નજીક બની હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ કાર્યવાહીનો ઔપચારિક વિરોધ શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવવામાં આવ્યો છે. આ કાર્યવાહીને અયોગ્ય અને અસ્વીકાર્ય ગણાવતા વિદેશ મંત્રાલયે કહ્યું કે કરાઈકલ બંદરેથી મંગળવારે વહેલી સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક માછીમારી કરવા ગયેલા 13 ભારતીય માછીમારોની શ્રીલંકન નૌકાદળ દ્વારા દરિયાઈ સરહદ પાર કરવાના આરોપમાં…

Read More

(જી.એન.એસ) તા. 28 બાગપત, ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં, ભગવાન આદિનાથના નિર્વાણ મહોત્સવમાં લાડુ ઉત્સવ દરમિયાન પરિસરમાં બનેલું લાકડાનું સ્ટેજ અચાનક ધરાશાયી થઈ ગયું હતું જેમાં ઘણા લોકો આ સ્ટેજ નીચે દટાઈ ગયા. આ અકસ્માત બાદ કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત બાબતે મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તે જ સમયે, સ્ટેજ નીચે દટાઈ જવાથી અને નાસભાગ મચી જવાથી 50 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ અકસ્માત મંગળવારે (28 જાન્યુઆરી) સવારે બારૌત શહેરના કોતવાલી વિસ્તારના ગાંધી રોડ પર થયો હતો. જે પરિસરમાં લાડુ મહોત્સવનું આયોજન થઈ રહ્યું…

Read More

(જી.એન.એસ) તા. 28 ઓટાવા, કેનેડામાં ફરી એક ભારતીય મૂળ નો દબદબો દેખાશે, ભારતીય મૂળના ભૂતપૂર્વ કેનેડિયન સાંસદ રૂબી ધલ્લાએ જાહેરાત કરી છે કે તે લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં ભાગ લેશે અને કેનેડાના આગામી વડા પ્રધાન બનવા માટે તેમની ઉમેદવારી સબમિટ કરશે. ત્રણ વખત સાંસદ રહી ચુકેલા રૂબી ધલ્લાને હાલમાં લિબરલ પાર્ટીની લીડરશીપ રેસમાં સૌથી અગ્રણી ચહેરાઓમાંથી એક ગણવામાં આવે છે. લિબરલ પાર્ટીના નવા નેતાની 9 માર્ચ, 2025ના રોજ ચૂંટણી થવાની છે અને રૂબી ધલ્લાની ઉમેદવારી આ સમયે નિર્ણાયક તબક્કે છે. રૂબી ધલ્લા ની ઉમેદવારીએ લિબરલ પાર્ટીની લીડરશીપ રેસને પુનઃજીવિત કરી છે, જેમાં અન્ય કેટલાક નેતાઓ પણ રેસમાં છે. આ ઉપરાંત…

Read More

(જી.એન.એસ) તા. 28 અમદાવાદ, ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ અગાઉ આણંદ પાસે ખંભાતની એક ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ બનાવવાનાં પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે મામલે આરોપીઓની તપાસમા મોટો ખુલાસો થયો છે. તે કેસમાં એટીએસએ ફેક્ટરીમાંથી 5 આરોપી અને એક રિસીવર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપી રણજીત ડાભીએ ટ્રામાડોલ ટેબ્લેટનો પાઉડરનો મોટો જથ્થો ધોળકામાં સંતાડી રાખ્યો હતો. ધોળકાના દેવમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં 8 મહિનાથી વેર હાઉસ ભાડે રાખ્યું હતું, જેમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવતા વેર હાઉસમાંથી 40 થી 50 કરોડની કિંમતનો 500 કિલો જેટલો ટ્રામાડોલ…

Read More

(જી.એન.એસ) તા. 28 સિદ્ધપુર, પાટણના સિદ્ધપુર GIDCમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. SOG ની ટીમ દ્વારા દરોડામાં 5 થી 15 લિટરના શંકાસ્પદ તેલના ડબ્બાઓનું ગોડાઉન ઝડપાયું હતું. આ ગોડાઉનમાં વિવિધ કંપનીના લેબલ વાળા શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. SOG દ્વારા ફૂડ વિભાગ અને FSLને જાણ કરવામાં આવી છે. ₹9.80 લાખથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે અને શંકાસ્પદ તેલના સેમ્પલ FSLને તપાસ માટે મોકલી તપાસ હાથ ધરી છે. પાટણના સિદ્ધપુરનું GIDCમાં SOGની ટીમે રેડ પાડી હતી. બાતમી આધારે રે્ડ પાડવામાં આવી હતી. જેમાં ત્રણ પ્લોટ હતા તે ત્રણ પ્લોટમાં આખી એક ફેક્ટરી ઉભી કરવામાં આવી હતી…

Read More

(જી.એન.એસ) તા. 28 જામનગર, લગભગ પાંચ વર્ષ બાદ ફરી એક વખત જામનગરમાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય એક આઘેડનું મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પંચેશ્ર્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના ૫૦ વર્ષીય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં, જેમાં કોંગો ફીવર પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યુ હતું. કોંગો ફીવર રિપોર્ટ બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું, અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે…

Read More